Home /News /entertainment /Kevin Conroy: બેટમેનના પાત્રમાં પ્રાણ ભરનાર એક્ટરનું થયું નિધન, 66 વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં

Kevin Conroy: બેટમેનના પાત્રમાં પ્રાણ ભરનાર એક્ટરનું થયું નિધન, 66 વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં

ફોટોઃ @realkevinconroy6

હોલિવૂડની બેટમેન સરિઝ તો બધાને યાદ હશે. બેટમેનનો અવાજ બનનારા એક્ટર અને વોઇસ ઓવર આર્ટિસ્ટ કેવિન કૉનરૉયનું નિધન થઈ ગયું છે. એક્ટર હવે આ દુનિયામાં નથી રહ્યા.

    નવી દિલ્હીઃ બેટમેનનું પાત્ર તો સૌ કોઈને યાદ હશે, લગભગ દરેકે આ પાત્રને જોયુ અને સાંભળ્યુ પણ હશે. બેટમેનનો અવાજ બનીને જેણે બેટમેનમાં પ્રાણ પુરનાર એક્ટર અને વૉઇસ ઓવર આર્ટિસ્ટ કેવિન કૉનરૉય (Kevin Conroy)ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. કેવિનનું નિધન થઈ ગયું છે. એક્ટરે 66 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા. કેવિન કૉનરૉય લાંબા સમયથી કેન્સર સામે લડાઈ લડી રહ્યા હતાં. પરંતુ આ બીમારી સામે તે હારી ગયા.

    કેવિન કૉનરૉયના નિઘનની જાણકારી 'બેટમેનઃ ધ એનિમેટેડ સીરિઝ'થી કામ કરનાર ડાયને પર્સિંગે આપી છે. તેના સિવાય વાર્નર બ્રધર્સ એનિમેશને પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કેવિનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.

    આ પણ વાંચોઃ PHOTO: રેડ હૉટ લુકમાં દીપિકા પાદુકોણે લગાવી આગ, યુઝર્સે કોમેન્ટ્સમાં કહ્યુ- 'લાલ મિર્ચી'

    તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, કેવિન એક પરફેક્શનિસ્ટ છે. તે આ ધરતી પર મારો ફેવરેટ માણસ હતો અને હું તેમની સાથે ભાઈની જેમ વાત કરતો હતો. તે પોતાની આજુબાજુના લોકોનું ખૂબ જ ધ્યાન રાખતા હતાં. તે જે પણ કરતા તેમાં સચ્ચાઈ હોતી હતી. જ્યારે પણ હું તેમની સામે જોતો અને તેમની સાથે વાત કરતો તો મારા અંદર એક અલગ જોશ ભરાઈ જતો હતો.


    હોલિવૂડના ઘણા સ્ટાર કેવિનના નિધનની ખબર પર પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ તમામ લોકોને ઝટકો લાગ્યો છે. કેવિન કૉનરૉયના કરિયરની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરુઆત 80ના દાયકાથી કરી દીધી હતી. તે શરુઆતમાં થિયેટરમાં કામ કરતા હતાં. જ્યાં તેમનો ટેલેન્ટ સામે આવ્યો હતો.


    આ પણ વાંચોઃ વધુ એક અભિનેતાએ જિમમાં ગુમાવ્યો જીવ, માત્ર 46 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ, કસૌટી જિંદગી કી સિરિયલમાં કર્યું હતુ કામ

    ત્યારબાદ 1992માં તેમણે પહેલીવાર બેટમેનનાં પાત્ર માટે અવાજ આપ્યો હતો. બેટમેન અને તેમનો અવાજ ખૂબ જ પ્રખ્યાત થયો હતો. જ્યારબાદ બેટમેનની દરેક સીરિઝ માટે કેવિનને સાઇન કરવામાં આવવા લાગ્યા. કેવિનના અવાજનો જાદૂ તમામ લોકો પર એવી રીતે થયો કે બેટમેનઃ ધ એનિમેટેડ સીરિઝ બાદ તેમણે તમામ લોકોના દિલો-દિમાગમાં પોતાની છાપ છોડી દીધી છે.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Hollywood, Hollywood Actor, મનોરંજન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन