Home /News /entertainment /

કપિલનાં ચાહકો માટે ખરાબ સમાચાર, બંધ થઇ શકે છે 'ફેમિલી ટાઇમ'!

કપિલનાં ચાહકો માટે ખરાબ સમાચાર, બંધ થઇ શકે છે 'ફેમિલી ટાઇમ'!

સૌને હતું કે ફરી એક વખત કપિલની દમદાર કોમેડી જોવા મળશે. પણ આ વખતે કપિલ દર્શકોને હસાવવામાં નિષ્ફળ રહ્યો છે

સૌને હતું કે ફરી એક વખત કપિલની દમદાર કોમેડી જોવા મળશે. પણ આ વખતે કપિલ દર્શકોને હસાવવામાં નિષ્ફળ રહ્યો છે

    મુંબઇ: લાગે છે કે કપિલ શર્માના દુ:ખનાં દિવસોનો અંત આવ્યો નથી. ટૂંક સમય પહેલાં જ શરૂ થયેલાં કપિલ શર્માનાં શો 'ફેમિલી ટાઇમ વિથ કપિલ શર્મા' શોને
    ઓડિયન્સ પસંદ નથી કરી રહીં. શોની ખરાબ રેટિંગને કારણે શોને બંધ કરવાનો વિચાર હાલમાં મેકર્સ કરી રહ્યાં છે.

    25 માર્ચનાં રોજ જ શરૂ થયેલા આ શોથી ચાહકો ખુબજ નીરાશ થયા છે. શોનાં પ્રોમો ઓનએર થયા હતાં ત્યારથી ચાહકો તેને જોવા માટે ઉત્સુક હતાં. સૌને હતું કે ફરી એક વખત કપિલની દમદાર કોમેડી જોવા મળશે. પણ આ વખતે કપિલ દર્શકોને હસાવવામાં નિષ્ફળ રહ્યો છે.

    ક્રિટિક્સ અને ફેન્સ તમામે આ શોને અપ ટૂ ધ માર્ક ગણ્યો નથી. વાતો એટલે જ વધી ગઇ છે કે કપિલ શર્માનો આ શો જો આ રીતે જ પીટાતો રહ્યો તો ટૂંક સમયમાં મેકર્સ અને ચેનલ મળીને તેને બંધ કરી શકે છે.

    આ પહેલાં 'બાગી-2' અને રાની મુખર્જીની 'હિચકી' સાથેનું શૂટ કેન્સલ થઇ ગયું હતું. ત્યારે પણ શોને મળેલા ખરાબ રેટિંગને જ કારણ જણાવવામાં આવ્યું હતું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Kapil Sharma

    આગામી સમાચાર