સ્વિટ્ઝરલેન્ડમાં બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક ડ્રાઇવ પર નીકળી હિના ખાન, VIDEO VIRAL

હાલમાં હિનાએ સોશિયલ મીડિયા પર તેનાં વેકેશનની તસવીરોની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે તેનાં બોયફ્રેન્ડની સાથે રોમેન્ટિક ડ્રાઇવ પર જઇ રહી છે

હાલમાં હિનાએ સોશિયલ મીડિયા પર તેનાં વેકેશનની તસવીરોની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે તેનાં બોયફ્રેન્ડની સાથે રોમેન્ટિક ડ્રાઇવ પર જઇ રહી છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: એક્ટ્રેસ હિના ખાન હાલમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પહોંચી હતી. જ્યાં રેડ કાર્પેટ પર તેનાં બે લુક્સ સામે આવ્યા છે. બંને જ લુકથી હિનાએ બધાનું દિલ જીતી લીધુ હતું. હલમાં હિના ખાન તેનાં બોયફ્રેન્ડ રોકી જાયસવાલની સાથે સ્વિટઝરલેન્ડની સફર કરી રહી છે. હિનાએ હાલમાં સોશિયલ મીડિયા પર વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.

  હાલમાં હિનાએ સોશિયલ મીડિયા પર તેનાં વેકેશનની તસવીરોની સાથે સાથે એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે તેનાં બોયફ્રેન્ડની સાથે રોમેન્ટિક ડ્રાઇવ પર જઇ રહી છે. હિનાએ વીડિયો શેર કરતા ફેન્સને જણાવ્યું હતું કે, તે આ ડ્રાઇવ માટે ઘણી જ ઉત્સાહિત છે. જોકે આ વીડિયોમાં હિનાનો ચહેરો તો નહોતો દેખાતો પણ તેની અવાજ સંભળાતી હતી. તે રોકી એટલે કે તેનાં બોયફ્રેન્ડ હિનાની ડ્રાઇવ પર જતાં ઘણી ખુશ લાગી રહી છે. આ જુઓ તેમનો વીડિયો
  ઉલ્લેખનીય છે કે, હિના કાન્સમાં આપની ડેબ્યૂ ફિલ્મ લાઇન્સની સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે કરવા ગઇ હતી. 'લાઇન્સ' શોર્ટ ફિલ્મને હુસૈન ખાને ડિરેક્ટ કરી છે. કાન્સમાં ભાલે જ હિના સ્ટાઇલિશ અવતારમાં આવી હતી. પણ ફિલ્મમાં તે બિલ્કુલ સિમ્પલ લૂકમાં નજર આવશે.
  Published by:Margi Pandya
  First published: