Home /News /entertainment /Tunisha Sharma Case: શીજાન ખાને તુનિષાને કેવી રીતે છેતરી? એક્ટ્રેસની માતાએ કેમેરા પર જણાવી એક-એક વાત
Tunisha Sharma Case: શીજાન ખાને તુનિષાને કેવી રીતે છેતરી? એક્ટ્રેસની માતાએ કેમેરા પર જણાવી એક-એક વાત
પૂછપરછ દરમિયાન શીજાને સ્વીકાર્યુ કે તે અને તુનિષા રિલેશનશિપમાં હતા.
Tunisha Sharma Case : તુનિષા શર્માની માતા વનિતા શર્માએ તેની દીકરી સાથે ટીવી શૉમાં કામ કરનારા અને આ કેસમાં ધરપકડ કરાયેલા એક્ટર શીજાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુનિષાની માતાએ કહ્યું કે શીજાને તુનિષાને દગો આપ્યો છે. શીજાને તેમની દીકરીને 3-4 મહિના સુધી યુઝ કરી.
Tunisha's Mother Big Disclosure: તુનિષા શર્માની માતા વનિતા શર્માએ તેમની દીકરી સાથે ટીવી શૉમાં કામ કરનાર અને આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા શીજાન મોહમ્મદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તુનિષાની માતાએ કહ્યું શીજાને તુનિષાને દગો આપ્યો છે. શીજાને તેમની દીકરીને 3-4 મહિના સુધી યુઝ કરી છે.
શીજાને તુનિષા સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. બ્રેકઅપ કરીને શીજાને તુનિષાને દગો આપ્યો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન શીજાને સ્વીકાર્યુ કે તે અને તુનિષા રિલેશનશિપમાં હતા.
તુનિષાની માતાએ કહ્યું કે શીજાને તેની દીકરીને દગો આપ્યો. શીજાને પહેલા તુનિષા સાથે રિલેશનશિપ કરી, તે બાદ લગ્નનું વચન આપીને તુનિષા સાથે બ્રેકઅપ કર્યુ. તેનું કોઇ અન્ય યુવતી સાથે અફેર હતુ, તેમ છતાં શીજાને તુનિષાને પોતાની સાથે ઇન્વોલ્વ રાખી. ત્રણ-ચાર મહિના તેને યુઝ કરી.
તુનિષાની માતાએ શીજાનને સજા આપવાની માગ કરી
જણાવી દઇએ કે તનિષા શર્માની માતા વનિતાએ શીજાન માટે સખતમાં સખત સજાની માગ પણ કરી. તેમણે કહ્યું કે હું બસ એટલુ ઇચ્છુ છુ કે શીજાનને સજા મળવી જોઇએ. તેને છોડશો નહીં. મારી દીકરી ચાલી ગઇ છે.
તુનિષાની આત્મહત્યા બાદ એક્ટ્રેસની માતાએ તેના કો-એક્ટર શીજાન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તે કહે છે કે તુનીષાએ શીજાનથી કંટાળીને જ પોતાનું જીવન સમાપ્ત કર્યું. એક્ટ્રેસની માતાના કહેવા પ્રમાણે, તુનીષા શીજાનથી નારાજ હતી, જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુનિષા અને શીજાન રિલેશનશિપમાં હતા, પરંતુ તાજેતરમાં જ એક્ટરે તેની સાથે બ્રેકઅપ કર્યું હતું. જેના કારણે તુનિષા ખૂબ જ પરેશાન હતી.
તેની માતા અને કામના કારણે તુનિષા પહેલાથી જ ડિપ્રેશનમાં હતી, જેના માટે તે દવાઓ લેતી હતી. આવી સ્થિતિમાં તે શીજાન સાથેના બ્રેકઅપથી વધુ ડિપ્રેસ થવા લાગી અને 24 ડિસેમ્બરે તેણે આત્મહત્યા કરી લીધી. તુનીષાની આત્મહત્યા પછી, તેના પરિવારની ફરિયાદ પર, વાલિવ પોલીસે શીજાન મોહમ્મદ ખાન વિરુદ્ધ FIR નોંધી અને એક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર