નથી રહ્યાં હોલિવૂડ મેગાસ્ટાર બર્ટ રેનોલ્ડ્સ, હાર્ટ એટેકથી થયુ નિધન

હોલિવૂડ મેગાસ્ટાર બર્ટ રેનોલ્ડ્સની ઉંમર 82 વર્ષ હતી. બર્ટને હોલિવૂડનાં સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવતા હતાં

હોલિવૂડ મેગાસ્ટાર બર્ટ રેનોલ્ડ્સની ઉંમર 82 વર્ષ હતી. બર્ટને હોલિવૂડનાં સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવતા હતાં

 • Share this:
  મુંબઇ: હોલિવૂડનાં મેગાસ્ટાર બર્ટ રેનોલ્ડ્સનું 82 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુછે. CNNનાં અનુભવી અભિનેતાને એજન્ટ ટોડ આઇઝરનરનાં હવાલાતી આ વાત જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 'સ્મોકી એન્ડ બેંડિટ' અને 'બૂગી નાઇટ્સ' જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલાં આપણાં હેન્ડસમ લૂક ધરાવતા અને લોકપ્રિય એક્ટર બર્ટ રેનોલ્ડ્સનું ગુરૂવારે હાર્ટએટેકથી નિધન થઇ ગયુ છે.

  82 વર્ષે થયુ નિધન
  હોલિવૂડ મેગાસ્ટાર બ્રટ રેનોલ્ડ્સની ઉંમર 82 વર્ષ હતી. બર્ટને હોલિવૂડનાં સેક્સ સિમ્બોલ તરીકે ઓળખવામાં આવતા હતાં. તેમણે તેમની કરિઅરમાં ડિરેક્શન પર પણ હાથ અજમાવ્યો હતો. આ ઉપરાંત તેમણે ફ્લોરિડામાં બર્ટ રેનોલ્ડ્સ ઇન્સ્ટીટ્યૂટ ફોર ફિલ્મ એન્ડ થિએટરની પણ સ્થાપના કરી હતી. આ સાથે જ તેમણે ઘણી સુંદર હોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

  'સ્ટ્રિપટીઝ'ને કારણે ચર્ચિત
  બર્ટ રેનોલ્ડ્સએ એક્શનથી લઇને કોમેડી સુધી તમામ ફિલ્મો કરી છે. વર્ષ 1996માં આવેલી ફિલ્મ 'સ્ટ્રિપટીઝ'માં ડેવિડ ડિલ્બેક ઘણાં ચર્ચિત થયા હતાં. જોકે આ ફિલ્મ તે સમયે ફ્લોપ ફિલ્મમાં શામેલ થઇ હતી. પણ તેમની કોમેડી ટાઇમિંગ માટે તેમની સરહાના થઇ હતી. તેમણે તેમનાં જીવમાં ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યુ હતું.
  First published: