ફિલ્મના સેટ પર હોલિવૂડ એક્ટરે પ્રોપ ગનથી ફાયર કર્યું, ઘટનામાં સિનેમેટોગ્રાફરનું મૃત્યુ, ડિરેક્ટર ઘાયલ

હોલિવૂડ એક્ટરની એક ફિલ્મના સેટ પર થયેલી દુર્ઘટનામાં મહિલા સિનેમેટોગ્રાફરનું મૃત્યુ થયું

યુએસ લો એન્ફોર્સમેન્ટ (US law enforcement officers)ના ઓફિસરોએ જણાવ્યા મુજબ, ‘રસ્ટ’ (Rust) નામની ફિલ્મનો સેટ ન્યુ મેક્સિકોમાં લગાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એલેક બોલ્ડવિન (Alec Baldwin) લીડ રોલમાં છે. પ્રોપ ગનથી ફાયર પણ તેમણે જ કર્યું હતું.

  • Share this:
    લોસ એન્જલેસ. જાણીતાં હોલિવૂડ એક્ટર (Hollywood Actor)ની એક ફિલ્મના સેટ પર થયેલી દુર્ઘટનામાં મહિલા સિનેમેટોગ્રાફરનું મૃત્યુ થઈ ગયું છે. અમેરિકી એક્ટર એલેક બોલ્ડવિન (Alec Baldwin)ના મૂવી સેટ (Movie Set) પર એક પ્રોપ ગન (ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઉપયોગમાં લેવાતી નકલી ગન)ના ફાયરથી આ ઘટના ઘટી છે અને ફિલ્મના ડિરેક્ટર પણ ઘાયલ થઈ ગયા છે.

    યુએસ લો એન્ફોર્સમેન્ટ (US law enforcement officers)ના ઓફિસરોએ જણાવ્યા મુજબ, ‘રસ્ટ’ (Rust) નામની ફિલ્મનો સેટ ન્યુ મેક્સિકોમાં લગાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એલેક બોલ્ડવિન લીડ રોલમાં છે. પ્રોપ ગનથી ફાયર પણ તેમણે જ કર્યું હતું. આ ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ રહી છે. પરંતુ કોઈ કેસ ફાઈલ કરવામાં નથી આવ્યો.

    સેન્ટા ફીના શેરિફે જણાવ્યું કે હોલિવૂડ એક્ટરે પ્રોપ ગનથી ફાયર કર્યું હતું જેમાં 42 વર્ષીય ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી (cinematographer) હાલયાના હચ્કિન્સ (Halyna Hutchins)નું મૃત્યુ થઈ ગયું છે, જ્યારે નિર્દેશક જોએલ સુઝા (Joel Souza) ઘાયલ થયા છે.

    તપાસકર્તાઓએ જણાવ્યું કે એવું લાગે છે કે ફિલ્માવામાં આવી રહેલા મૂવી સીનમાં એક પ્રોપ ફાયરઆર્મનો ઉપયોગ થયો હતો જેને સીન દરમ્યાન ડિસ્ચાર્જ કરવામાં આવ્યો અને આ ઘટના ઘટી.

    આ પણ વાંચો: Amit Shah Birthday: ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહની રાજકીય સફર કઈ રીતે શરુ થઈ? વાંચો

    42 વર્ષીય સિનેમેટોગ્રાફરને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પણ તે બચી શકી ન હતી. તો 48 વર્ષીય ડિરેક્ટર સુઝાને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. આ ઘટનાને લઈને હજુ સુધી કોઈ ચાર્જ લગાવવામાં આવ્યો નથી. હાલ સાક્ષીઓ સાથે પૂછપરછ ચાલુ છે.

    સૂત્ર મુજબ, ફિલ્મના લીડ એક્ટરે પ્રેક્ટિસ કરવા માટે બંદૂક ઉપાડી હતી અને તેઓ એ વાતથી અજાણ હતા કે આમાં રાઉન્ડ લાગ્યા છે.

    આ પણ વાંચો: Money Heistના એક્ટર્સને એક એપિસોડ માટે કેટલા પૈસા મળે છે? જાણો એક જ Click પર

    આ ઘટના સાન્ટા ફે નજીક બોનાન્ઝા ક્રીક રેન્ચ (Bonanza Creek Ranch) ખાતે આ ઘટના બની હતી. બોનાન્ઝા ક્રીક રેન્ચ ફિલ્મમેકરોમાં શૂટિંગ માટે પોપ્યુલર સ્થળ છે. સામાન્ય રીતે મૂવી સેટ પર દરેક પ્રકારની સાવધાની રાખવામાં આવે છે છતાં આવી ઘટનાઓ સામે આવે છે. માર્શલ આર્ટસ લેજન્ડ બ્રુસ લી (Bruce Lee)ના દીકરા બ્રેન્ડન લી (Brandon Lee)નું મૃત્યુ પણ ફિલ્મના સેટ પર થયું હતું. તેઓ ‘The Crow’ ફિલ્મનું શૂટ કરતા હતા ત્યારે બંદૂકની ગોળી તેમને વાગી ગઈ હતી.
    Published by:Nirali Dave
    First published: