મુંબઈઃ ગૌહર ખાનના (Gauhar khan) પિતાનું તાજેતરમાં (father deat) અવસાન થયું હતું. જેથી તે ખૂબ દુઃખી છે. આ કપરા સમયમાં તેના મિત્રો તેની પડખે ઉભા છે. ગૌહરના પિતા ઘણા સમયથી બીમાર હતા. મુંબઈની (Mumbai) એક હોસ્પિટલમાં (hospital) તેમની સારવાર ચાલતી હતી.
ગૌહર છેલ્લા બીગબોસ 14માં જોવા મળી હતી. તેના પતિ જૈદ દરબાર સાથેના ડાન્સ વીડિયોના (dance video) કારણે પણ તે ચર્ચામાં હતી. દરમિયાન ગૌહરના લગ્નના બે મહિનામાં જ તેના પિતા જફર અહેમદ ખાનનું નિધનથી થઈ ગયું હતું. આ દુઃખદ સમયમાં ઇન્ડસ્ટ્રીના અનેક લોકો ગૌહરની પડખે રહ્યા છે.
tweetની તસવીર
ગૌહરે તેના પિતાના નિધનના થોડા સમય બાદ પિતાને યાદ કરતી એક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું, 'મારા હીરો. કોઈ પણ ક્યારેય તમારા જેવું બની ના શકે. મારા પિતાનું નિધન થયું છે. તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. હું તમને ખૂબ પ્રેમ કરું છું. પપ્પા હું તમારા જેવી જ છું. છતાં પણ હું તમારા શાનદાર વ્યક્તિત્વ સામે તસુભાર પણ નથી. પ્રાર્થનામાં તેમને યાદ રાખજો. #MyForeverShiningStar
દરમિયાન હિના ખાને ગૌહરને મુશ્કેલ સ્થિતિમાં મજબૂત રહેવાની સલાહ આપી તેના પિતા માટે ખાસ નમાજ પઢી હતી. હિનાએ સેલ્ફી શેર કરી હતી જેમા તે પરંપરાગત વસ્ત્રોમાં દેખાતી હતી. શુક્રવાર હોવાથી બધાને જુમ્માની શુભેચ્છા આપી હતી.
ત્યારબાદ તેણે ગૌહરને ટેગ કરી વધુ એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, તારા પપ્પાની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના છે. તું મજબૂત રહેજે. ગૌહરે હિનાની આ પોસ્ટ ફરીથી શેર કરી હતી. અને તેનો આભાર માન્યો હતો.
" isDesktop="true" id="1077656" >
ગૌહરના પિતાના અવસાન અંગે ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોએ સંવેદના વ્યક્ત કરી છે. સુનીલ ગ્રોવરે લખ્યું છે કે, 'મને જાણીને દુ:ખ થાય છે. તમારા પિતા અને પરિવાર માટે પ્રાર્થના.વિકાસ ગુપ્તાએ લખ્યું, 'તેઓ હંમેશા તમારી ઉપર નજર રાખશે. તે તમને ખુશ થતા અને હસતા જોઈ શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર