Home /News /entertainment /

હોલિવૂડ એક્ટર ક્રિસ નોથ પર બે મહિલાઓએ લગાવ્યો જાતીય સતામણીનો આરોપ! નજીકના લોકોએ કરી પુષ્ટિ

હોલિવૂડ એક્ટર ક્રિસ નોથ પર બે મહિલાઓએ લગાવ્યો જાતીય સતામણીનો આરોપ! નજીકના લોકોએ કરી પુષ્ટિ

હોલીવુડ એક્ટર ક્રિસ નોથે 2012માં અભિનેત્રી તારા વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે.

'સેક્સ એન્ડ ધ સિટી' ‘Sex And The City’ સ્ટાર ક્રિસ નોથ (Chris Noth) પર બે મહિલાઓએ જાતીય શોષણ (Sexual Assault) નો આરોપ લગાવ્યો. આ મામલો આજનો નથી પણ 2004 અને 2015નો છે. બંને મહિલાઓએ હોલીવુડ રિપોર્ટરને ક્રિસ વિશે માહિતી આપી છે.

    Hollywood News: હોલિવૂડના કોરિડોરમાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. 'સેક્સ એન્ડ ધ સિટી' ‘Sex And The City’ સ્ટાર ક્રિસ નોથ (Chris Noth) પર બે મહિલાઓએ જાતીય શોષણ (Sexual Assault) નો આરોપ લગાવ્યો છે. આ મામલો આજનો નથી પણ 2004 અને 2015નો છે. બંને મહિલાઓએ હોલીવુડ રિપોર્ટરને ક્રિસ વિશે માહિતી આપી છે. મેગેઝીન અનુસાર, Zoe અને Lily (મહિલાઓના નામ બદલવામાં આવ્યા છે) નામની મહિલાઓ એકબીજાને ઓળખતી પણ નથી. તો, 67 વર્ષીય અભિનેતા ક્રિસ કહે છે કે, સંબંધો પરસ્પર સહમતિથી બન્યા હતા અને હવે તેમના પર ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

    ક્રિસ નોથ સામે સનસનાટીભર્યા આરોપો

    40 વર્ષીય Zoe દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટના 2004ની છે. મહિલાનો આરોપ છે કે, જ્યારે તે 22 વર્ષની હતી ત્યારે ક્રિસ નોથે વેસ્ટ હોલીવુડ એપાર્ટમેન્ટમાં તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. બીજી તરફ, 31 વર્ષની લિલીનો આરોપ છે કે, અભિનેતાએ 2015માં ન્યૂયોર્ક સિટીના ગ્રીનવિચ એપાર્ટમેન્ટમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો. તે સમયે તે માત્ર 25 વર્ષની હતી જ્યારે ક્રિસ 60 વર્ષનો હતો. પત્રકાર કિમ માસ્ટર્સે પોતાના લેખમાં જણાવ્યું છે કે, જો અને લિલીના આરોપોની પુષ્ટિ તેમના નજીકના લોકોએ પણ કરી છે. આ સિવાય અભિનેતા ક્રિસ નોથ અને લિલી વચ્ચેના ટેક્સ્ટ મેસેજનો પણ તેમના લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    ક્રિસ નોથે આરોપોને ખોટા ગણાવ્યા

    ક્રિસ નોથ (Law & Order) અને (Sex and the city) જેવી પ્રખ્યાત હોલીવુડ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવવા માટે જાણીતો છે. બીબીસીના અહેવાલ મુજબ, અભિનેતાએ જાતીય સતામણીના આરોપ પર સ્પષ્ટતા કરતા કહ્યું, "તે લોકોએ મારા પર આરોપો લગાવ્યા છે, જેમને હું દસ વર્ષ પહેલા મળ્યો હતો. આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે. આ વાર્તા 30 વર્ષ પહેલાની કે 30 દિવસ પહેલાની હોઈ શકે છે. મારા માટે 'નો મિન્સ નો' હોય છે. આ એક એવી લાઈન છે જેને હું ક્યારેય ઓળંગતો નથી. જે કંઈ થયું તે પરસ્પર સંમતિથી થયું હતું.

    આ પણ વાંચોYear Ender 2021: આ વર્ષની ટોપ-10 વેબ સિરીઝ, જુઓ - કઈ સિરીઝ સૌથી અવ્વલ રહી?

    ક્રિસ નોથે આરોપોના ટાઈમિંગ પર ઉઠાવ્યા પ્રશ્ન

    આ સનસનાટીભર્યા આરોપના સમય પર સવાલ ઉઠાવતા, ક્રિસ નોથ આગળ કહે છે, "આવી પ્રકારની વાત સામે આવવાનો સમય તો જુઓ. મને ખબર નથી કે, આ મુદ્દો હવે શા માટે આવી રહ્યો છે. પરંતુ હું જાણું છું કે, મેં આ મહિલાઓને હેરાન કરી નથી." તમને જણાવી દઈએ કે, હોલીવુડ એક્ટર ક્રિસ નોથે 2012માં અભિનેત્રી તારા વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો પણ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Hollywood News, Hollywood stars

    આગામી સમાચાર