Home /News /entertainment /લેડી ગાગાના કૂતરાને મારી હતી ગોળી, આરોપીને મળી 21 વર્ષની સજા
લેડી ગાગાના કૂતરાને મારી હતી ગોળી, આરોપીને મળી 21 વર્ષની સજા
ફોટોઃ @ladygaga
લેડી ગાગાએ કૂતરાને ગોળી મારનારા આરોપીને 21 વર્ષની સજા સંભળાવી છે. આ મામલો 2021નો છે. જ્યારે લેડી ગાગાના ડૉગ વૉકર પર હુમલો કરી કરવામાં આવ્યો હતો. આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્સન હતું, જેમાં ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બે સાથીઓ સાથે મળીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
મુંબઈઃ હોલિવૂડ સિંગર લેડી ગાગાને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. લેડી ગાગાના કુતરાને ગોળી મારનારને 21 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ મામલો 2021નો છે. જેને લઈને હવે કોર્ટે તેનો ફેસલો કર્યો છે.
લેડી ગાગાના કૂતરાની હત્યા કરનારને મળી સજા
આ મામલો 2021નો છે. લેડી ગાગાના French bulldogને ગોળી મારવામાં આવી હતી. હુમલો કરનારા આરોપીનું નામ જેમ્સ હૉવર્ડ જેક્શન હતું, જેનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બે સાથિઓ સાથે મળીને આ સંપુર્ણ ઘટનાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ અનુસાર, જેક્સનના હૉલિવૂડ સ્ટ્રીટ પર રાયન ફિશર પર અટેક કર્યો હતો, જે લેડી ગાગાના ત્રણ પાળત ડૉગને લટાર મારવા લઈ ગયા હતાં.
આ દરમિયાન આરોપીએ લેડી ગાગાએ ડૉગ વૉકર પર હુમલો કરી દીધો હતો. આ ઘટનાએ લેડી ગાગાને અંદરથી હચમચાવી દીધી હતી. સિંગરને પોતાના બધા જ કૂતરા સાથે ખૂબ જ લગાવ હતો. સિંગરના કૂતરાને કોઈએ કિડનેપ કરી લીધા હતાં. ત્યારબાદ લેડી ગાગાએ પોતાના કૂતરા કોજી અને ગુસ્તાવને પરત કરવા માટે 5,00,000 ડૉલરનું ઈનામ રાખ્યુ હતું. એક મહિલાએ તેના કૂતરાને પરત કર્યા હતાં, પરંતુ બાદમાં આખી અલગ જ સ્ટોરી નીકળી. કહેવામાં આવી રહ્યુ છે કે મહિલા કૂતરા ચોરી કરનારી આરોપી નીકળી. જેક્શન સિવાય આ મામલાને અંજામ આપવા તેના અન્ય સાથી પણ જેલમાં બંધ છે.
લૉસ એંજેલિસની પોલીસ અનુસાર, તેમને એવું લાગે છે કે માલિકોના કારણે તેમના ડૉગ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતાં. પોલીસનું કહેવું છે કે માર્કેટમાં આ કૂતરા મોંઘા ભાવે વેચવામાં આવે છે. બની શકે છે કે તેમને ચોરીને બ્લેકમાં તેને મોંઘા ભાવે વેચવા માટે તેના પર હુમલો કરવામાં આવ્યો હોય. લેડી ગાગા સિવાય રીસ વિદરસ્પૂન, લિયોનાર્ડો ડિકૈપરિયો અને મેડોના જેવી સેલિબ્રિટીસ પાસે પણ ફ્રેન્ચ બુલડૉગ છે. સેલિબ્રિટીની ડિમાન્ડ બાદ આ ડૉગ્સની કિંમત પહેલા કરતા વધી ગઈ છે.
Published by:Hemal Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર