'Spider-Man: No Way Home': 'સ્પાઈડર મેનઃ નો વે હોમ'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી?
'Spider-Man: No Way Home': 'સ્પાઈડર મેનઃ નો વે હોમ'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી?
Spider-Man: No Way Homeનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન
હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' (Spider-Man No Way Home) ભારતમાં પહેલા દિવસથી રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની પહેલા દિવસની કમાણી વિશે માહિતી આપી
‘Spider-Man No Way Home’ Box Office: સ્ટુડિયોની 'સ્પાઈડર-મેન: નો વે હોમ' ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી, જ્યારે આ ફિલ્મ 17 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તો, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. હોલીવુડ ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' (Spider-Man No Way Home) ભારતમાં પહેલા દિવસથી રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મની પહેલા દિવસની કમાણી વિશે માહિતી આપી છે.
'સ્પાઈડર-મેન: નો વે હોમ'એ અત્યાર સુધીમાં કેટલી કરી કમાણી?
આ ફિલ્મ અત્યાર સુધીમાં ભારતીય બોક્સ ઓફિસ પર કુલ 164.92 કરોડની કમાણી કરવામાં સફળ રહી છે અને આશા છે કે, ટૂંક સમયમાં જ આ ફિલ્મ 200 કરોડમાં સામેલ થઈ જશે.
ભારતમાં હોલિવૂડ રિલીઝના ઈતિહાસમાં અત્યાર સુધીની બીજી સૌથી વધુ ઓપનિંગ ફિલ્મ બની
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે ભારતમાં હોલિવૂડ રિલીઝના ઈતિહાસમાં અત્યાર સુધીની બીજી સૌથી વધુ ઓપનિંગ ફિલ્મ બનીને પણ પોતાનું નામ બનાવ્યું છે. અમે તમને જણાવી દઈએ કે, 'સ્પાઈડર-મેનઃ નો વે હોમ' ભારતમાં 3264 સ્ક્રીન્સમાં રિલીઝ થનારી કોઈપણ હોલીવુડ ફિલ્મ માટે અત્યાર સુધીની સૌથી વધુ રિલીઝ છે.
'સ્પાઈડર-મેન: નો વે હોમ' ટૂંક સમયમાં 200 કરોડમાં સામેલ થઈ શકે છે
ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' તેની રિલીઝ પહેલા જ ધૂમ મચાવવામાં સફળ સાબિત થઈ
નોંધપાત્ર વાત એ છે કે, હોલીવુડની ફિલ્મ 'સ્પાઈડર મેનઃ નો વે હોમ' તેની રિલીઝ પહેલા જ ધૂમ મચાવવામાં સફળ સાબિત થઈ હતી. આ ફિલ્મનું ઘણું એડવાન્સ બુકિંગ હતું, જેના કારણે અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ધમાલ મચાવશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ લીડ રોલમાં છે.
આ ફિલ્મમાં, મલ્ટી બ્રહ્માંડ વિશે બતાવવામાં આવ્યું હતું, જેમાં તમામ ટાઈમ ઝોનના વિલન એક જગ્યાએ એક સાથે આવે છે. આ ફિલ્મ હિન્દી-અંગ્રેજી ઉપરાંત ભારતમાં તમિલ-તેલુગુમાં પણ રિલીઝ થઈ છે. કોરોના મહામારીની બીજી લહેર બાદ હવે ભારતમાં સિનેમાઘરોમાં ફિલ્મો સતત રિલીઝ થઈ રહી છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર