DDLJના રાજથી ડિયર જીંદગીના જહાંગીર સુધી શાહરુખની મારા પર આવી પડી અસર

શાહરૂખ ખાન

મારા સુપરસ્ટારડમની પાછળ હું એક સામાન્ય માણસ છું." શાહરુખનું આ વાક્ય હાલમાં વાયરલ થયેલ આઉટલુક મેગેઝીનના 2013ની આવૃતિમાં શાહરુખે પોતે લખ્યું હતું

 • Share this:
  શ્રીજીત સેન

  "મારા સુપરસ્ટારડમની પાછળ હું એક સામાન્ય માણસ છું." શાહરુખનું આ વાક્ય હાલમાં વાયરલ થયેલ આઉટલુક મેગેઝીનના 2013ની આવૃતિમાં શાહરુખે પોતે લખ્યું હતું.

  અમે લાઈફમાં શાહરુખ ખાનને જોઈને મોટા થયા છીએ અને તેને નેવિગેટ કરતા જીવનના વિવિધ તબક્કે ઘણું બધુ શીખવા મળે છે. તાજેતરમાં તેના 23 વર્ષીય પુત્ર આર્યન ખાનનો કેસ ચર્ચામાં રહ્યો હતો. જ્યાં તેની ધરપકડ કરવામાં આવી તેને કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. આ કદાચ તેના જીવનનો સૌથી મુશ્કેલ સમય રહ્યો અને આ સમયમાં એક સામાન્ય માણસ તરીકે તેના ઘણા રુપ આપણને જોવા મળ્યા છે.

  તેના ઓનસ્ક્રીન કેરેક્ટર્સમાં આપણે તેને દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરતા જોયો છે. એક પારિવારિક વ્યક્તિ (કભી ખુશી કભી ગમ), તેના સાવકા પુત્રને ખોવાનું દુઃખ (માય નેમ ઈઝ ખાન) અને તેની જાતિને કારણે તેને જ્યારે દોષિત ગણવામાં આવે છે (ચક દે ઈન્ડિયા) ત્યારે પણ તેના વિવિધ પાત્રો અદ્ભુત જ રહ્યાં છે. તેની રિયલ લાઈફમાં બનેલી આ ઘટનામાં તેના ફિલ્મી પાત્રો રાહુલ, રિઝવાન અને કબીરને એક સાથે તે જીવતો જોવા મળે છે.

  તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના તેના મિત્રોનો આ કપરા સમયનો સપોર્ટ એ વાત સાબિત કરી જાય છે કે તે ખરેખર એક સામાન્ય માણસ છે. આ વખતે એક પણ શબ્દ કહ્યા વિના જ તેણે આ વાતની સાબિતી આપી દીધી છે. તેની ગરિમાપૂર્ણ ચૂપ્પી અને પોતાના શુભચિંતકો સામે જોડેલા તેના હાથ તેના ગ્રેસની હાજરી પૂરે છે.

  પોતાના સૌથી કમજોર અને સંવેદનશીલ સમયમાં પણ તે એક સામાન્ય નાગરિક તરીકે કાયદાનું પાલન કરતો દેખાયો હતો. તેણે બતાવ્યું કે, ભલે તે ગમે તેટલી ઉંચી ઉડાન ભરી ચુક્યો હોય પણ તે પોતાના મૂળ નથી ભુલ્યો. તેની આ જ વાત તેને સુપર સ્ટાર અને સામાન્ય લોકોનો સ્ટાર બનાવે છે.

  કોઈપણ વ્યક્તિ જે તેનું માત્ર દૂરથી જ નિરિક્ષણ કરી રહ્યું હોય તેના પર તેની મોટી અસર ચોક્કસ થઈ હશે. જો કે, શાહરુખ પોતે પ્રેમ અને શાંતિની એક ભાષા છે, એ વાતનું રિઅલાઈઝેશન કોઈ આજનો અનુભવ નથી. શાહરુખ પ્રત્યેનો મારો પ્રેમ પણ આજકાલનો નથી, એવું નથી કે હાલની પરિસ્થિતીને જોતા હું તેનો ફેન થઈ ગયો હોઉં. તેના પ્રત્યેની આ લાગણી અને પ્રેમ તો એ વખતનો હતો, જ્યારે એક ત્રણ વર્ષના બાળક તરીકે મે તેને સિમરન (કાજોલ) માટે પોતાની બાહો ફેલાઈને ઉભેલો જોયો હતો. ઘણી નાની ઉંમરથી શાહરુખની મારા જીવન પર અસર છે.

  એ વખતની પોતાની કોમળ ઉંમરની કાચી સમજને કારણે જે હું પ્રેમની ઝીણવટતાને તો ન સમજી શક્યો પણ જ્યારે રાજને પોતાના ચશ્મા નીચે કરી સહેજ નમીને કેમેરા સામે સ્માઈલ કરતા જોયો તો મારી માટે એ જ પ્રેમની વ્યાખ્યા બની ગઈ હતી.

  જ્યારે પણ ચાંદને કુછ કહા (દિલ તો પાગલ હૈ), કોઈ મિલ ગયા (કુછ કુછ હોતા હૈ) અને કભી ખુશી કભી ગમ ના બધા જ ગીતો જેના પર હું હાથમા દુપટ્ટો લઈ તેને કાજોલની સાડી સમજતો અને આ બધા સોન્ગ પર ડાન્સ કરતો, બસ ત્યારથી જ એક રોમેન્ટિક હીરો તરીકે મારા મગજમાં તેની એક છબી બની ગઈ છે.

