Home /News /entertainment /

એમ્બર હર્ડની બહેને કોર્ટમાં આપી ગવાહી, કહ્યું- "એક્ટ્રેસને વાળ પકડીને મારતો હતો જોની ડેપ!"

એમ્બર હર્ડની બહેને કોર્ટમાં આપી ગવાહી, કહ્યું- "એક્ટ્રેસને વાળ પકડીને મારતો હતો જોની ડેપ!"

જોની ડેપ અને અંબર

Johny Depp and A b જોની ડેપે(Johny Depp) ડિસેમ્બર 2018માં 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં લાખામાં આવેલા લેખને લઈને એમ્બર હર્ડ પર દાવો માંડ્યો હતો, જેમાં તેણીએ પોતાને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી જાહેર વ્યક્તિ તરીકે વર્ણવી હતી.

    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ(Amber Heard Johnny Depp Defamation Case) વચ્ચે ચાલી રહેલા માનહાનિના કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે એમ્બરની નાની બહેન વ્હીટની હેનરીકેઝે કોર્ટમાં જુબાની આપી છે અને તેણે ખુલાસો કર્યો હતો કે લગ્નના એક મહિના પછી જોનીએ દલીલ દરમિયાન એમ્બરને વાળથી પકડીને વારંવાર તેના ચહેરા પર માર્યું હતું. જોકે, તેણે એ પણ ખુલાસો કર્યો હતો કે માર્ચ 2015માં લોસ એન્જલસના પેન્ટહાઉસમાં લડાઈ દરમિયાન એમ્બરે જોનીને મુક્કો માર્યો હતો.

    વ્હીટની હેનરીકેઝે(Amber Heard Sister Whitney Henriquez) જણાવ્યું હતું કે જોની ડેપે આ ઘટના બાદ નોન-ડિસ્કલોઝર એગ્રીમેન્ટ (NDA) પર સહીકરવાનું પણ કહ્યું હતું, પરંતુ એમ્બરે સહી કરવાનો ઇનકાર કર્યો હતો. જણાવી દઈએ કે NDA એક પ્રકારનો કરાર છે, જેમાં કોઈપણ પ્રકારની સંવેદનશીલ માહિતી અન્ય કોઈને ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. એટલે કે જોની ઈચ્છતો ન હતો કે બંને વચ્ચેની લડાઈ વિશે બહારની કોઈ વ્યક્તિને ખબર પડે.

    જોની માનહાનિ તરીકે માંગી રહ્યો છે 50 મિલિયન ડોલર

    જોની ડેપે(Johny Depp) ડિસેમ્બર 2018માં 'ધ વોશિંગ્ટન પોસ્ટ'માં લાખામાં આવેલા લેખને લઈને એમ્બર હર્ડ પર દાવો માંડ્યો હતો, જેમાં તેણીએ પોતાને ઘરેલુ હિંસાનો ભોગ બનેલી જાહેર વ્યક્તિ તરીકે વર્ણવી હતી. જો કે તેમાં ક્યાંય એમ્બર જોનીનું નામ લેવામાં આવ્યું ન હતું. પરંતુ જોનીએ સ્વીકાર્યું કે એમ્બરે તેને ઘરેલુ હિંસા કરનાર વ્યક્તિ કહીને તેની બદનામી કરી છે, આ માટે તેણે એમ્બર પાસેથી 50 મિલિયન ડોલરની માંગણી કરી છે.

    આ પણ વાંચો-Malaika Arjun Wedding: 48 વર્ષની મલાઈકા બનશે દુલ્હન, 12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે 2022નાં અંત સુધીમાં કરશે લગ્ન

    એમ્બર હર્ડે માંગ્યા 100 મિલિયન ડોલર

    એમ્બર હર્ડે(Amber Heard) પણ જોની ડેપની માનહાનીના કેસ સામે પોતાની માનહાની થયાનો આરોપ લગાવતા તેની સામે કેસ દાખલ કર્યો અને 100 મિલિયન ડોલરની માંગણી કરી હતી. એમ્બરે તેની અરજીમાં દાવો કર્યો હતો કે તેણીએ ઘણી શારીરિક હિંસા અને દુર્વ્યવહારનો સામનો કર્યો હતો અને આ બધું જોનીએ તેની સાથે કર્યું હતું.

    ગત 18 દિવસથી કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી

    જોની ડેપે કોર્ટમાં જુબાની દરમિયાન કહ્યું હતું કે, તેણે ક્યારેય એમ્બર હર્ડને માર નથી માર્યો, જ્યારે એમ્બર ઘણીવાર તેને મારતી હતી. વ્હીટની હેનરીકેઝે તેની બહેન વતી જુબાની આપી હતી. ઉલ્લેખનીય છે કે આ માનહાનિ કેસ પર વર્જીનિયાની કોર્ટમાં છેલ્લા 18 દિવસથી સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી 7 સદસ્યોવાળી જજોની બેંચ કરી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Amber Heard - Johnny Depp, Henriquez

    આગામી સમાચાર