Home /News /entertainment /

જલ્દી જવાન થવા માટે હંસિકા મોટવાની ઈન્જેક્શન લેતી હતી, 16 વર્ષની ઉંમરમાં બોલ્ડ દેખાવા લાગી

જલ્દી જવાન થવા માટે હંસિકા મોટવાની ઈન્જેક્શન લેતી હતી, 16 વર્ષની ઉંમરમાં બોલ્ડ દેખાવા લાગી

માત્ર 16 વર્ષની ઉંમરમાં હંસિકા મોટવાની બોલ્ડ દેખાતી હતી.

સાઉથ ઈન્ડિયન સિનેમાની સુપરસ્ટાર એક્ટ્રેસ હંસિકા મોટવાની આજે (મંગળવાર) પોતાનો 31મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. હંસિકા મોટવાનીએ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી અને ટીવી શો 'શાકા લાકા બૂમ બૂમ' દ્વારા ફેમશ થઈ હતી. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે હંસિકાનું કામ ઘણું પસંદ કરવામાં આવતું પરંતુ તેના પછી તે પડદાથી ગાયબ થઈ ગઈ.

વધુ જુઓ ...

    ચાઈલ્ડ આર્ટિસ્ટને માતાએ લગાવ્યા હતા આવા ઈન્જેક્શન

    ઘણા સમય સુધી હંસિકા મોટવાની લાઈમલાઈટથી દૂર રહી અને પછી તેણે અચાનક લીડ રોલમાં વાપસી કરી. હંસિકા મોટાવાની ઘણા ઓછા સમયમાં દર્શકોને ઘણી બદલાયેલી જોવા મળી. તે પહેલ કરતા ઘણી મેચ્યોર થઈ ગઈ છે. જો કે, તેની પાછળનું કારણ થોડા સમય પછી સામે આવ્યું જે જાણીને બધાને આશ્ચર્ય થયું હતું.

    View this post on Instagram

    A post shared by Hansika Motwani (@ihansika)

    16 વર્ષની ઉંમરમાં હંસિકા કેવી રીતે આટલી મેચ્યોર દેખાય છે?

    માત્ર 16 વર્ષની ઉંમરમાં હંસિકા મોટવાની આટલી મેચ્યોર દેખાતી હતી તેનું કારણ તેની માતા દ્વારા આપવામાં આવેલા હોર્મોનલ ઈન્જેક્શન. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, હંસિકાની માતા તેની કરિયરને લઈને ઘણી સિરિયસ હતી અને તેમણે પોતાની દીકરીને હોર્મોન્સના ઈન્જેક્શન લગાવ્યા જેથી તે હિમેશ રેશમિયાની ફિલ્મ આપકા સુરૂર દ્વારા લીડ એક્ટ્રેસ વાપસી કરી શકે.

    બોક્સ ઓફિસ પર ફ્લોપ થતી ગઈ ફિલ્મો

    જો કે, હંસિકા મોટવાનીને એક સફળ સ્ટાર બનાવવા માટે તેની માતાની મહેનત કોઈ કામમાં ન આવી કેમ કે તે ફિલ્મોમાં તે મેજીક ન બતાવી શકી જેનું સપનું કોઈપણ એક્ટ્રેસ જુએ છે. 'આપકા સુરુર' પછી હંસિકા 'મની હૈ તો હની હૈ' ફિલ્મમાં જોવા મળી હતી, જો કે, આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર ખરાબ પ્રદર્શન કર્યું. કહેવાય છે કે એક બાજુ હંસિકાના પિતા આ બધી વસ્તુથી નારાજ થઈ ગયા હતા અને તેમને પોતાનું ઘર છોડી દીધું હતું.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Birthday Special, Hansika Motwani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन