ગેમ ઓફ થ્રોન્સના આ એક્ટરને થયો કોરોના, પોતાને કર્યો ઘરમાં બંધ

News18 Gujarati
Updated: March 17, 2020, 11:33 AM IST
ગેમ ઓફ થ્રોન્સના આ એક્ટરને થયો કોરોના, પોતાને કર્યો ઘરમાં બંધ
ક્રિસ્ટફર હિવજૂ

"હું અને મારી ફેમિલી જ્યાં સુધી જરૂરી લાગશે ત્યાં સુધી પોતાને ઘરમાં બંધ કરી રહ્યા છીએ" - એક્ટર

  • Share this:
દુનિયાભરમાં તેજીથી ફેલાઇ રહ્યો છે કોરોના વાયરસ (coronavirus, covid19) અત્યાર સુધીમાં કોરોનાએ અનેક જાણીતી હસ્તીઓને પોતાનો શિકાર બનાવ્યો છે. ટૉમ હેક્સ અને તેમની પત્ની રીટા વિલિમ્સને સૌથી પહેલા કોરોના વાયરસ હોવાની ખબર આવી હતી. જે પછી જેમ્સ બોન્ડ સીરીઝની હિરોઇન ઓલ્ગા કુરિલેંકોને પણ કોરોના વાયરસ હોવાની ખબર આવી હતી. જે પછી હવે વધુ એક સેલેબ્રિટીને કોરોના વાયરસ થયા હોવાની જાણકારી મળી છે. આ સેલેબ્રિટી બીજું કોઇ નહીં પણ ગેમ ઓફ થ્રોન્સ સીરીઝના જાણીતા અભિનેતા (game of thrones Actor) ક્રિસ્ટફર હિવજૂ (Kristofer Hivju) છે. તેમણે આ અંગે પોતાના ઇન્સ્ટાગ્રામમાં જાણકારી શેર કરી હતી. અને ફેમીલી સાથે તસવીર પણ શેર કરી કોરોના વાયરસ અંગે એક લાંબી પોસ્ટ લખી હતી.

ક્રિસ્ટફર હિવજૂએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં લખ્યું કે - "મને આ વાત જણાવતા દુખ થાય છે કે મને કોરોના વાયરસ પોઝિટીવ આવ્યો છે. હું અને મારી ફેમિલી જ્યાં સુધી જરૂરી લાગશે ત્યાં સુધી પોતાને ઘરમાં બંધ કરી રહ્યા છીએ. અમારી તબિયત સારી છે. મને ખાલી હળવા લક્ષણ છે. પણ તેવા પણ કેટલાક લોકો છે જેમના માટે આ વાયરસ ખતરનાક સાબિત થઇ શકે છે. માટે સાવધાની રાખવી જરૂરી છે. પોતાના હાથ સાફ કરો. લોકોથી 1.5 મીટરની દૂરી પર રહો. પોતાને બધાથી અલગ રાખો. અને કોરોના વાયરસને વધતો રોકવા તમે જે કરી શકો છો તે કરો."
વધુમાં તેમણે લખ્યું કે "આપણે સાથે મળીને આ વાયરસથી લડી શકીએ છીએ. એકબીજાનો ખ્યાલ રાખો. કોરોનાનો સંદેહ લાગે તો તરત તપાસ કરાવો. જેથી તમે તમારી સાથે તમારી આસ પાસ જોડાયેલા લોકોને સુરક્ષિત રાખી શકો."

View this post on Instagram

Greetings from Norway! Sorry to say that I, today, have tested positive for COVID19, Corona virus. My familiy and I are self-isolating at home for as long as it takes. We are in good health - I only have mild symptoms of a cold. There are people at higher risk for who this virus might be a devastating diagnosis, so I urge all of you to be extremely careful; wash your hands, keep 1,5 meters distance from others, go in quarantine; just do everything you can to stop the virus from spreading. Together we can fight this virus and avert a crisis at our hospitals. Please take care of each other, keep your distance, and stay healthy! Please visit your country's Center for Disease Control's website, and follow the regulations for staying safe and protecting not just yourselves, but our entire community, and especially those at risk like the elderly and people with pre-existing conditions. @grymolvaerhivju #fightcorona #solidarity #takecare #folkehelseinstituttet Thanks to @panoramaagency

A post shared by Kristofer Hivju (@khivju) on



ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી શરૂઆત ચીનથી થઇ હતી. અને હવે તે દુનિયાભરમાં ફેલાઇ ચૂક્યો છે. ભારતમાં જ અત્યાર સુધીમાં તેના 100થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે. વધુમાં 2 લોકોની મોત થઇ ગઇ છે. વિશ્વ સ્વાસ્થય સંગઠને આ રોગને વૈશ્વિક મહામારી જણાવ્યો છે. અને આજ કારણે ગુજરાત સમેત અનેક સ્થળો પર શાળા કોલેજ બંધ રાખવામાં આવ્યા છે. થિયેટર, જીમ પણ બંધ કરવામાં આવ્યા છે.
First published: March 17, 2020, 11:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading