Home /News /entertainment /South Indian ફિલ્મોમાં સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ ગણાય છે સમંથા અને નયનતારા, અહીં જાણો તેમની સેલેરી અંગે
South Indian ફિલ્મોમાં સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ ગણાય છે સમંથા અને નયનતારા, અહીં જાણો તેમની સેલેરી અંગે
સમંથા અને નયનતારા ફી
સમંથા (Samantha Ruth Prabhu) એ 2010માં તેલુગુ રોમેન્ટિક ફિલ્મ યે માયા ચેસાવેથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું, પોતાની ફિલ્મોની મળેલી જોરદાર સફળતાને પગલે તેણે પોતાના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કર્યો છે
તાજેતરમાં આવેલી પુષ્પાઃ ધ રાઇઝ (Pushpa: The Rise)ના ગીતમાં જોવા મળનાર સમંથા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu)એ તમિલ અને તેલુગુ ફિલ્મ (Tamil and telugu films) ઉદ્યોગોમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. તે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ (South Indian film industry) માં બીજા ક્રમની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી હોવાનું અહેવાલો કહી રહ્યા છે. સૌથી વધુ કમાણી કરનારી દક્ષિણ ભારતીય અભિનેત્રીઓની યાદીમાં નયનતારા (Nayanthara) ટોચના સ્થાને છે. આ યાદીમાં બીજા નંબરે સમંથા (Samantha Ruth Prabhu) છે.
સમંથાએ 2010માં તેલુગુ રોમેન્ટિક ફિલ્મ યે માયા ચેસાવેથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન ગૌતમ વાસુદેવ મેનને કર્યું હતું. સમંથાએ અત્યાર સુધીમાં અસંખ્ય પુરસ્કારો પણ મેળવ્યા છે, જેમાં છ દક્ષિણ ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ચાર ફિલ્મફેર એવોર્ડ સાઉથ અને બે આંધ્રપ્રદેશ સ્ટેટ નંદી એવોર્ડનો સમાવેશ થાય છે. પોતાની ફિલ્મોની મળેલી જોરદાર સફળતાને પગલે તેણે પોતાના મહેનતાણામાં નોંધપાત્ર વધારો કર્યો છે.
અહેવાલો અનુસાર, રોલ, પ્રોડક્શન હાઉસ અને અન્ય પરિબળોના આધારે સમંથાની ફી એક ફિલ્મ માટે 3થી 5 કરોડ રૂપિયાની વચ્ચે હોય છે. એવું પણ કહેવાય છે કે, ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝમાં સમંથાએ ડાન્સ નંબર માટે 5 કરોડ રૂપિયાની માતબર રકમ લીધી હતી.
સમંથાને નીથને એન પોનવાસાન્થમ અને ઇગામાં અભિનય માટે એક વર્ષમાં શ્રેષ્ઠ અભિનેત્રી તમિલ અને શ્રેષ્ઠ અભિનેત્રી તેલુગુનો ફિલ્મફેર એવોર્ડ મળ્યા હતા. આ એવોર્ડ મેળવનારી તે માત્ર બીજી મહિલા છે. આ ઉપરાંત ડૂકુડુ, સીતામ્મા વકિતિઓ સિરીમલે ચેટ્ટુ, અત્તરિંટિકી ડારેડી અને કાઠ્ઠી જેવી બોક્સ ઓફિસ પરની હિટ ફિલ્મોમાં પણ સામંથા પોતાની ભૂમિકાઓ માટે જાણીતી છે.
સમંથા અભિનય કરવા ઉપરાંત મહિલાઓ અને બાળકોને તબીબી સહાય પૂરી પાડવા માટે પ્રત્યુષા નામની NGO પણ ચલાવે છે. તે પ્રોડક્ટ લોન્ચ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને ઇવેન્ટ્સમાંથી થતી આવક NGOને દાનમાં આપે છે. તે મહિલાઓ માટેના કપડાંની બ્રાન્ડ Saakiની માલિકી ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે, સમંથાની આગામી તમિલ ફિલ્મ કાથુવાકુલા રેંડુ કાધલ છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન વિગ્નેશ શિવાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર