જાણીતા ફિલ્મ મેકરને જેલ થયો કોરોના, પછી કર્યું આ કામ

News18 Gujarati
Updated: March 23, 2020, 12:18 PM IST
જાણીતા ફિલ્મ મેકરને જેલ થયો કોરોના, પછી  કર્યું આ કામ
હાર્વે વેનસ્ટેન

68 વર્ષીય ફિલ્મ મેકર હાર્વે વેનસ્ટેનને જેલમાં કરવામાં આવેલી મેડિકલ તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

  • Share this:
ચીનમાં શરૂ થયેલા કોરોના વાયરસે (Corona virus) દુનિયાભરને પોતાના ઝપેટમાં લીધો છે. વાયરસના કારણે મોતના આંકડા પણ વધ્યા છે. બીજી તરફ કોરોના કારણે હજી સુધીનો ઇલાજ નથી શોધી શકાયો. અને મોટી ઉંમરના લોકો માટે આ વાયરસ મોતનો સામાન બની રહ્યો છે. ત્યારે મી ટૂ અને બળાત્કારમાં જે હોલિવૂડના જાણીતા ફિલ્મ મેકરનું નામ બહાર આવ્યું હતું અને જે હાલ જેલના સળિયાની પાછળ છે તેવા હાર્વે વેનસ્ટેન (Harvey Weinstein) પણ કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેલમાં સજા કાપી રહેલા હાર્વેનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

68 વર્ષીય ફિલ્મ મેકર હાર્વે વેનસ્ટેનને જેલમાં કરવામાં આવેલી મેડિકલ તપાસ દરમિયાન કોરોના વાયરસનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ન્યૂયોર્ક રાજ્ય સુધાર અધિકારી અને પોલિસ વેરફેર એસોશિયેશનના અધ્યક્ષ માઇકલ પાવરે હાર્વેના કોરોના પોઝિટિવ આવ્યાની ખબરની પુષ્ટી કરી છે. તેમણે જણાવ્યું કે જેવું જ તેમના રિપોર્ટ પોઝિટીવ આવ્યા તેમને તરત જ વેંડી સુધાર સુવિધામાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે હાર્વેના ટેસ્ટ પોઝિટીવ આવ્યાની જાણકારી રવિવારે મળી છે. વળી જેલમાં સુરક્ષાના સહી ઉપકરણ પણ નથી. તથા સ્ટાફના અનેક લોકોને પણ ક્વારંટાઇનમાં મોકલવામાં આવ્યા છે. આ વચ્ચે વીનસ્ટીનના પ્રવક્તાએ આ વિષય પર મીડિયા સાથે આ અંગે ટિપ્પણી કરવાની ના પાડી છે.

ઉલ્લેખનીય છે કે હાર્વે પર બળાત્કાર અને યૌન ઉત્પીડન હેઠળ દોષી જાહેર થઇ 11 માર્ચના રોજ તેમને 23 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. હાલ તે ઉત્તરી ન્યૂયોર્કની એક જેલમાં છે. વીનસ્ટીનને પહેલા જ હદયની બિમારી હોવાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વળી તેમને ડાયબિટીઝ અને હાઇ બ્લડ પ્રેશરની પણ સમસ્યા છે. આવામાં હાર્વેને કોરોના વાયરસ થતા સ્થિતિ ગંભીર થઇ શકે છે. વીનસ્ટીનના વકીલે રવિવારે કહ્યું કે તેમની લીગલ ટીમને તેમને કોરોના થયો છે તેવી કોઇ જાણકારી આપવામાં નથી આવી.
First published: March 23, 2020
વધુ વાંચો
अगली ख़बर