પોર્નોગ્રાફી કેસમાં આરોપી RAJ KUNDRA દોષિત જાહેર થાય તો જાણો કેટલાં વર્ષની થાય જેલ?

રાજ કુન્દ્રાને થઇ શકે ઓછામાં ઓછી 5 વર્ષની જેલ

શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra Arrest)ની ધરપકડ થઇ ગઇ છે. કુન્દ્રા વિરુદ્ધ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનો આરોપ છે. આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: શિલ્પા શેટ્ટીનાં પતિ રાજ કુન્દ્રા (Raj Kundra Arrest)ની ધરપકડ થઇ ગઇ છે. કુન્દ્રા વિરુદ્ધ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવાનો આરોપ છે. આ મામલે તેની ધરપકડ કરવામાં આવી છે. તેનાં પર ઇન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો વેપાર કરવાનો આરોપ છે. ઇન્ટરનેટ ઉપર પોર્નોગ્રાફી એક મોટો બિઝનેસ બની છે. ફોટો, વીડિયો, ટેકસ્ટ, ઓડિયો જેવી બાબતો પોર્નોગ્રાફીમાં આવે છે. આ પ્રકારની સામગ્રી પ્રકાશિત કરવી, કોઈને મોકલવી અથવા અન્ય કોઈ માધ્યમથી પ્રકાશિત કરવી અને મોકવો એક ગુનો છે. આ માટે એન્ટી પોર્નોગ્રાફી લૉ આપણાં દેશમાં છે

  IT એક્ટ તથા IPC હેઠળ થઇ શકે સજા
  આ કેસમાં IT કાયદાની 2009ની કલમ 67 (a) તથા IPCની કલમ 292, 293, 294, 500, 506 તથા 509 હેઠળ સજાની જોગવાઈ કરવામાં આવી છે. ગુનાની ગંભીરતા જોતા પહેલી ભૂલ પર પાંચ વર્ષની જેલ અથવા 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જોકે, બીજી ભૂલ પર જેલની સજા 7 વર્ષ સુધી વધી શકે છે.

  રાજ કુંદ્રા પર આ નીચેની કલમ લગાવવામાં આવી છે.

  IPC કલમ 292, 293 - અશ્લીલ સામગ્રી બનાવવી તથા વેચવી તથા કલમ 420 - વિશ્વાસઘાત, છેતરપિંડી ઇન્ફર્મેશન ટેક્નોલિજી એક્ટ કલમ 67, 67 (a) - ઇલેક્ટ્રોનિક ફોર્મમાં અશ્લીલ સામગ્રી નાખવી તથા પ્રસાર કરવો ઇન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઓફ વિમેન (પ્રોહિબિશન) એક્ટ, કલમ 2(g) 3, 4, 6, 7 - મહિલાઓ સંબંધિત અશ્લિલ સામગ્રી બનાવવી અને તેને વેચવી અને પ્રસાર કરવો.

  અન્યનાં નગ્ન કે અશ્લીલ વીડિયો તૈયાર કરવા અથવા MMS બનાવવા અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી આ પ્રકારની સામગ્રી મોકલવી અથવા કોઈની મરજી વિરુદ્ધ અશ્લીલ સંદેશ મોકલવો તે આ કાયદા હેઠળ ગુનો છે. પોર્નોગ્રાફી પ્રકાશિત, પ્રસારિત કરવી તથા ઇલેક્ટ્રોનિક માધ્યમથી અન્ય સુધી પહોંચાડવી ગેરકાનૂની છે. અશ્લીલ સામ્રગીને જોવી, વાંચવી કે સાંભળવી ગેરકાનૂની નથી. તેમજ ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ ગેરકાયદેસર માનવામાં આવે છે.
  Published by:Margi Pandya
  First published: