Home /News /entertainment /'હેરી પોટર'માં સૉર્ટિંગ હૅટને પોતાનો અવાજ આપનાર હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સનું થયું નિધન

'હેરી પોટર'માં સૉર્ટિંગ હૅટને પોતાનો અવાજ આપનાર હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સનું થયું નિધન

ફોટોઃ @quizzicalley

પોતાની 'કેરી ઑન'ની સફળતા બાદ લેસ્લી ફિલિપ્સે 'ડૉક્ટર ઇન ઘ હાઉસ', 'ટૉમ્બ રેડર' અને 'મિડસમર મર્ડર્સ'માં અભિનય કર્યો હતો. તે પહેલા બે સ્ટ્રોકથી બચી ગયા હતાં. લેસ્લી ફિલિપ્સનું 98 વર્ષની વયે નિધન થયું છે.

    નવી દિલ્હીઃ ફિલ્મોને લઈને ખૂબ જ લોકપ્રિય 'કેરી ઑન' સિઝનમાં પોતાની ભૂમિકા માટે પ્રસિદ્ધ અને જેણે 'હેરી પોટર'માં સૉર્ટિંગ હૈટને પોતાનો અવાજ આપ્યો હતો. વયોવૃદ્ધ હાસ્ય અભિનેતા લેસ્લી ફિલિપ્સ (Leslie phillips) નું લાંબી ઉંમર બાદ નિધન થઈ ગયું છે. 'ડેલી મિરર'ના રિપોર્ટ અનુસાર, ફિલિપ્સ જેણે 'કેરી ઑન' ફિલ્મમાં 'ડિંગ ડોંગ' અને 'હેલો, આઈ સે' જેવા વાક્યાંશોને પકડવા માટે યાદ કરવામાં આવશે. જોકે તેમાંથી 4માં તેમણે અભિમય કર્યો ત્યારે તે 98 વર્ષનો હતો.

    અનુભવી અભિનેતાની મૃત્યુની પુષ્ટિ તેમના એજન્ટ જોનાથન લૉયડે કરી હતી. જેણે કહ્યુ કે, તેમનું ઉંઘમાં શાંતિથી દેહાંત થયું છે. તે પહેલા બે સ્ટ્રોકથી બચી ગયા હતાં.

    આ પણ વાંચોઃ Alia-Ranbir baby: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને અમૂલે રસપ્રદ રીતે પાઠવી શુભકામના

    રિપોર્ટ અનુસાર, દિગ્ગજ અભિનેતાને જ્યારે પહેલો સ્ટોક આવ્યો ત્યારે તે 90 વર્ષના હતા. 'કેરી ઑન'માં પોતાની ભૂમિકા માટે સૌથી પ્રસિદ્ધ હતાં. તેમણે 200થી વધારે ફિલ્મોમાં અભિનય કર્યો આઠ દશકોથી વધારે તેમનું કરિયર ટીવી અને રેડિયો થકી હતું.

    આ પણ વાંચોઃ 'રસોડેમેં કૌન થા..'ની રાશી બહેન માતા બની, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી

    પોતાની 'કેરી ઑન'ની સફળતા બાદ, ફિલિપ્સે 'ડૉક્ટર ઇન ધ હાઉસ', 'ટૉમ્બ રેડર' અને 'મિડસમર મર્ડર્સ'માં અભિનય કર્યો. 'મિરર' અનુસાર, તેમણે 1943માં દ્વિતીય વિશ્વ યુદ્ધમાં રોયલ આર્ટિલરીમાં સેકન્ડ લેફ્ટિનેન્ટના રુપમાં લડાઈ લડી હતી, જેમાં જર્મનીના શક્તિશાળી વેહરમાચને હરાવ્યો હતો.
    Published by:Hemal Vegda
    First published:

    Tags: Entertainment news, Hollywood, Hollywood Actor, Hollywood News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन