Home /News /entertainment /YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

YO YO Honey Singh: પત્નિનો આરોપ- નશાની હાલતમાં રૂમમાં ઘૂસી આવ્યા હતા સસરા, છાતી પર હાથ ફેરવ્યો હતો

યો યો હની સિંહ (YO YO Honey Singh)ની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ તેનાં વિરુદ્ધ કેસ કર્યો છે. એટલું જ નહીં આ સાથે જ શાલિનીએ વચગાળાનાં વળતર પેટે 10 કરોડ રૂપયિાની માંગણી કરી છે. અને તેનાં સસરા પર પણ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ મુક્યો છે.

યો યો હની સિંહ (YO YO Honey Singh)ની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ તેનાં વિરુદ્ધ કેસ કર્યો છે. એટલું જ નહીં આ સાથે જ શાલિનીએ વચગાળાનાં વળતર પેટે 10 કરોડ રૂપયિાની માંગણી કરી છે. અને તેનાં સસરા પર પણ સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ મુક્યો છે.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબી સિંગર અને એક્ટર યો યો હની સિંહ (YO YO Honey Singh)વિરુદ્ધ તેની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ હેઠળ હની સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને તેણે વચગાળાનું 10 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે. પોતાની અરજીમાં શાલિનીએ સસરા પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ મુક્યો છે. શાલિનીએ એ સસરા પર સનસનાટીભર્યો આરોપ મૂકતા કહ્યું હતું કે એક દિવસ જ્યારે રૂમમાં કપડાં બદલતી હતી ત્યારે અચાનક જ તેના સસરા નશાની હાલતમાં રૂમમાં આવી ગયા હતા અને તેની છાતી પર હાથ ફેરવ્યો હતો. શાલિની તલવારે દાવો કર્યો છે કે હની સિંહે તેને અનેકવાર માર માર્યો છે. તે છેલ્લાં કેટલાંક વર્ષોથી સતત ડરમાં જીવે છે. તેને એવું લાગે છે કે હની સિંહ તથા તેનો પરિવાર તેને શારીરિક રીતે હાનિ પહોંચાડશે.

  આ પણ વાંચો- Nia Sharma: શેર કરી બોલ્ડ તસવીરો તો સોશિયલ મીડિયા પર ફિમેલ ફેને લખ્યું 'Too Sexy'

  વકીલ સંદીપ કપૂર, અપૂર્વા પાંડે તથા જીજી કશ્યપે શાલિની તલવાર તરફથી કોર્ટમાં અરજી કરી છે. શાલિનીએ અરજીમાં કહ્યું હતું કે માનસિક હેરાનગતિ તથા મારપીટને કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને તેણે સારવાર પણ કરાવી હતી.ચીફ મેજિસ્ટ્રેટ તાનિયા સિંહે હની સિંહને નોટિસ ઇસ્યુ કરી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તે નોઇડા સ્થિત જોઇન્ટ પ્રોપર્ટીને થર્ડ પાર્ટી રાઇટ્સ ના આપે અથવા તો એને વેચે નહીં. આ ઉપરાંત પત્નીની જ્વેલરી તથા અન્ય સંપત્તિને વેચી શકશે નહીં. શાલિની તલવારે પોતાની અરજીમાં શારીરિક, માનસિક, શાબ્દિક, ઇમોશનલ રીતે તેની પર પતિ તથા સાસરિયાંએ અત્યાચાર કર્યો હોવાનો આરોપ મૂક્યો છે.

  આ પણ વાંચો-TARAK MEHTA: બબતીજીથી સુંદરવીરા સુધી.. શોમાં હોવા છતાય કેમ નથી જોવા મળી રહ્યાં આ પાત્રો?

  શાલિનીએ હની સિંહ પર આરોપ મુક્યો છે કે, લોકપ્રિય થયો પછી તેના અનેક મહિલાઓ સાથે શારીરિક સંબંધો હતા. તે હંમેશાં લગ્નની વાત છુપાવીને રાખતો હતો. તે પરિણીત હોવાની એકપણ નિશાની જાહેર કરવા માગતો નહોતો અને તેથી જ તેણે સગાઈમાં જે હીરાની રિંગ પહેરાવી હતી એ પણ કાઢી નાખી હતી.

  શાલિનીએ અરજીમાં એવું પણ કહ્યું હતું કે લગ્ન બાદ જ હની સિંહનું કરિયર પણ શરૂ થઈ ગયું હતું. તેને અનેક શો, ગીતો તથા પ્રોજેક્ટ મળતા હતા. તેણે કામ માટે વિશ્વભરમાં ટૂર પણ કરવાનું શરૂ કર્યું હતું. તમામ શો તથા અન્ય કામોના પેમેન્ટ મોટા ભાગે રોકડ રકમમાં જ આવતા હતા. જોકે હની સિંહે તેને ક્યારેય આવક અંગે કોઈ વાત કરી નથી. તે હંમેશાં માતા-પિતાને જ પૈસા આપતો હતો.

  આ પણ વાંચો- BellBottom: લારા દત્તાનું પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તરીકે ટ્રાન્સફોર્મેશન જોઇ છક થઇ ગયા ફેન્સ

  શાલિનીએ કોર્ટમાં મેન્ટલી તથા ફિઝિકલી હેરેસમેન્ટના કેટલાક પુરાવા આપ્યા છે અને વિનંતી કરી છે કે પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ, 2005 હેઠળ કોર્ટ કાર્યવાહી કરે. વધુમાં તેણે હની સિંહ પાસેથી 10 કરોડ રૂપિયાનું વચગાળાનું વળતર માગ્યું છે. આ ઉપરાંત તે દિલ્હીમાં શાંતિથી રહી શકે એ માટે હની સિંહ દર મહિને પાંચ લાખ રૂપિયાનું ભાડું આપે, જેથી તે વિધવા માતા પર નિર્ભર ના રહે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Father in Law Sardaar Sarabjit Singh, Sexual Harrestment Case, Yo Yo Honey Singh, YShalini Talwar

  विज्ञापन
  विज्ञापन