HinaKhanએ BF રોકી જયસવાલ સાથે કરી લીધી સગાઇ? હીરાની વિંટી પહેરી શેર કરી તસવીર

(photo credit: instagram/@realhinakhan)

હિના ખાન (Hina Khan) આ ફોટોમાં તેની આંગળીમાં હીરાની વિંટી પહેરી નજર આવી રહી છે. આ તસવીર જોયા બાદ ફેન્સ તેને જાતભાતનાં સવાલ કરી રહ્યાં છે. ઘણાં યુઝર્સે કમેન્ટ કરતાં પુછ્યું છે કે, શું તે સગાઇ કરી લીધી છે?

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીથી લઇ બોલિવૂડ સુધી પોતાની ઓળખ બનાવનારી હિના ખાન (Hina Khan) તેનાં અંદાજથી લાખો દિલો જીતી ચૂકી છે. હિનાએ તેની એક્ટિંગની સાથે તસાથે ફેશન ડિવાનાં રૂપમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી છે. હિના ખાન અવાર નવાર તેની તસવીરો અને વીડિયો (Hina Khan Engagement) શેર કરતી રહેતી હોય છે અને પોતાનાં ફેન્સને તેનાં જીવનની અપડેટ આપતી રહેતી હોય છે. હાલમાં હિના ખાનની લેટેસ્ટ તસવીર ખુબજ ચર્ચામાં છે તેણે હાલમાં જ તેની આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તે તેની રિંગ ફિંગરમાં ડાયમન્ડ રિંગ પહેરેલી નજર આવી રહી છે.

    હિના ખાન આ ફોટોમાં તેની આંગળીમાં હીરાની વિંટી પહેરી તેને જાહેરમાં દર્શાવી રહી છે. હિના ખાનની આ તસવીર જોઇ લોકો તેને પુછી રહ્યાં છે કે ક્યાંય તે ચોરી છૂપે બોયફ્રેન્ડ રોકી જાયસવાલ સાથે સગાઇ તો નથી કરી લીધી નેયય આ ફોટો બાદ તેની સગાઇની વાતો ચર્ચાઇ રહી છે.

    (photo credit: instagram/@realhinakhan)


    હિના ખાને આ ફોટો શેર કરતાં લખ્યું છે કે, 'આ એક હા છે. વેલેન્ટાઇન ડે માટે આનાંથી સુંદર કંઇ જ ન હોઇ શકે.' હિના ખાનની આ તસવીર જોત જોતામાં વાયરલ થઇ ગઇ છે. 12 કલાકમાં આ ફોટોને 4 લાખ પચાસ હજારથી વધુ લાઇક્સ મળી ગયા છે. બિગ બોસ 14નાં સ્પર્ધક અભિનવ શુક્લાએ પણ હિનાની તસવીર પર લાઇક કર્યું છે.
    Published by:Margi Pandya
    First published: