'કબીર સિંહ'માં શાહિદ-કિયારા વચ્ચે કેટલા છે કિસિંગ સીન્સ?

News18 Gujarati
Updated: May 14, 2019, 10:29 AM IST
'કબીર સિંહ'માં શાહિદ-કિયારા વચ્ચે કેટલા છે કિસિંગ સીન્સ?
ફિલ્મ કબીર સિંહનું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે

શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: શાહિદ કપૂર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ 'કબીર સિંહ'નું ટ્રેલર લોન્ચ થઇ ગયું છે. ફિલ્મનું ટ્રેલર લોકોને પસંદ પડી રહ્યું છે. શાહિદના રોમેન્ટિક ડ્રામાને ફેન્સ હમણાંથી જ સુપરહિટ ગણાવી રહ્યાં છે. ટ્રેલરમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી વચ્ચે કિસિંગ સીન્સ જોવા મળ્યાં. કબીર સિંહના ટ્રેલર લોન્ચ પ્રસંગે કિયારા અડવાણીને પૂછવામાં આવ્યું હતું કે, ફિલ્મમાં તેના શાહિદ સાથે કેટલા કિસિંગ સીન્સ છે?

તેના જવાબમાં કિયારા અડવાણીએ કહ્યું કે, મેં ગણ્યા નથી. તમારે એ જાણવા માટે 21 જૂને ફિલ્મ જોવી પડશે. ત્યાં જ, શાહિદ કપૂરે તેનો જવાબ આપતાં કહ્યું કે, આ વાતના તો પૈસા છે. તમારે ફિલ્મ જોવી પડશે. કબીર સિંહનું ડાયરેક્શન સંદીપ વાંગાએ કર્યું છે.

ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયા બાદ શાહિદની એક્ટિંગના સોશિયલ મીડિયા પર વખાણ થઇ રહ્યાં છે. ફિલ્મ 'કબીર સિંહ'નાં કિરદારમાં શાહિદ એક મેડિકલ સ્ટૂડન્ડનાં કિરદારમાં નજર આવે છે. જે ખૂબ જ ગુસ્સાવાળો છે અને તેને એક કોલેજની યુવતી સાથે પ્રેમ થઇ જાય છે. આ યુવતી છે કિઆરા અડવાણી, જે એક દિવસ તેનાં જીવનથી દૂર ચાલી જાય છે.

આ પણ વાંચો: સુનીલ શેટ્ટીએ સ્વીકારી ભૂલ, અક્ષય-અજય દેવગણને કર્યા યાદ

આ આઘાત અને દુ:ખથી પરેશાન ડોક્ટર 'કબીર સિંહ'ની નશામાં ધરપકડ થઇ જાય છે. નશા અને ગુસ્સાનાં ઓવરડોઝને કારણે તે ભટકી જાય છે અને આ જ છે ફિલ્મની કહાની.
First published: May 14, 2019
વધુ વાંચો
अगली ख़बर