કોરોનાએ લીધા હોલિવૂડ સુપરસ્ટારના પ્રાણ, 'You'માં ભજવ્યો હતો મહત્વનો રોલ

માર્ક બ્લમ

માર્કની મૃત્યુના સમાચાર તેમની પત્નીએ ઇ મેલ દ્વારા આપ્યા હતા.

 • Share this:
  કોરોના વાયરસ (Coronavirus)ના કારણે હાલ દુનિયાભરમાં મૃત્યુઆંક 24,090 સુધી પહોંચ્યો છે. અને આ લોકોમાં અનેક તેવા જાણીતા ચહેરા છે જે આ દુનિયાથી જલ્દી જ કોરોનાના કારણે વિદાય લઇ ચૂક્યા છે. ત્યારે હવે આ લિસ્ટમાં હોલિવૂડના જાણીતા સ્ટાર માર્ક બ્લમ (mark Blum)નું પણ નામ જોડાયું છે. કોરોના વાયરસના કારણે માર્કનું નિધન થયું છે. તેમણે નેટફિક્સની વેલ સીરિઝ Youમાં મહત્વનો રોલ ભજવ્યો હતો.

  માર્ક બ્લમ (Mark Blum Dead) ના નિધનની સૂચના તેમની પત્ની જૈનેટ જૈરિશે ઇ મેલના માધ્યમથી આપી હતી. માર્કની સારવાર ન્યૂયોર્ક (New York)ની હોસ્પિટલમાં ચાલી રહી હતી અને ત્યાં જ તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. SAG-AFTRA ના વાઇસ પ્રેસીડન્ટ રેબેકા જૈમેને માર્કના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે તે એક શ્રેષ્ઠ એક્ટર હતા અને તે હંમેશા એક નવા જોશ સાથે કામ કરતા હતા. માર્કે ન્યૂયોર્ક થિયેટર કમ્યૂનિટીના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. માર્કની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ અનેક મોટી ફિલ્મોમાં કામ કર્યું છે.


  ન્યૂયોર્કમાં કોરોના વાયરસના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. જાણકારો ન્યૂયોર્કને બીજું વૂહાન થવાની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં જ મુંબઇના જાણીતા શેફનું પણ ન્યૂયોર્કમાં નિધન થયું હતું. બીજી તરફ ભારતમાં કોરોના 729 લોકો કેસ સામે આવ્યા છે તેમાંથી રોગ મુક્ત થનારની સંખ્યા 67 છે અને 18 લોકોની ભારતમાં કોરોના વાયરસના કારણે મોત થઇ ગઇ છે. ગુરુવારે કોરોના માટે સરકાર એક લાખ સત્તર હજાર કરોડનું રાહત પેકેજ બહાર પાડ્યું છે.
  Published by:Chaitali Shukla
  First published: