Home /News /entertainment /'મારુ ચાલે તો હું...' અવતાર બાદ ટાઇટેનિકને યાદ કરી કેટે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

'મારુ ચાલે તો હું...' અવતાર બાદ ટાઇટેનિકને યાદ કરી કેટે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

ફોટોઃ @kate.winslet.official

Kate Winslet & Titanic: જેમ્સ કેમરુનની આઇકોનિક ફિલ્મ 'ટાઇટેનિક'ની મુખ્ય કલાકાર રહેલી કેટ વિંસવેટને ફિલ્મના સીન્સને લઈને આપવામાં આવેલી ટિપ્પણી આજે પણ પરેશાન કરે છે.ફિલ્મની રિલીઝના 25 વર્ષ પુરા થતા હૉલિવૂડ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ જેમ્સ કેમરુન (James Cameron)ની આઇકૉનિક ફિલ્મ 'ટાઇટેનિક' (Titanic)ને રિલીઝ થયા આજે પુરા 25 વર્ષ પુરા થઈ ગયા છે. આ ફિલ્મ તે સમયે બોક્સ ઓફિસ પર તહલકો મચાવી રહી હતી અને આજે પણ આ ફિલ્મનું જાદુ કાયમ છે. આ ફિલ્મમાં લીડ રોલ ભજવનારા કેટ વિંસવેટે હાલમાં એક ઈન્ટરવ્યુમાં પોતાની ફિલ્મ અને પાત્ર સાથે જોડાયેલા અમુક રસપ્રદ ખુલાસા કર્યા છે. કેટ વિંસલેટ અનુસાર ફિલ્મમાં તેમના દ્વારા કરવામાં આવેલા 'રોઝ'ના પાત્ર પર લોકોએ અલગ પ્રકારની ટિપ્પણી કરી હતી.

'હૈપ્પી સૅડ કન્ફ્યુઝ્ડ' પૉડકાસ્ટની વાતચીત દરમિયાને કેટે ફિલ્મની શૂટિંગ અને સમયને યાદ કર્યો હતો. તે જણાવે છે કે તે સમયે તેણીના કરિયરની શરુઆત થઈ રહી હતી, પરંતુ મીડિયા અને લોકોએ તેણીના પાત્ર અને વ્યક્તિગત જીવન વિશે જાત-જાતની ટિપ્પણી કરી હતી, જેના કારણે તેણી ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. તેણીના અનુસાર ફિલ્મ માટે તેણીની ઘણી બૉડી-શેમિંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હોલિવૂડ ફિલ્મનું નામ ‘અવતાર’ જ કેમ રાખ્યું? 

'ટાઇટેનિક'માં રોઝનું પાત્ર ભજવવા માટે એકેડમી પુરસ્કાર માટે નોમિનેટેડ એક્ટ્રેસ, મીડિયાના ક્રૂર વ્યવહાર વિશે હંમેશા સ્પષ્ટ નિવેદનો આપતી હોય છે. તેણીએ જણાવ્યુ કે, "તે ઉંમરમાં પોતાના વિશે આટલું બધું વાંચવું મારા માટે ખૂબ જ નિરાશાજનક હતું."

કેટ વિંસલેટ આગળ કહે છે "દેખીતી રીતે, હું ખૂબ જ જાડી હતી. શું તે કહેવું ભયાનક નથી? તે લોકો મારી સાથે આટલા ખરાબ કેમ હતાં? જો મેં સમયને પાછળ લઈ જઈ શકત તો હું મારા અવાજને બિલકુલ અલગ રીતે ઉઠાવત. હું એ પત્રકારોને કહેત કે મારી સાથે આવો વ્યવહાર કરવાની હિંમત બિલકુલ ના કરતા. હું તેમના દરેક સવાલના જડબાતોડ જવાબ આપત."

આ પણ વાંચોઃ સુઝેન ખાને બોયફ્રેન્ડને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પૂર્વ પતિ હૃતિક રોશને આપી આવી પ્રતિક્રિયા

ફરી એકવાર સાથે આવ્યા કેટ અને કેમરુન


એક્ટ્રેસ કેટ વિંસલેટને છેલ્લીવાર 'ટાઇટેનિક' નિર્દેશક જેમ્સલ કેમરુનની ફિલ્મ 'અવતારઃ ધ વે ઑફ વૉટર'માં જોવા મળી છે. આ ફિલ્મમાં કેટએ ટૉમ ક્રૂઝ સાથે અંડર વૉટર રેકોર્ડ તોડી દીધો. કેટે 'અવતારઃ ધ વેવ ઑફ વૉટર'ના શૂટિંગ માટે સાત મિનીટ અને 15 સેકન્ડ સુધી પાણીની અંદર પોતાનો શ્વાસ રોકી રાખ્યો હતો.

આ ફિલ્મ 16 ડિસેમ્બરે દુનિયા સામે થિયેટરોમાં રિલીઝ થઈ છે.
First published:

Tags: Entertainment news, Hollywood, મનોરંજન

विज्ञापन