હોલીવૂડની જાણીતી અભિનેત્રીએ રાજસ્થાનનો આ ખાસ Video શેર કર્યો, તમે પણ જુઓ

શેરોન સ્ટોન

રાજસ્થાનમાં રસ્તા પર નાચતા મોરનો વીડિયો આ અભિનેત્રીએ ટ્વિટર પર શેર કર્યો છે.

 • Share this:
  કોરોના સંક્રમણ કાળમાં દેશભરમાં લોકડાઉન (Lockdown)ના કારણે ખાલી પડેલા રસ્તાઓનો પશુ પંખીઓ સારી રીતે ઉપયોગમાં કરી રહ્યા છે. ત્યારે રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારમાં ખાલી પડેલા રસ્તાઓને મોર તેની કળા કરવાનું સ્થળ બનાવી દીધુ છે. અને આ અનેક મોર રસ્તા પર તેમની ઢેલ અને બાળકો સાથે નાચતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેને હોલિવૂડની જાણીતી અભિનેત્રી શેરોન સ્ટોન (Actress Sharon Stone) પોતાના ટ્વિટર હેન્ડર પરથી ટ્વિટ કર્યો છે. શેરોન દ્વારા આ વીડિયો ટ્વિટ કર્યા પછી રાજસ્થાન સરકારના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહ (Vishvendra Singh) તેને રિટ્વિટ કર્યું છે. એટલું જ નહીં તેમણે શેરોનનો આભાર વ્યક્ત કરતા તેમને રાજસ્થાન આવવાનું નિમંત્રણ પણ આપ્યું છે.

  62 વર્ષીય શેરોન સ્ટોન હોલિવૂડની ચર્ચિત અભિનેત્રીમાંથી એક છે. શેરોને આ વીડિયો 20 મેના રોજ ટ્વીટ કર્યો હતો. 1 મિનિટ અને 24 સેકન્ડના આ વીડિયોમાં રસ્તા પર મોટી સંખ્યામાં મોર નાચતા દેખાઇ રહ્યા છે. અને મોરના નાના બચ્ચા અને ઢેલ પણ નજરે પડી રહ્યા છે. શેરોનના આ ટ્વિટને અત્યાર સુધીમાં લગભગ 12 હજાર લોકો જોઇ ચૂક્યા છે. વળી 133 લોકોએ તેને રિટ્વિટ અને 714 લોકોએ તેને લાઇક કર્યું છે. 56 લોકોએ આ પર રિપાલ્ય પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે શેરોનના લગભગ પોણા બે લાખ ફોલોવર્સ છે.


  ત્યારે રાજસ્થાનના પર્યટન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે હોલિવૂડ સ્ટાર શેરોન સ્ટોનના આ ટ્વિટને રિટ્વિટ કર્યું છે. અને આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે - તમારા હજારો ફોલોવર્સને રાજસ્થાનની આ સુંદરતા બતાવવા અને તેનો પ્રચાર કરવા આભાર. રાજ્યના પ્રવાસન મંત્રી તરીકે હું આપનો આભારી છું. પધારો મારા દેશ. આ રીતે તેમણે શેરોનને રાજસ્થાન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. (પત્રકાર-ભવાની સિંહ)
  Published by:Chaitali Shukla
  First published: