Home /News /entertainment /

રજનીકાંત અને નાના પાટેકરની ફિલ્મ 'કાલા'નું ટ્રેલર રિલીઝ

રજનીકાંત અને નાના પાટેકરની ફિલ્મ 'કાલા'નું ટ્રેલર રિલીઝ

    રજનીકાંતની ફિલ્મ 'કાલા'નું ટ્રેલર દર્શકો વચ્ચે ઈન્ટનેટ પર રિવીલ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મનું ટ્રેલર હાલ તો તામિલ ભાષાની સાથે સાથે હિન્દી ભાષામાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે.

    ફિલ્મના આ ટ્રેલરમાં રજનીકાંત ગરીબ અને ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો માટે એક મસીહાના રૂપમાં નજર આવી રહ્યાં છે ફિલ્મને મુંબઈના ઘારાવી વિસ્તારમાં શુટ કરવામાં આવ્યું છે. જેમાં રજનીકાંત ગરીબોના હક્ક માટે લડતા જોવા મળી રહ્યાં છે.



    ફિલ્મને લઈને કર્ણાટકમાં વિવાદ પણ શરૂ થઈ ગયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે કર્ણાટકમાં ફિલ્મ ડિસ્ટ્રીબ્યૂટર્સે આ ફિલ્મને બતાવવાનો ઈન્કાર કરી દીધી છે.

    આ ફિલ્મમાં નાના પાટેકર એક ભ્રષ્ટ પોલિટિશિયનનો અભિનય નિભાવી રહ્યાં છે. જે પોતાના કામને લઈને ખુબ દ નિર્દયી છે. ફિલ્મમાં તેનો ડાયલોગ છે, 'જો મેરે ખિલાફ હોગા, વો મરેગા' એટલે કે જે મારા વિરૂદ્ધ જશે તેનું મોત થશે. આ ફિલ્મમાં હુમા કુરેશીએ પણ કામ કર્યું છે. 2 મિનિટના આ ટ્રેલરને ઈન્ટરનેટ પર સારો રિસ્પોન્સ મળ્યો છે. આ ટ્રેલરને અત્યાર સુધીમાં અંદાજીત 45 લાખ લોકો જોઈ ચુક્યા છે.

    ફિલ્મમાં રજનીકાંતની એન્ટ્રી પણ ખુબ જ દમદાર બતાવવામાં આવી છે અને સાથે જ તેના ડાયલોગ્સ પણ ખુબ જ ઈન્ટરેસ્ટિંગ છે. આ ફિલ્મ 7 જૂને વિશ્વભરમાં રિલીઝ કરવામાં આવશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Nana patekar, Rajnikant, Teaser, Trailer

    આગામી સમાચાર