  એક દશકા પછી જ્યારે મારામાં થોડી સમજ આવી તો એક રોમેન્ટિક હીરોની સાથે હું તેને એક એક્ટર તરીકે પણ ઓળખતો થયો અને તેની એક્ટિંગને સમજ્યા. મને સમજ પડી કે આ એ એક્ટર છે જેણે તેના કરિયરના શરૂઆતથી જ ચેલેન્જીસનો સામનો કર્યો છે.

  એક એવો સમય હતો જ્યારે બોલીવુડ એક્ટર્સ નિશ્ચિત પ્રકારના જ રોલ કરતા હતા તેવા સમયે શાહરુખે એવા પાત્રો ભજવ્યા કે જે એકદમ અલગ હતા, મનોરંજનમાં કંઈક નવો સ્વાદ ઉમેરી રહ્યાં હતા. તેણે એવા અલગ પાત્રો ભજવ્યા જે હજી પણ વખણાય છે. આ ચેલેન્જીંગ પાત્રોમાં તે પોતાની હીરોઈન સામે નાસમજ અને કમજોર સાબિત થવામાં અસહજ નહતો, પોતાની નિષ્ફળતાઓની વાત કરવામાં ખચકાતો નહોતો.

  ડર, બાઝીગર અને અંજામ જેવી ફિલ્મોમાં શાહરુખ વિલન તરીકે પણ જોવા મળ્યો. તેને ખબર હતી કે સામાન્ય પાત્ર ભજવવામાં રિસ્ક ઓછું છે અને આવા પાત્રમાં રિસ્ક વધારે છતા પણ આ આવા પાત્ર ભજવવાનો તેણે નિર્ણય કર્યો હતો.

  માત્ર સેફ રોલ કરીને રિસ્ક લીધા વગર જ કિંગ ખાન તો ન જ બની શકાય. તેની માટે તમારે કમ્ફર્ટ ઝોનની બહાર આવી પાત્રો ભજવવા પડે. શાહરુખ ખાન પાસેથી શીખવા જેવી બાબતોમાંથી આ પણ એક છે. લગભગ 17 વર્ષની ઉંમરે જ્યારે જીવનમાં કંઈક મેળવી લેવાની મારી ચાહ તેના ચરમ પર હતી, ત્યારે ફરી એકવાર મેં શાહરુખનું જ ઉદાહરણ લીધુ. તેમનાથી પ્રેરણા અને ઉદાહરણ લેવાથી મને એ વાતનો અહેસાસ થયો કે હું તેમની સાથે જ મોટો થઈ રહ્યો છું. આ એક એવી કલ્પના હતી જેણે જીવનના ઘણા પ્રશ્નો અને ઘણી વસ્તુઓ સરળ બનાવી દીધી છે.

  યસ બોસ ફિલ્મનું ગીત ચાંદ તારેના લિરિક્સ, સારી દુનિયા પર મે છાંઉ... બસ ઈતના સા ખ્વાબ હૈ.. લૂપમાં વાગતું કેમ કે આ ગીતથી એક સકારાત્મક ઉર્જા મળતી. ગીતના શબ્દો, મેરે પીછે.. મેરે આગે.. હાથ જોડે દુનિયા ભાગે.. બસ ઈતના સા ખ્વાબ હૈ.. આ માત્ર ગીત નથી પણ જે લોકો શાહરુખને જોઈને મોટા થયા છે તમનું પણ આ સપનું છે.

  એક વ્યક્તિ તરીકે મારો વિકાસ ઘણા અંશે શાહરુખ અને તેની ફિલ્મો સાથે જોડાયલો છે. સમયની સાથે શાહરુખ પ્રત્યેની મારી ધારણા અને દ્રષ્ટિકોણ બદલાયો છે. એક રોમેન્ટિક હીરોથી ગંભીર એક્ટર તરીકે, એક ગ્લોબલ આઈકોન અને સુપર સ્ટારથી આપણાં જેવો જ સપના જોતાં એક સામાન્ય માણસ તરીકે ઘણી વસ્તુઓ બદલાઈ છે.

  દરેક સુનિલ જેનો પ્રેમ વ્યાખ્યાયિત નથી થયો અને એક રાજ જે દરેક વખતે પ્રેમની એક વ્યાખ્યા આપે છે. જ્યારે મોહન ભાર્ગવ કહે છે કે આપણો દેશ પરફેક્ટ નથી પણ તે સુધરી શકે છે અને ડૉ જહાંગીર જે પરિવારો માટે પણ આ જ વાત કહે છે. દરેક કબીર ખાન જેની ઓળખ પર સવાલ કરવામાં આવ્યા, જ્યારે રાજ આર્યન તેની પ્રેમિકાનો હાથ નથી પકડી શકતો તો એક રિઝવાન ખાન આવે છે, વીર પ્રતાપ સિંહ પોતાના પ્રેમ માટે સરહદને પણ પાર જાય છે.

  આ પણ વાંચોક્રિકેટર અજય જાડેજા પર આવી ગયું હતું માધુરીનું દિલ, માત્ર આ એક ભૂલથી આ સંબંધનો આવ્યો અંત

  આ બધી વસ્તુ માટે મને ઘણી બધી વખત પૂછવામાં આવે છે કે જે પ્રમાણે તુ દરેક વાતે શાહરુખને અનુસરી રહ્યો છે, આ બહું વધારે નથી. કદાચ કોઈની સાથે નખશીખ રીલેટ કરવું એપણ માત્ર દુરથી અને તેને ઓળખ્યા વિના એ વધારે હોઈ શકે છે. બધા જ સવાલોની સૌથી નજીકનો જો હું કોઈ જવાબ શોધી શકતો હોઉં તો એ અખીલ કાત્યાલની એક કવિતા છેઃ

  "શાયદ ઈસલીયે કુછ લોગો કે હલક મે ફસતા હૈ.. કી એક શાહરુખ મે પુરા હિન્દુસ્તાન બસતા હૈ."
  First published: