કોરોના વાયરસની જંગમાં 70 વર્ષીય જાપાની કોમેડિયન કેન શિમૂરાએ લીધા છેલ્લા શ્વાસ

કેન શિમૂરા

કેન શિમૂરાનું કોવિડ 19ના કારણે 70 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું.

 • Share this:
  કોરોના વાયરસનો કહેર ભારતમાં જ નહીં વિશ્વભરમાં ફેલાઇ રહ્યા છે. અને દુનિયાભરની અનેક જાણીતી હસ્તીઓ એક પછી એક આની ભોગ બની રહી છે. અને પોતાના પ્રાણ ગુમાવી રહી છે. રવિવારે જાપાન (Japan)ના કોમેડિયન કેન શિમૂરા (comedian Ken Shimura) નું કોવિડ 19ના કારણે 70 વર્ષની ઉંમરે નિધન થઇ ગયું. સાર્વજનિક પ્રચારક એનએચકેના મુજબ 1970ના દશકમાં પોતાના કેરિયરની શરૂઆત કરનારા કોમેડિયન કેન શિમૂરા જાપાનના જાણીતા હાસ્ય કલાકારોમાંથી એક હતા. કોરોના વાયરસના તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તેમને જાપાનના ટોક્યોમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં રવિવારે એટલે કે 29 માર્ચે સાંજે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

  શિમૂરાનું સાચું નામ યાસુનોરી શિમૂરા હતું. તેમણે 70 અને 80ના દશકમાં જાપાનના ઘર ઘરમાં હાસ્ય દ્વારા પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમણે અનેક પોપ્યુલર ટીવી શો કર્યા જેવા કે Hachijidayo Zeninshugo, Tensai! Shimura Dobutsuen માં પણ તેમણે કામ કર્યું.


  તમને જણાવી દઇએ કે કોરોના વાયરસની શરૂઆત ચીનમાં થઇ હતી અને કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરના 30 હજાર લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. તેનાથી લોકોની ટપોટપ મોત તો થઇ જ રહી છે સાથે કોરોનાના કારણે વૈશ્વિક મંદીની પણ શરૂઆત થઇ છે. જે આવનારા સમય માટે ગંભીર પરિણામો લાવી શકે છે. ભારતમાં જ કોરોનાથી અત્યાર સુધીમાં 30 લોકોની મોત થઇ છે. જો કે સામે પક્ષે 98 લોકો હવે ઠીક પણ થઇ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ વાયરસથી ભારતમાં 1000 વધુ લોકોને સંક્રમણ થયું છે.
  Published by:Chaitali Shukla
  First published: