શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જેની દરેક જગ્યાએ થઇ રહી છે ચર્ચા?

14થી 25 મે સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં વિશ્વના ટોપ નિર્દેશકોની ફિલ્મ્સને પ્રદર્શિત કરવામાં આવે છે

News18 Gujarati
Updated: May 15, 2019, 12:54 PM IST
શું છે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, જેની દરેક જગ્યાએ થઇ રહી છે ચર્ચા?
રેડ કાર્પેટ પર વ્હાઇટ ડ્રેસમાં અભિનેત્રી સેલેના ગોમેઝ
News18 Gujarati
Updated: May 15, 2019, 12:54 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: દર વર્ષે મે મહિનામાં ફ્રાન્સના કાન શહેરમાં યોજાનારા 'Festival De Cannes'ને ફિલ્મ્સનો મહાકુંભ કહેવાય છે. 14થી 25 મે સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં વિશ્વના ટોપ નિર્દેશકોની ફિલ્મ્સને પ્રદર્શિત કરવામાં આવે છે. દુનિયાભરના ફિલ્મી સ્ટાર્સ અહીં ભાગ લેવા પહોંચે છે અને રેડ કાર્પેટ પર તેમનો લુક ચર્ચાનો વિષય બને છે.

આ વર્ષે ફિલ્મ 'The Dead Don't Die' સાથે આ ફેસ્ટિવલની શરૂઆત થઇ રહી છે. આ વખતે કોઇપણ ભારતીય ફિલ્મ શોર્ટલિસ્ટ થઇ નથી. ગયા વર્ષે નંદિતા દાસની ફિલ્મ 'મંટો'ને ત્રણ અન્ય ભારતીય ફિલ્મ્સ સાથે આ ફેસ્ટિવલમાં સ્ક્રીનિંગ માટે પસંદ કરાઇ હતી.

કેમ થાય છે ચર્ચા?

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની ચર્ચા થવાનું એક કારણ આ ફિલ્મ ફેસ્ટિવલમાં થનારી સ્પર્ધા પણ છે. આ ફેસ્ટિવલમાં પસંદ કરાયેલી ફિલ્મ્સમાંથી કોઇ એકને Palme d'Or નામનો એવોર્ડ મળે છે. આ એવોર્ડને ફિલ્મ જગતના ઓસ્કારની બરાબર માનવામાં આવે છે.

આ વર્ષે કાન્સ ફેસ્ટિવલમાં કોઇ ભારતીય ફિલ્મની પસંદગી થઇ નથી, પરંતુ કેટલાક બોલિવૂડ સ્ટાર્સ આ ફેસ્ટિવલમાં જરૂર હાજરી આપશે.

આ પણ વાંચો: 20 વર્ષ મોટા એક્ટરને કિસ કરી પસ્તાઇ હતી માધુરી દીક્ષિત
દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા, મલ્લિકા શેરાવત ઉપરાંત ટીવી સ્ટાર હિના ખાન પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળશે. જ્યારે હાલમાં જ સંગીતકાર એ.આર.રહેમાને એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં તેઓ ઇફ્તારી કરતાં જોવા મળ્યા હતા. તે તસવીર કાન્સ શહેરની એક રેસ્ટોરાંની હતી.

 
First published: May 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...