The Wire સ્ટાર માઇકલ વિલિયમનું નિધન, ન્યૂયોર્ક સ્થિત ઘરમાંથી મળી ડેડબોડી

(Photo:@BKBMG)

માઇકલ વિલિયમ્સ (Micheal K Williams) જેણે સુપર હિટ સીરીઝ 'ધ વાયર' (The Wire)માં ઉમર લિટિલની ભૂમિકા અદા કરી હતી. ન્યૂયોર્ક શહેર સ્થિત તેનાં અપાર્ટમેન્ટમાં મૃત (Micheal Williams Passed Away) મળી આવ્યો છે.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અમેરિકન એક્ટર માઇકલ કે વિલિયમ્સ (Micheal K Williams), જેણે સુપર હિટ સીરીઝ 'ધ વાયર' (The Wire)માં ઉમર લિટિલની ભૂમિકા અદા કરી હતી. ન્યૂયોર્ક શહેર સ્થિત તેનાં એપાર્ટમેન્ટમાં મૃત (Micheal K william Passed Away) મળી આવ્યો હતો .એક્ટરે 54 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. ન્યૂયોર્ક પોલીસે 2 વાગ્યાની આસપાસ તેનાં ઘરેથી બોડી રિકવર કરી હતી. અત્યાર સુધી તેનાં મોતનું કારણ સ્પષ્ટ નથી થઇ શક્યું.

    એમી એવોર્ડ માટે નોમિનેટેડ માઇકલ વિલિયમ્સને HBOની બાલ્ટીમોર બેસ્ટ વેબ સીરીઝ 'ધ વાયર' (The Wire)માં તેની ભૂમિકા માટે જાણીતો છે. ન્યૂયોર્ક પોલીસ વિભાગે આ સમાચારની પુષ્ટિ કરી છે.








    View this post on Instagram






    A post shared by Michael K Williams (@bkbmg)






    ન્યૂયોર્ક પોલીસ વિભાગ (NYPD)નાં પ્રવક્તા લેફ્ટિનેન્ટ જો ગિમોએલએ આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું કે, 6 સ્પટમેન્બરનાં બપોરે 2 વાગ્યે (સ્થાનિક સમયાનુસાર) બ્રુકલિનમાં વિલિયમ્સનાં એપાર્ટમેન્ટથી એક ઇમર્જન્સી કોલ આખવ્યો હતો. જેનો પોલીસે જવાબ આપ્યો હતો.

    આ પણ વાંચો-TMKOC: મંદાર ચંદવાદકર-રાજ અનડકટની તબિયત થઇ ખરાબ, ફેન્સને થઇ રહી છે ચિંતા

    આ પણ વાંચો-HBD Radhika Apte : પ્રાઇવેટ વીડિયો લીકથી લઇ સિક્રેટ મેરેજ સુધી, રાધિકા આપ્ટે સાથે જોડાયેલાં છે ઘણાં વિવાદ


    પણ, જ્યારે પોલીસે વિલિયમ્સનાં અપાર્ટમેન્ટ પર પહોંચી તો તે મૃત હતો. બીબીસીની એક રિપોર્ટ અનુસાર, બ્રોડવોક એમ્પાયર એક્ટરનું નિધન ડ્રગ્સનાં ઓવરડોઝને કારણે થયું છે. ન્યૂયોર્ક પોલીસે પણ સ્પષ્ટ કર્યું છે કે, એક્ટરનું મોત સંબંધે પોલીસ તપાસ કરી રહી છે આ વચ્ચે મૃતક એક્ટરનાં પરિવારે સોમવારે એક સાર્વજનિક નિવેદન જાહેર કર્યું છે અને એક્ટરનાં નિધનની પુષ્ટિ કરી છે.

    આ પણ વાંચો-સિદ્ધાર્થ શુક્લાની ફેન બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવી, ડૉક્ટરે કહ્યું, 'તેનાં માટે પ્રાર્થના કરો'

    આ પણ વાંચો-સિદ્ધાર્થ શુક્લાનાં ઘરે પહોચેલાં કરણવીર બોહરાને ફોટોગ્રાફરે કહ્યું, 'ગરીબ', એક્ટર બોલ્યો- 'આવા લોકોને કારણે જ...'

    સિદ્ધાર્થ  શુક્લાનાં નિધનથી પણ ફેન્સ દુખી
    ગત દિવસોમાં ઘણાં સ્ટાર્સનાં મોતનાં સમચાાર ફેન્સને દુખી કરી ગયા. તેમાં પણ ખાસ કરીને હિન્દી ટીવી સ્ટાર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી  નિધન થઇ ગયું છે. જે વાત હજુ પણ તેનો પરિવાર, મિત્રો અને ફેન્સ પચાવી નથી શક્યાં અને તેઓ હજુ પણ દુખી છે.
    Published by:Margi Pandya
    First published: