Home /News /entertainment /નવા અંદાજમાં ફરી આવશે સ્પાઈડર મેન, Youtube પર ટ્રેલર મચાવી રહ્યું ધૂમ

નવા અંદાજમાં ફરી આવશે સ્પાઈડર મેન, Youtube પર ટ્રેલર મચાવી રહ્યું ધૂમ

અત્યાર સુધીમાં સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર 52 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યું છે.

અત્યાર સુધીમાં સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર 52 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યું છે.

    દુનિયાભરમાં પોતાના એક્શન માટે પ્રખ્યાત હોલિવુડ સુપરહીરો સ્પાઈડર મેન ફરી એક વખત પોતાના નવા અંદાજમાં પર્દા પર જોવા મળશે. સ્પાઈડર મેન આ વખતે એનિમેશન અંદાજમાં દર્શકોનું દિલ જીતશે. જીહાં, સ્પાઈડર મેનની બહુચર્ચિત એનિમેશન ફિલ્મ સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આવો પહેલો મોકો છે, જ્યારે સ્પાઈડર મેન એનિમેશન અંદાજમાં સિનેમાઘરોમાં બતાવવામાં આવશે.

    મંગળવારે સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મનું ટ્રેલર દર્શકોને એટલું પસંદ આવ્યું કે, આ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સના ટ્રેલરને યૂ-ટ્યૂબ પર 52 લાખથી પણ વધારે વખત જોવામાં આવ્યું છે.

    વાત કરીએ, સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સની તો આ એનિમેશન ફિલ્મની કહાની કેટલીએ પ્રકારના સ્પાઈડર મેનની આજુબાજુ ફરતી જોવા મળશે. જે દુનિયાને ખરાબ લોકોથી બચાવે છે.

    " isDesktop="true" id="801698" >

    આ ફિલ્મમાં હેલી સ્ટેનફેલ્ડ, મહેરશાલા અલી, જેક જોનસન, લીવ સ્ક્રિબર, બ્રાયન ટ્રી હેનરી, લુના લોરેન વિલેજ અને લિલિ ટોમલિન જેવા હોલિવુડના દિગ્ગજ કલાકારોએ પોતાનો અવાજ આપ્યો છે. સ્પાઈડર મેન - ઈનટૂ ધ સ્પાઈડર વર્સનું નિર્દેશન પીટર રેમસે, રોબર્ટ પર્સિચેટ્ટી જૂનિયર અને રોડની રોથમેન મળીને કરી રહ્યા છે. આ ફિલ્મ 14 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Hollywood, Hollywood Movie, Released, Trailer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन