એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સ્મોલ સ્ક્રીનની જાણીતી એક્ટ્રેસ અને બિગ બોસ 11ની સ્પર્ધક હિના ખાન (Hina Khan) હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર છવાઇ ગઇ છે. હિના ખાન સોશિયલ મીડિય પર ઘણી જ એક્ટિવ છે. તે તેનાં ફેન્સ માટે હમેશાં તેનાં ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ વચ્ચે ચર્ચામાં રહેવાં તે દિલચસ્પ પોસ્ટ શેર કરતી રહે છે. હાલમાં જ હિના એવાં જ કારણે માટે ચર્ચામાં છે. હિના ખાને તેનાં સોશિયલ મીડિયા પેજ પર એવી પોસ્ટ શેર કરી છે. જેને લોકોની ધડકન વધારી દીધી છે સૌ કોઇ તેની અદાઓ પર ફિદા થઇ રહ્યાં છે.
હિના ખાન (Hina Khan) એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. જેને જોઇ લોકો મદહોશ થઇ રહ્યાં છે. હિનાનો આ વીડિયો અત્યાર સુધીમાં તેનો સૌથી અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. હિના તેનાં હોટ અંદાજથી વીડિયોમાં સૌને દિવાના બનાવી રહી છે. વીડિયોમાં હિના ઇંગ્લિશ સોન્ગ પર ડાન્સ કરતી નજર આવે છે. પણ એકદમ વીડિયોમાં રેડ કલરની લાઇટિંગ આવે છે અને એક્ટ્રેસનાં કપડાં બદલાઇ જાય છે.
નવો વીડિયો જોયા બાદ લોકો તેનાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે. ચાહનારા ખુબ બધી કમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યા છે. અને આ વીડિયો જોત જોતામાં વાયરલ થઇ રહ્યો છે.
'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'થી કરિયરની શરૂઆત કરનારી હિના ઘણી ફિલ્મ્સથી તેની એક્ટિંગથી છાપ છોડી ચૂકી છે. ટીવી પર તેની એક્ટિંગથી લોકોનું દિલ જીતનારી હિના ખાને રિયાલિટી શો બિગ બોસમાં તેની સીધી સાદી બહૂની ઇમેજ તોડી નાખી હતી. તે બાદ તેણે ઘણી ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા. હિના ખાન ટીવીની સક્સેસફૂલ એક્ટ્રેસ રહી ચૂકી છે. આ સાથે જ હવે તે તેનો સિક્કો બોલિવૂડમાં જમાવવામાં લાગી છે.
હિના ખાનની પર્સનલ લાઇફની વાત કરીએ તો તે બોયફ્રેન્ડ રોકી જાયસવાલ સાથે રિલેશનશિપમાં છે હાલમાં જ બંને વેકેશન પર ગયા હતાં.
Published by:Margi Pandya
First published:February 19, 2021, 11:38 am