કોરોના પોઝિટિવ થઇ HINA KHAN, બોલી- દુઆઓની જરૂર છે

હિના ખાન કોરોના પોઝિટિવ

જે પણ લોકો ગત દિવસોમાં મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ કૃપ્યા કરી તેમનો કોવિડ ટેસ્ટ કરાવી લે. મને આફ સૌની દુઆઓની જરૂર છે. સુરક્ષિત રહેશો અને પોતાનો ખ્યાલ રાખશો.'

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ હિના ખાન (Hina Khan) હાલમાં ઘણી જ દુખી છે. તેણે તેનાં પિતાને હાલમાં જ ગુમાવ્યાં છે. તેનાં પિતાનું નિઘન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે. તો એક્ટ્રેસ પોતે હાલમાં કોરોનાની ચપેટમાં આવી ગઇ છે. આ વાતની માહિતી તેણે પોતે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર આપી છે.

  હિના ખાને તેનાં સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે, 'હું અને મારો પરિવાર ખુબજ કઠિન સમયમાંથી પસાર થઇ રહ્યાં છે. અને આ મુશ્કેલ સમયમાં હું કોરોનાનો શીકાર થઇ ગઇ છું. ડોક્ટર્સનાં નિર્દેશોનું પાલન કરતાં મે પોતાને હોમ કૉરન્ટીન કરી લીધી છે. અને તમામ જરૂરી નિર્દેશોનું પાલન કરી રહી છું. જે પણ લોકો ગત દિવસોમાં મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ કૃપ્યા કરી તેમનો કોવિડ ટેસ્ટ કરાવી લે. મને આફ સૌની દુઆઓની જરૂર છે. સુરક્ષિત રહેશો અને પોતાનો ખ્યાલ રાખશો.'

  આ પહેલાં હિના ખાને તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પિતા અંગે પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે લખ્યું હતું કે, 'મારા પિતા અસલમ ખાન 20 એપ્રિલ 2021નાં અમને છોડીને જન્નત ચાલ્યા ગયા છે હું આપ તમામની આભારી છું. જે લોકોએ મને ફોન કરી મારા અને પરિવારનાં હાલ-ચાલ પુછ્યાં. આ મુશ્કેલ ઘડીમાં હું અને મારો પરિવાર બંને પિતાનાં નિધનથી શોકમાં છીએ. મારું સોશિયલ મીડિયા પેજ મારી ટીમ હેન્ડલ કરશે. આગળનાં પ્રોજેક્ટ વિશે વાત કરશે. આપ સૌનો આભાર મને સપોર્ટ કરવાં અને પ્રેમ આપવા માટે.. હિના ખાન.'

  આપને જણાવી દઇએ કે, હિના ખાન (Hina Khan) તેનાં પિતાને ખુબજ પ્રેમ કરતી હતી. તે તેની ઘણી નજીક હતી. ઇન્સ્ટાગ્રામ પર પિતા સાથે ઘણાં તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રેહ છે. પિતાનાં આ રીતે જતા રહેવાંથી હિના ખાન ખુબજ દુખી છે. તેનો રડી રડીને હાલત ખરાબ છે. હાલમાં તેનાં પિતાની સાથે હિનાનો એક વીડિયો ખુબજ વાયરલ થઇ ગયો છે.

  હિનાનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે અને તેનાં પિતા વાત કરે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, હિનાનાં પિતાએ તેનું ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બંધ કરાવી દીધુ છે. હિનાનાં વધતા ખર્ચાથી પરેશાન તેનાં પિતાએ જ્યારે આ પગલું ઉઠાવ્યું તો એક્ટ્રેસ શોક્ડમાં છે.
  Published by:Margi Pandya
  First published: