કોરોનાગ્રસ્ત જાણીતી ગાયિકાએ જણાવી પોતાની વ્યથા, કોરોના વાયરસથી શરીરના થાય છે આ હાલ

કૈલી શોર

 • Share this:
  અમેરિકાની જાણીતી ગાયક કૈલી શોર (Kalie Shorr) હાલમાં જ કોરોના વાયરસ (Corona virus - covid 19)ના સંક્રમણના રિપોર્ટ પોઝિટીવ આવ્યા. તેમણે આ અંગે અને પોતાની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી. ત્યારે હવે તેમણે કોરોના વાયરસની બિમારીમાં દર્દી કેવું અનુભવે, રોગના લક્ષણો તેના શરીર પર કેવી કેવી અસર કરે છે તે અંગે જણાવ્યું છે. જે ખરેખરમાં ડરામણું છે.

  સિંગરે લખ્યું કે "મેં મારી જાતને 3 સપ્તાહ સુધી કોરન્ટીનમાં રાખી, માંડ 2 કે 3 વાર હું ઘરની બહાર નીકળી હોઇશ તે પણ ગ્રોસરીનો થોડો સામાન લેવા માટે. તેમ છતાં હું કોરોના વાયરસના ભયાનક સંક્રમણથી બચી ના શકી. આ વાયરસ મને તેના સંકજામાં લઇ લીધી છે. અને આજે જ્યારે લોકો આ બિમારીને ગંભીરતાથી નથી લેતા તો મને ખૂબ ખરાબ લાગે છે."

  તેણે કહ્યું કે હાલ મારી સ્થિતિ પહેલા કરતા સારી છે. પણ બિમારીના શરૂઆતી સમય મારા માટે કઠણ હતા. મેં મારા જીવનમાં ક્યારેય આવો સમય નથી જોયો. મારું આખું શરીર દુખાવાથી કણસતું હતું. મારી સુંગધ અને ટેસ્ટની ક્ષમતા જાણે કે પૂરી થઇ ગઇ હોય. મને મારી આસપાસ કોઇ સ્મેલ કે જીભમાં કોઇ ટેસ્ટ છે કે નહીં તે સમજાતું નહતું. હું સંપૂર્ણ પણે ભૂલી ગઇ હતી કે સ્વાદ શું હોય.


  હોલિવૂડ સ્ટાર ટોમ હેક્સ પણ તેની પત્ની સાથે ઓસ્ટ્રેલિયાથી અમેરિકા પાછા ફર્યા છે. તેણે ટ્વિટ કરીને કહ્યું કે અમે ઘરે પાછા ફર્યા છે. બાકી અમેરિકનની જેમ અમે પણ સામાજીક દૂરી બનાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે ટોમ હેક્સ અને તેમની પત્ની કોરોનામાંથી બહાર આવી ચૂક્યા છે. અને હવે ઓસ્ટ્રેલિયામાં પોતાના ઘરમાં પણ અલગ થલગ રહી રહ્યા છે.
  Published by:Chaitali Shukla
  First published: