5 Years Of Mohenjo Daro: ઋતિક રોશને નર્મદા નદીમાં શૂટિંગ કરતાં થઈ હતી બબાલ

ફિલ્મ મોહેન્જો દરોના પાંચ વર્ષ પુરા

mohenjo daro movie Shooting Controversy: 12 ઓગસ્ટ, 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ ઋતિકની યાદગાર ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મને રિલીઝ થયાને 5 વર્ષ થઇ ગયા છે પરંતુ દર્શકોના દિલો પર આજે પણ રાજ કરે છે.

  • Share this:
5 Years of Mohenjo Daro: ગ્રીક એક્ટર તરીકે ફેસમ ઋતિક રોશન (Hrithik Roshan)એ ‘મોહેંજો દરો’ (Mohenjo Daro movie) ફિલ્મમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું. 12 ઓગસ્ટ, 2016માં રિલીઝ થયેલી આ ફિલ્મ ઋતિકની યાદગાર ફિલ્મો પૈકીની એક છે. આ ફિલ્મને રિલીઝ થયાને 5 વર્ષ થઇ ગયા છે પરંતુ દર્શકોના દિલો પર આજે પણ રાજ કરે છે. આશુતોષ ગોવારિકરના નિર્દેશનમાં (Ashutosh Gowariker) બનેલી આ ફિલ્મમાં ઘણા પ્રયોગો કરવામાં આવ્યા હતા. સિંધુ ખીણની સભ્યતાને બતાવવા માટે આર્કિયોલોજીસ્ટ (Archaeologist) સાથે ઘણી મીટિંગો કરી હતી. આ સિવાય આશુતોષને ઘણી વખત વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો.

ફિલ્મ માટે આશુતોષે 3 વર્ષ સુધી કર્યુ રિસર્ચ
આશુતોષ ગોવારિકરે મોહેંજો દરો ફિલ્મની કથાને ન્યાય આપવા માટે ઘણુ સંશોધન કર્યુ હતું. ફિલ્મના તમામ કેરેક્ટર અને સીનને દર્શક પ્રાચીન સિંધુ સભ્યતા સાથે જોડી શકે તેના માટે લગભગ 3 વર્ષ સુધી રિસર્ચ કરતા હતા. આશુતોષે સોશ્યલ મીડિયમાં પોસ્ટ (Ashutosh Gowariker social media post)કરી જણાવ્યું હતું કે, ફિલ્મ માટે 3 વર્ષ સુધી ચાલેલા લાંબા રિસર્ચ દરમિયાન સિંધુ ઘાટી સભ્યતાનો ખોદકામ અને સ્ટડીમાં સામેલ 7 આર્કિયોલોજીસ્ટ સાથે મુલાકાત કરી હતી. ફિલ્મના સેટ અને લાઇફસ્ટાઇલને વ્યવસ્થિત દર્શાવવા માટે પ્રોફેસર જોનાથન માર્ક કેનોયર (Professor Jonathan Mark Kenoyer)ને બોલાવ્યા હતા, જે હડપ્પા સિવિલાઇઝેશનના એક્સપર્ટ હતા.

ભેડાઘાટ જોઇને ખુશ થયા હતા આશુતોષ
ફિલ્મના લોકેશનને લઇને પણ આશુતોષે ઘણી જગ્યાઓની વિઝીટ કરી. ત્યારે જઇને સ્ક્રિન પર પ્રાચીન સમયને દેખાડવામાં સફળ રહ્યા. આશુતોષ પોતાની આ ફિલ્મને ભવ્યની સાથે સાથે નેચરલ પણ બનાવવા માંગતા હતા. તેના માટે તેમણે લોકેશન શોધવામાં ખૂબ મહેનત કરી. ભેડાઘાટનો આજુબાજુનો વિસ્તાર આશુતોષને પોતાની ફિલ્મ માટે એકદમ પરફેક્ટ લાગ્યો અને જ્યારે આ જગ્યાને જોઇ તો તેમના મોઢામાંથી નીકળ્યું – અદ્દભુત.

આશુતોષે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે ઘણી જગ્યાઓ જોવા ગયો પરંતુ કોઇ પણ સિંધુ ખીણની સભ્યતા દેખાડવા માટે યોગ્ય નહોતી લાગી રહી. અમારી શોધ મધ્યપ્રદેશના જબલપુરમાં ભેડાઘાટ પર જઇને પૂરી થઇ. લગભગ 4 હજાર વર્ષ જૂની પ્રાચીન સભ્યતાને ફિલ્મી પડદે દેખાડવા માટે અમારી શોધ અહીં પૂરી થઇ હતી.

નકલી મગરમચ્છ સાથે લડ્યા હતા ઋતિક
2015માં જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું, તો ત્યારે ઘણો વિવાદ થયો હતો. જબલપુરમાં ભેડાઘાટમાં નર્મદા નદીના કિનારાને એકદમ સિંધુ નદી જેવો બનાવવામાં આવ્યો. ઋતિક રોશન અને મગરમચ્છોની સાથેનો ફાઇટિંગ સીન શૂટ કરતી સમયે આશૂતોષ પર નર્મદા નદીને પ્રદૂષિત કરવાનો આરોપ લાગ્યો હતો.

આ પણ વાંચોઃ-BHUJ: સ્ક્રિનિંગમાં અજય દેવગણની દીકરીએ લૂંટી મહેફિલ, પરિવારને જોઇ ડાન્સ કરવાં લાગી ન્યાસા

હકીકતમાં ફિલ્મની સ્ક્રિન પર ઋતિકને મગરમચ્છો સાથે ફાઇટિંગ કરતો જોઇ સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ તે અસલી નહીં પરંતુ આર્ટિફિશિયલ મગરમચ્છ હતા. પર્યાવયરણ પ્રેમીઓએ તેના કેમિકલના કારણે નદીને પ્રદૂષિત કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ પણ વાંચોઃ-Taarak Mehta: જાણો તમારા પસંદિદા 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશીની વાર્ષિક કમાણી

મંત્રમુગ્ધ કરી દે છે આ ફિલ્મની શાનદાર સંગીત
ઋતિક રોશન સિવાય આ ફિલ્મમાં કબીર બેદી, પૂજા હેગડે, અરૂણોદય સિંહે પણ દમદાર કામ કર્યુ હતું. આ ફિલ્મનું સંગીત લોકોને મંત્રમુગ્ધ બનાવવામાં સફળ રહ્યું હતું. ફિલ્મના ગીતોને જાવેદ અખ્તરે લખ્યા હતા અને સંગીત એ આર રહેમાને આપ્યું હતું.
Published by:ankit patel
First published: