Home /News /entertainment /મુંબઈમાં શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' એક મોટો વારસો છે. જાણો SRK પહેલા અહીં કોણ રહેતું હતું?

મુંબઈમાં શાહરૂખ ખાનનું ઘર 'મન્નત' એક મોટો વારસો છે. જાણો SRK પહેલા અહીં કોણ રહેતું હતું?

શાહરૂખ ખાનનું ઘર 'મન્નત'

મુંબઈ (Mumbai) જતો દરેક વ્યક્તિ પણ 'મન્નત' (Mannat History)ની સામે પહોંચી એક ફોટો તો જરૂર ખેંચાવે છે. સામાન્ય દિવસોમાં પણ શાહરૂખના ઘરની સામે લગભગ 100 લોકોનો જમાવડો હોય છે.

બોલિવૂડ (Bollywood)નું નામ લો તો શાહરૂખ ખાન (Shahrukh Khan House)નું નામ સૌથી પહેલા આવે છે અને શાહરૂખનું નામ લો તો 'મન્નત' (Mannat)નો ઉલ્લેખ આવે છે. મુંબઈ (Mumbai) જતો દરેક વ્યક્તિ પણ 'મન્નત' (Mannat History)ની સામે પહોંચી એક ફોટો તો જરૂર ખેંચાવે છે. સામાન્ય દિવસોમાં પણ શાહરૂખના ઘરની સામે લગભગ 100 લોકોનો જમાવડો હોય છે. મુંબઈના બાંદ્રામાં આવેલ 'મન્નત' એ લક્ઝરીનું ઘર છે. પણ શું મન્નત પહેલાથી જ મન્નત જ હતું? શાહરૂખ પહેલા અહીં કોણ રહેતું હતું? ચાલો આ લેખમાં તમને બધું જણાવીએ.

મન્નતનું પહેલાનું આનું નામ 'Villa Vienna' હતું. તેના મૂળ માલિક ગુજરાતી મૂળના પારસી વ્યક્તિ કેકુ ગાંધી હતા. કેકુ જી એક પ્રખ્યાત શિલ્પકાર અને ગેલેરીસ્ટ હતા. 'વિલા વિયેના'ની બાજુમાં આવેલી ઈમારત, જેનું નામ 'Kekee Manzil' હતું, તે પણ આ જ માલિકીની હતુ. કેકુજીના દાદા માણેકજી બાટલીવાલા 'Kekee Manzil'માં રહેતા હતા. તેમની પુત્રી એટલે કે કેકુ ગાંધીની માતા Villa Vienna ઉર્ફે મન્નતમાં રહેતી હતી.



નાણાકીય નુકસાનને કારણે માણેકજી બાટલીવાલાએ વિલા વિયેનાને ભાડા પર આપવાનું શરૂ કર્યું અને તેમનો આખો પરિવાર 'કેકી મંઝિલ'માં રહેવા લાગ્યો. આખરે, વિલા વિયેના નરીમાન દુબાશના નામે બની ગયું. ત્યારબાદ શાહરૂખ ખાને આ ઘર નરીમાન દુબાશ પાસેથી 13.32 કરોડમાં ખરીદ્યું છે. એવું કહેવાય છે કે, શાહરૂખ ખાને દુબાશને ઘર વેચવા માટે ખુબ મનાવવું પડ્યું કારણ કે એસઆરકે તેના સ્થાન, વિસ્તાર વગેરેને કારણે તેને ખરીદવા માટે આતુર હતો.

આ પણ વાંચોBollywood Interesting Story: ચંકી પાંડે અને શાહરૂખ ખાનની દોસ્તીની રસપ્રદ કહાની

શરૂઆતમાં શાહરૂખ પોતાના નવા ઘરનું નામ 'જન્નત' રાખવા માંગતો હતો, પરંતુ એકવાર તેણે ઘર ખરીદ્યું તો તેની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ, તેથી તેણે પોતાના ઘરનું નામ 'મન્નત' રાખ્યું.
First published:

Tags: Bollywood Interesting story, Bollywood News in Gujarati, Important Bollywood News, Shahrukh Khan