Home /News /entertainment /Hira Mani Insult Video: પાકિસ્તાની એક્ટ્રેસ અને સિંગરની લાઈવ કોન્સર્ટમાં થઈ ઈન્સલ્ટ! ચાહકોએ કરી એવી હરકત કે ગાવાનું કર્યું બંધ
Hira Mani Insult Video: પાકિસ્તાની એક્ટ્રેસ અને સિંગરની લાઈવ કોન્સર્ટમાં થઈ ઈન્સલ્ટ! ચાહકોએ કરી એવી હરકત કે ગાવાનું કર્યું બંધ
પાકિસ્તાની એક્ટ્રેસ અને સિંગરની લાઈવ કોન્સર્ટમાં થઈ ઈન્સલ્ટ!
Hira Mani Insult Video: પાકિસ્તાની ટીવી અભિનેત્રી હિરા માની (Pakistani TV actress Hira Mani) ને ‘પ્રીત ના કરિયો કોઈ’, ‘દો બોલ’ અને ‘કશ્ફ’ જેવા શોઝ માટે ઓળખવામાં આવે છે. હિરા માની શોમાં કામ કરવાની સાથે સિંગિંગ પણ કરે છે. ત્યારે એક કોન્સર્ટ દરમિયાન બનેલી ઘટનાના કારણે તેમણે ખૂબ જ શરમમાં મુકાઈ જવું પડ્યું છે.
Hira Mani Insult Video: પાકિસ્તાની ટીવી અભિનેત્રી હિરા માની (Pakistani TV actress Hira Mani) ને ‘પ્રીત ના કરિયો કોઈ’, ‘દો બોલ’ અને ‘કશ્ફ’ જેવા શોઝ માટે ઓળખવામાં આવે છે. હિરા માની શોમાં કામ કરવાની સાથે સિંગિંગ પણ કરે છે. ત્યારે એક કોન્સર્ટ દરમિયાન બનેલી ઘટનાના કારણે તેમણે ખૂબ જ શરમમાં મુકાઈ જવું પડ્યું છે.
હિરા અભિનેત્રી હોવાની સાથે સાથે સિંગિગના કરિઅર અંગે પણ ગંભીર છે. પણ કોન્સર્ટમાં તેમના ગીત ઉપર લોકોએ ખૂબ જ અલગ પ્રકારે રિએક્ટ કર્યું હતું. કોન્સર્ટનો વિડીયો વાયરલ થવા લાગ્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ કમેન્ટ કરીને ગીત ગાવાનું બંધ કરવા માટે કહેવા લાગ્યા છે.
હિરાનું ગીત ‘સવારી’ થોડા દિવસ પહેલા વાયરલ થયું હતું. આ ગીત વાયરલ થયા બાદ તે એક્ટિંગ કરિઅર કરતા સિંગિંગ પર વધુ ધ્યાન આપી રહી છે. 14 ઓગસ્ટના રોજ લંડનમાં ‘જશ્ન એ આઝાદી’ ના અવસરે એક કોન્સર્ટમાં પરફોર્મ કરી રહી હતી. તે સ્ટેજ પર ખૂબ જ ઉત્સાહ અને એનર્જી સાથે પરફોર્મન્સ આપી રહી હતી. પણ ઓડિયન્સ તેમનું ગીત ઉત્સાહ અને એનર્જી સાથે સાંભળતી હતી કે કેમ? તે કહેવું મુશ્કેલ છે.
ઓડિયન્સનો યોગ્ય રિસ્પોન્સ ના મળતા હિરાએ ફરી એકવાર કોશિશ કરી. તે પોતાના ગીત ‘જા તુજે માફ કિયા’ સાથે લોકોને પણ ગીતમાં સામેલ કરવા ઈચ્છતી હતી. હિરાએ સ્ટેજ પર ગીતની લાઈન ગાઈ, ઓડિયન્સને પણ પોતાની સાથે ગીત ગાવાનું કહ્યું હતું. તેમ છતાં ઓડિયન્સે કોઈ રિસ્પોન્સ ના આપ્યો.
તેમણે સતત બેથી ત્રણ વાર આ પ્રકારે કરવાની કોશિશ કરી. તેમ છતાં ઓડિયન્સે તેમના સૂર સાથે સૂર મેળવવાની પરવાહ ના કરી. હિરાએ સ્ટેજ પરથી ઓડિયન્સને કહ્યું કે, જો ઓડિયન્સ સૂરમાં સૂર નહીં પુરાવે તો તે આગળ ગીત નહીં ગાય. તેમ છતાં ઓડિયન્સને કોઈ ફરક પડતો નહોતો અને ઓડિયન્સે કોઈ રિસ્પોન્સ આપ્યો નહીં.
કોન્સર્ટનો વિડીયો વાયરલ થઈ ગયો છે. ફેન્સ હિરા માની સાથે સૂર પુરાવાની જગ્યાએ સોશિયલ મિડીયા પર સલાહ આપી રહ્યા છે. ફેન્સને ડેઈલી શોપમાં હિરાનું પર્ફોર્મન્સ વધુ પસંદ આવી રહ્યું છે. પાકિસ્તાનની ઓડિયન્સ લગ્ન બાદ માત્ર ગણતરીની અભિનેત્રીઓને જ પસંદ કરે છે. હિરા માની તે ફિમેલ આર્ટીસ્ટમાંથી એક છે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર