સેલ્ફી લેવાના ચક્કરમાં મોડલ સોફિયાનો જીવ ગયો, ફોટો પાડવા માટે લેતી હતી રિસ્ક

સેલ્ફી લેવાના ચક્કરમાં મોડલ સોફિયાનો જીવ ગયો, ફોટો પાડવા માટે લેતી હતી રિસ્ક (તસવીર સાભાર - Instagram @hike.sofi)

સોફિયા ખતરનાક ફોટા માટે પ્રખ્યાત હતી તે સેલ્ફી લેવા માટે ઘણા રિસ્ક ઉઠાવતી હતી, તેણે પોતાના અંતિમ ઇંસ્ટાગ્રામમાં લખ્યું હતું કે સારા દિવસો આવી રહ્યા છે, જેને શનિવાર અને રવિવાર કહે છે

 • Share this:
  નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા માટે તસવીર કે સેલ્ફી લેતા સમયે લોકોના જીવ ગયા હોય તેવા ઘણા સમાચાર અત્યાર સુધી સામે આવ્યા છે. આવી જ એક ઘટના મોડલ સાથે બની છે. હોંગકોંગની મોડલ સોફિયા ચેઉંગ (SOPHIA CHEUNG)નું એક ઝરણાના કિનારે સેલ્ફી લેવા દરમિયાન કથિત રીતે મોત થયું હતું. સોફિયા ચેઉંગ 32 વર્ષની હતી. તે પાક લાઇ પાર્કમાં પોતાના મિત્રો સાથે પગપાળા યાત્રા કરી રહી હતી. તે સુંદર દ્રશ્યોની તસવીર લેવા માટે રોકાઇ હતી ત્યારે આ દુર્ઘટના બની હતી.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સોફિયા ચેઉંગ ત્સિંગ દાઇ સ્ટ્રીમના ( Tsing Dai stream)કિનારે એક તસવીર માટે પોઝ આપી રહી હતી. તે સમયે તેણે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું અને પાંચ મીટર નીચે ખીણમાં પડી હતી. તેના મિત્રો તેને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં પહોંચવા પર તેને મૃત જાહેર કરવામાં આવી હતી. જણાવી દઈએ કે સોફિયા ખતરનાક ફોટા માટે પ્રખ્યાત હતી તે સેલ્ફી લેવા માટે ઘણા રિસ્ક ઉઠાવતી હતી.

  આ પણ વાંચો - તાલિબાનોના ખુલ્યા નસીબ, પાકિસ્તાનને અડીને આવેલી ચોકી પર કબજો કર્યો તો મળ્યા 300 કરોડ રૂપિયા

  (તસવીર સાભાર - Instagram @hike.sofi)


  જો તમે સોફિયાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ જોશો તો તેના પેજ પર તમને ઘણી એવી તસવીરો જોવા મળશે, જે ઘણી ખતરનાક છે. તેણે પોતાના અંતિમ ઇંસ્ટાગ્રામમાં લખ્યું હતું કે સારા દિવસો આવી રહ્યા છે, જેને શનિવાર અને રવિવાર કહે છે. તેની આ પોસ્ટ પર લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઇંસ્ટાગ્રામ તેને 19 હજારથી વધારે લોકો ફોલો કરતા હતા.
  Published by:Ashish Goyal
  First published: