Home /News /entertainment /OSCARS 2022: Will Smith એ પત્નીની મજાક ઉડાડવા પર સ્ટેજ પર જઈ Chris Rock ને મુક્કો મારી દીધો, દર્શકો સ્તબ્ધ

OSCARS 2022: Will Smith એ પત્નીની મજાક ઉડાડવા પર સ્ટેજ પર જઈ Chris Rock ને મુક્કો મારી દીધો, દર્શકો સ્તબ્ધ

ઓસ્કાર 2022ના કાર્યક્રમમાં હોલિવુડ એક્ટર વિલ સ્મિથે તેની પત્નીની મજાક ઉડાવનાર ક્રિસ રોકને થપ્પડ મારી દીધી

OSCARS 2022: ઓસ્કાર 2022ના કાર્યક્રમમાં (Hollywood Actor) વિલ સ્મિથ (Will Smith) એ તેની પત્નીની મજાક ઉડાવનાર ક્રિસ રોક (Chris Rock) ને થપ્પડ (slaps) મારી દીધી

OSCARS 2022: હોલીવુડ અભિનેતા (Hollywood Actor) વિલ સ્મિથ (Will Smith) ને ફિલ્મ 'કિંગ રિચર્ડ' (King Richard) માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો ઓસ્કાર એવોર્ડ (Oscar for Best Actor) આપવામાં આવ્યો છે. એવોર્ડ લેતી વખતે સ્મિથ સ્ટેજ પર રડી પડ્યો હતો. આંસુ લૂછીને તેણે પોતાની ટીમનો આભાર માન્યો. પરંતુ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મેળવતા પહેલા જ વિલ સ્મિથે સ્ટેજ પર જઈને કોમેડિયન ક્રિસ રોક (Chris Rock) સાથે એવું કર્યું કે જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કોમેડિયન ક્રિસ રોકે તેના એક જોક્સમાં વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથ (Jada Pinkett Smith) નો ઉલ્લેખ કર્યો અને આ સાંભળીને સ્મિથ સ્ટેજ પર ચઢી ગયો અને ક્રિસને મુક્કો માર્યો. ક્રિસે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી હતી, જે સાંભળવી સ્મિથની પત્નીને પસંદ ન આવી.

હકીકતમાં, ક્રિસ રોકે ફિલ્મ G.I Jane 2ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જાડાની ટાલ પર ટિપ્પણી કરતા ક્રિસ રોકે કહ્યું કે, ટાલ હોવાના કારણે જ તેને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી. ક્રિસે આ જોકને ફિલ્મ G.I Jane 2 થી ઓસ્કાર સ્ટેજ પર રિપીટ કરવાનો પ્રયાસ કર્યો. આ સાંભળીને ઓડિયન્સમાં બેઠેલો વિલ સ્મિથ ઊભો થયો અને તેણે સ્ટેજ પર જઈને ક્રિસને મુક્કો માર્યો. આ પછી સ્મિથ બૂમો પાડતો જોવા મળ્યો કે, 'તારા ગંદા મોંથી મારી પત્નીનું નામ ન લે'.



જો કે, શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવ્યા બાદ, વિલ સ્મિથે પોતાની આ હરકતને લઈ એકેડેમી અને સાથી નોમિની સામે માફી માંગી. સ્મિથે કહ્યું, હું એકેડમીની, મારા સાથી નોમિનીની માફી માંગુ છું. આ ખૂબ જ સુંદર ક્ષણ છે અને હું એવોર્ડ જીતવા માટે નથી રડી રહ્યો. તે પોતે એવોર્ડ જીતવાની ખુશીમાં નથી.

આ પણ વાંચોફેન્સની આતુરતાનો અંત! OTT પર આવી રહી છે ભીમલા નાયક, આ સીરિઝ પણ મચાવશે ધૂમ

તમને જણાવી દઈએ કે બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર સ્મિથની ફિલ્મ 'કિંગ રિચર્ડ્સ' 2021માં રિલીઝ થયેલી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પ્રખ્યાત ટેનિસ ખેલાડી સેરેના અને વિનસ વિલિયમ્સના પિતા અને કોચ રિચાર્ડ વિલિયમ્સની બાયોગ્રાફી છે, જેમાં વિલ સ્મિથે કોચ રિચર્ડની ભૂમિકા ભજવી હતી.
First published:

Tags: Hollywood, Hollywood News, Hollywood stars, Oscar Award

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો