Home /News /entertainment /ઓસ્કાર ના જીતે તો પણ સેલેબ્સ દુખી ના થાય: 60 લગ્ઝરી આઇટમ્સથી ભરેલી બેગ મળી, કિંમત જાણીને ઉડી જશે હોંશ
ઓસ્કાર ના જીતે તો પણ સેલેબ્સ દુખી ના થાય: 60 લગ્ઝરી આઇટમ્સથી ભરેલી બેગ મળી, કિંમત જાણીને ઉડી જશે હોંશ
તસવીર: (IANS/Instagram @Theacademy)
The Academy Awards Gift Bag Price: ઓસ્કાર 2020ને ગિફ્ટ બેગને સૌથી મોંધી માનવામાં આવે છે. આની કિંમત 225,000 ડોલર આંકવામાં આવીહતી. આ ગિફ્ટસમાં 24 કેરેટ ગોલ્ડ વેપ પેન અને મેચમેકિંગ સર્વિસ માટે 20,000 ડોલરની એક વર્ષની સભ્યપદ શામેલ હતુ.
Mumbai, 95th Academy Awards: ઓસ્કારમાં નોમિનેટ દરેક લોકોને એક સ્વેગ બેગ મળે છે, ભલે પછી એ ઓસ્કાર જીતે કે ના જીતે. બેગમાં દુનિયાના પોપ્યુલર બ્રાન્ડની અનેક પ્રકારની વસ્તુઓ હોય છે. લોસ એન્જિલસની એક માર્કેટિંગ કંપનીએ ડિસ્ટિક્ટિવ અસેટ્સ 2002થી ઓસ્કારમાં નોમિનેટેડ લોકોને આ ગિફ્ટ બેગ આપે છે. જો કે આ ગિફ્ટ બેગ સાથે એકેડેમીને કોઇ સંબંઘ નથી. આ બેગમાં લગ્ઝરી કૂપનો, હોટલ સ્ટેના બ્રાઉચર્સથી લઇને અનેક પ્રકારની આઇટમ હોય છે. આ વર્ષની બેગની કિંમત કરોડોમાં છે.
95માં એકેડેમી પુરસ્કારો માટે મળેલી દરેક ગિફ્ટ બેગ્સની કિંમત 1 લાખ 26 હજાર ડોલર એટલે કે 1 કરોડ 3 લાખ 77 હજાર 612 રૂપિયા આંકવામાં આવી છે. આ વર્ષે બેગમાં 60થી વધારે આઇટમ છે અને સાથે બીજી અનેક પ્રકારની બ્યૂટી અને લાઇફ સ્ટાઇલ સાથે જોડાયેલી ગિફ્ટ છે. આમાં લગ્ઝરી રજાઓ માટે ટિકિટ પણ સામેલ છે.
આ ગિફેટ બેગ્સમાં ઇટાલિયન લાઇટહાઉસમાં મિત્રો તેમજ સંબંધીઓ સાથે 8 લોકોને રોકાવાની પણ કૂપન છે. ગિફ્ટમાં ઓસ્ટ્રિયાના પ્રતીકાત્મક સ્મારિકા પણ સામેલ છે. ગિફ્ટ બેગમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ માટે 25,000 ડોલરની કૂપન અને મેસન કંસ્ટ્રેક્શનથી હોમ રેસ્ટોરેશન પણ સામેલ છે. લિપો આર્મ સ્કલ્પટિંગ, ફેસલિફ્ટ અને હેર રેસ્ટોરેશન સેવાઓ માટે કૂપન છે.
ગિફ્ટ પેકમાં મિએજની સ્કિન કેર તેમજ બ્લશ સિલ્વસનું સિલ્ક પિલોકેસ, પેટાનો ટ્રેવલ પિલો અને એરાડને એથેન્સ સ્કિન વેલનેસ, ડેલી એનર્જી કાર્ડસ, કાઇન્ડ રીઝન કંપની, રેરેટ સ્ટૂડિયોઝ, રેફા પ્રોફ્લેક્સા, ઓક્સિજનેટિક્સ અને બીજી અનેક વસ્તુઓ સામેલ છે. ગિફ્ટ પેકમાં મોંધા ઉપહાર પણ સામેલ છે, જેમાં 13.56 ડોલરની કિંમતના ક્લિફ થિન્સનું એક પેકેટ અને ગિંજા નિશિકાવાથી 18 ડોલરનો જાપાની મિલ્ક બ્રેડ પાવ શામેલ છે.
આમ, કહેવામાં આવે તો ઓસ્કાર ના જીતવા પર પણ સેલેબ્સને કોઇ અફસોસ નથી. જો કે આટલીં મોંધી કિંમત જાણીને ભલભલા લોકોને પરસેવો છૂટી જાય એવુ છે. આમ, આ કિંમત જાણીને તમે પણ ચોંકી ગયા હશો.. હેં ને?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર