Home /News /entertainment /Joyland ban in Pakistan: ઓસ્કાર લિસ્ટમાં આવેલી પોતાના જ દેશની ફિલ્મ પર પાકિસ્તાને લગાવ્યો પ્રતિબંધ

Joyland ban in Pakistan: ઓસ્કાર લિસ્ટમાં આવેલી પોતાના જ દેશની ફિલ્મ પર પાકિસ્તાને લગાવ્યો પ્રતિબંધ

ફિલ્મ 'જૉયલેન્ડ'નું પોસ્ટર

Joyland ban in Pakistan:ઓસ્કાર એવોર્ડના લિસ્ટમાં સામેલ પાકિસ્તાની સૈમ સાદિકની ફિલ્મ 'જૉયલેન્ડ' પર પાકિસ્તાને પ્રતિબંધ મુકી દીધો છે.

    નવી દિલ્હીઃ પાકિસ્તાની ડિરેક્ટર અને રાઇટર સૈમ સાદિક દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જૉયલેન્ડ' પોતાના જ દેશમાં પ્રતિબંધિત થઈ ગઈ છે. જણાવી દઈએ કે આ 'જૉયલેન્ડ' પાકિસ્તાન તરફથી ઓસ્કાર ઓફિશિયલ એન્ટ્રી મેળવનારી ફિલ્મ છે. આ ફિલ્મ 18 નવેમ્બરે પડદાં પર લાવવામાં આવી હતી. જોકે તેના પર પ્રતિબંધ મુકવાથઈ દર્શકોને મોટો ઝટકો લાગ્યો છે. પાક સૂચના પ્રસાર મંત્રાલયે ફિલ્મ પર 'વધુ પડતા આપત્તિજનક વસ્તુ'ને લઈને પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    જણાવી દઈએ કે, આ ફિલ્મે તે સમયે દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે, જ્યારે તેના 75માં 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022'નો જૂરી એવોર્ડ જીત્યો હતો. જૂરી એવોર્ડ જીત્યા બાદ તેને પૂરા વિશ્વમાં પસંદ કરવામાં આવી હતી. હર કોઈએ સોશિયલ મીડિયા પર ફિલ્મના જોરદાર વખાણ કર્યા છે.

    આ પણ વાંચોઃ KBCમાં અમિતાભની જગ્યાએ જોવા મળશે ગુજરાતની આ છોકરી, અમિતાભથી લઈને દર્શકો પણ થઈ ગયા હેરાન

    હવે ફિલ્મને લઈને સૂચના પ્રસારણ મંત્રાલયે કહ્યુ છે કે તેમાં 'વધારે પડતી આપત્તિજનક વસ્તુ છે' જેવે લઈને તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફિલ્મના કોન્ટેન્ટને લઈને વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતાં, જ્યાર બાદ તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફિલ્મને લઈને 11 નવેમ્બરે મંત્રાલયે એક નોટિફિકેશન રજૂ કર્યુ અને કહ્યુ, 'લેખિત ફરિયાદ મળી હતી કે, ફિલ્મમાં વધારે પડતા આપત્તિજનક દ્રશ્ય છે જે આપણા સમાજના મૂલ્યો અને ધોરણોના અનુરુપ નથી.'

    આ પણ વાંચોઃ ઉર્વશી રૌતેલાએ 69 મિલિયન ફોલોવર્સ થવા પર ફ્લોન્ટ કર્યો સાડી લુક, યુઝર્સે કહ્યુ - 'પાકિસ્તાનનો ઝંડો..'

    ઉલ્લેખનીય છે કે, 'જૉયલેન્ડ'થી સલિમ સાદિકે ડિરેક્ટર રુપે ફિલ્મોમાં પગ મુક્યો છે. ફિલ્મ સામાજિક દ્રશ્ય આધારિત છે. ફિલ્મ પાકિસ્તાનના લાહોરના એક પરિવારની છે. જ્યાં પિતૃસત્તાની મજબૂત પકડ જોવા મળે છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन