Home /News /entertainment /

...જ્યારે કપિલ શર્મા આમંત્રણ વગર મન્નત પહોંચી ગયો, જુઓ શાહરૂખ ખાને શું કર્યું? હાસ્ય કલાકારે ખુલાસો કર્યો

...જ્યારે કપિલ શર્મા આમંત્રણ વગર મન્નત પહોંચી ગયો, જુઓ શાહરૂખ ખાને શું કર્યું? હાસ્ય કલાકારે ખુલાસો કર્યો

કપિલ શર્મા અને શાહરૂખ ખાન

કપિલ શર્મા (Kapil Sharma) શાહરુખ ખાન (Shahrukh Khan) ના ઘરે આમંત્રણ વગર પહોંચ્યો અને એ પણ મોડી રાત્રે 3 વાગ્યે! પછી જે થયું તે રસપ્રદ

    મુંબઈઃ કોમેડિયન કપિલ શર્મા (Kapil Sharma) હવે તેના નવા શો 'આઈ એમ નોટ ડન યેટ' (I'm Not Done Yet)ને લઈને ચર્ચામાં છે. જેમાં કપિલ સ્ટેન્ડઅપ કોમેડી (Comedy) દ્વારા દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના પહેલા એપિસોડમાં કપિલ તેના જીવનની ઘણી વાતો શેર કરતો જોવા મળ્યો હતો. હવે તેણે પોતાની સાથે જોડાયેલો વધુ એક કિસ્સો શેર કર્યો છે, જેના દ્વારા તેણે જણાવ્યું છે કે, કેવી રીતે એકવાર તે બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ઘરે આમંત્રણ વિના પહોંચી ગયો હતો. વાત અહીં જ અટકતી નથી કેમ કે કપિલ શાહરુખ ખાનના ઘરે આમંત્રણ વગર પહોંચ્યો અને એ પણ મોડી રાત્રે 3 વાગ્યે ! આ દરમિયાન શાહરૂખના ઘરે પાર્ટી ચાલી રહી હતી. આ દરમિયાન શાહરૂખે કપિલનું સ્વાગત કેવી રીતે કર્યું તે પણ કપિલે જણાવ્યું.

    કપિલ શર્માએ શાહરૂખ ખાન સાથે જોડાયેલી કહાની વિશે જણાવ્યું કે, તે પોતાની કઝીન સાથે કારમાં 'મન્નત' પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારબાદ તેની પિતરાઈ બહેને શાહરૂખ ખાનનું ઘર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે, કપિલ તે સમયે નશાની હાલતમાં હતો, તેથી તેણે પણ તેની વાત સ્વીકારી લીધી હતી અને શાહરૂખના ઘરે આમંત્રણ વગરનો મહેમાન બની ગયો હતો.

    કપિલ શર્માએ કહ્યું, 'અમે ત્યાં ગયા ત્યારે ત્યાં (શાહરુખ ખાનના ઘરે) પાર્ટી ચાલી રહી હતી. દરવાજા ખુલ્લા હતા અને મેં મારી લોકપ્રિયતાનો દુરુપયોગ કરવાનું નક્કી કર્યું. મેં ડ્રાઈવરને કહ્યું, કાર અંદર લઈ જાઓ. સિક્યોરિટી ગાર્ડે મારો ચહેરો જોયો અને મને ઓળખી અંદર જવાની પરવાનગી આપી. તેણે વિચાર્યું કે અમને પાર્ટીમાં બોલાવવામાં આવ્યા હશે. તેથી તેણે અમને જવા દીધા."

    કપિલે વધુમાં કહ્યું કે, 'જ્યારે અમે અંદર ગયા, ત્યારે મને સમજાયું કે અમે યોગ્ય કામ નથી કરી રહ્યા. મેં પાછા જવાનું નક્કી કર્યું. ત્યારે શાહરૂખ ખાનનો મેનેજર આવ્યો. તેણે અમને અંદર બોલાવ્યા. તે સમયે 3 વાગ્યા હતા અને મેં કપડાંમાં પણ શોર્ટ પહેર્યું હતું અને હું ફૂલ નશામાં હતો. દરવાજો ખોલ્યો તો ગૌરી ભાભી અને તેના ત્રણ-ચાર મિત્રો બેઠા હતા. મેં તેમને હેલો કહ્યું. તો તેણે કહ્યું, શાહરૂખ અંદર છે, પ્લીઝ."

    આ પણ વાંચો'I’m Not Done Yet' Review : કપિલ શર્માના નેટફ્લિક્સ શોની કોમેડી નબળી, પરંતુ શાનદાર વાર્તાઓથી ભરપૂર

    કપિલે કહ્યું આવી હાલતમાં હું પહોંચી જ ગયો હતો, પછી જ્યારે હું અંદર ગયો તો શાહરૂખ ખાન પોતાની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યો હતો. હું તેની પાસે ગયો અને કહ્યું માફ કરજો ભાઈ, મારી કઝીન અહીં છે અને તે તમારું ઘર જોવા માંગતી હતી. ગેટ ખુલ્લો હતો અને હું અંદર આવી ગયો. તો શાહરૂખ જવાબમાં કહે છે- 'મારા બેડરૂમનો દરવાજો ખુલ્લો હશે તો શું તમે તેમાં પણ અંદર જશો?' પરંતુ તે ગુસ્સે ન થયો, તેણે કલાકો સુધી ડાન્સ કર્યો. કપિલ પાર્ટીમાં સૌથી છેલ્લે પહોંચ્યો હતો. શાહરૂખ તેને ડ્રોપ કરવા માટે નીચે આવ્યો અને ત્યારબાદ તેના સ્ટાફે પણ કપિલ સાથે ફોટા પડાવ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Kapil Sharma, Kapil sharma show, Shahrukh Khan

    આગામી સમાચાર