Home /News /entertainment /The Terminal: 18 વર્ષ એરપોર્ટ પર વિતાવનાર મેહરાન કરીમી નાસેરીનું થયું નિધન, તેમના જીવનથી પ્રેરિત હતી ફિલ્મ 'ધ ટર્મિનલ'

The Terminal: 18 વર્ષ એરપોર્ટ પર વિતાવનાર મેહરાન કરીમી નાસેરીનું થયું નિધન, તેમના જીવનથી પ્રેરિત હતી ફિલ્મ 'ધ ટર્મિનલ'

ફાઇલ ફોટો

વર્ષ 2004માં આવનારી ફિલ્મ 'ધ ટર્મિનલ' જે વ્યક્તિની લાઇફથી પ્રેરિત હતી, તે વ્યક્તિનું હાર્ટ અટેકથી નિધન થઈ ગયું છે. આ વ્યક્તિનું નામ મેહરાન કરીમી નાસેરી હતું, મેહરાને પોતાના જીવનના 18 વર્ષ પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર વિતાવ્યા હતા. તેમનું નિધન એરપોર્ટ પર જ થયું હતું.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ ઈરાનથી દેશ નિકાલની સજા મેળવનાર મેહરાન કરીમી નાસેરીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેનું નિધન પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર થયું હતું. જણાવી દઈએ કે મેહરાન પર અમેરિકી ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગે 'ધ ટર્મિનલ (The Terminal)' નામની ફિલ્મ બનાવી હતી, જેના પર ઘણાં એવોર્ડ્સ પણ જીત્યા છે. મેહરાન એ વ્યક્તિ છે, જેને ઈરાનમાંથી દેશ નિકાલની સજા મળી હતી અને ઓગસ્ટ 1988થી જુલાઈ 2006 સુધી પેરિસ એરપોર્ટ પર રહ્યા હતાં. આ દરમિયાન તેના પર બનેલી ફિલ્મ 2004માં રિલીઝ થઈ હતી. રિપોર્ટ અનુસાર મહેરાનને એરપોર્ટ ટર્મિનલ 2 એફમાં હાર્ટ અટેક આવ્યો હતો.

  રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ છે કે, મેહરાન કરીમી નાસેરી હાલના અઠવાડિયાઓમાં ફરી પેરિસના ચાર્લ્સ ડી ગૉલ એરપોર્ટ પર રહેતા હતાં. તે એરપોર્ટના ટર્મિનલ 1માં રહેતા હતાં. મેહરાનને પેરિસ એરપોર્ટ પર પ્રેમથી લોકો સર અલ્ફ્રેડ મેહરાન કહીને બોલાવતા હતાં. જણાવી દઈએ કે વર્ષ 1988માં બ્રિટનમાં શરણાર્થીના રુપે રાજનૈતિક શરણ આપવાની ના પાડી દેવામાં આવી હતી જ્યાર બાદ મેહરાન પહેલીવાર એરપોર્ટ પર વસી ગયા હતાં.

  આ પણ વાંચોઃ દિગ્ગજ ફિલ્મમેકર રાકેશ શર્મા કેન્સર સામે હાર્યા જીંદગીનો જંગ, અમિતાભ બચ્ચને આપી શ્રદ્ધાંજલિ

  મેહરાન કરીમી નાસેરી (Mehran Karimi Nasseri)ની માતા સ્કૉટિશની નાગરિક છે, તો પણ બ્રિટને તેને શરણ ના આપી, જ્યારબાદ તેની નાગરિકતાને લઈને સવાલો ઉઠ્યા હતાં. વૈરાઇટી અનુસાર, તેમણે પોતાને સ્ટેટલેસ ઘોષિત કર્યા બાદ એરપોર્ટ પર રહેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તે પોતાવા સામાન હંમેશા સાથે જ રાખતા હતાં. મેહરાનને પહેલી વાર 2006માં હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો હતો.

  આ પણ વાંચોઃ શાહરુખ નહીં, તેના બૉડિગાર્ડ રવિસિંહને કસ્ટમ અધિકારીએ મુંબઈ એરપોર્ટ પર રોક્યો હતો

  સ્ટીવન સ્પીલબર્ગે વર્ષ 2004માં બનાવી હતી ફિલ્મ


  મેહરાન કરીના નાસેરીએ એરપોર્ટ પર 18 વર્ષ વિતાવ્યા બાદ પહેલી વાર વાંચવા, ડાયરી લખવા અને અર્થશાસ્ત્રનું અધ્યયન કરવામાં સમય વિતાવ્યો હતો. સ્ટીવન સ્પીલબર્ગે વર્ષ 2004માં ફિલ્મ 'ધ ટર્મિનલ' બનાવવાનો નિર્ણય કર્યો હતો. તેમાં ટૉમ હૈંક્સ લીડ રોલમાં જોવા મળ્યો હતો. ફિલ્મમાં ટૉમને એક પૂર્વ યૂરોપીય વ્યક્તિના રુપે અભિનય કર્યો હતો,

  જે સંયુક્ત રાજ્ય અમેરિકામાં પ્રવેશ વંચિત હોવા છતાં ન્યૂયોર્કના જૉન એફ કૈનેડી એરપોર્ટ પર રહેતો હતો.
  Published by:Hemal Vegda
  First published:

  Tags: Hollywood

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन