Home /News /entertainment /HIMESH RESHAMMIYA સવાઇ ભટ્ટની સાથે લાવી રહ્યો છે મ્યૂઝિક આલબમ, નામ પણ કર્યું જાહેર

HIMESH RESHAMMIYA સવાઇ ભટ્ટની સાથે લાવી રહ્યો છે મ્યૂઝિક આલબમ, નામ પણ કર્યું જાહેર

હિમેશ રેશમિયા લઇને આવે છે સવાઇ ભટ્ટ સાથે નવું આલબમ

હિમેશ રેશમિયા (Himesh Reshammiya)એ સવાઇ ભટ્ટ (Sawai Bhatt)ની સાથે તેનાં મ્યૂઝિક આલબમ લાવવાની જાહેરાત કરી છે. બે બ્લોકબસ્ટર આલબમની સફળતા બાદ રોકસ્ટાર હિમેશ રેશમિયાએ ઇન્ડિયન આઇડલ ફેઇમ સવાઇ ભટ્ટની સાથે આલબમ બનાવવાની જાહેરાત કરી છે. આ આલબમનું નામ 'હિમેશ કે દિલ સે' છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી ફેમસ સિંગિંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) સતત ચર્ચામાં છે. શોમાંથી હાલમાં જ સવાઇ ભટ્ટ (Sawai Bhatt) બહાર થઇ ગયો. તેનું એલિમિનેશન દર્શકોને પસંદ ન આવ્યું. સવાઇનાં બહાર આવતાં જ એક વખત ફરી શો ચર્ચામાં આવી ગયો છે. દર્શકોએ ઇન્ડિયન આઇડલ પર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો છે અને શોને ફિક્સ્ડ હોવાની વાત પણ જણાવી છે. સવાઇ ભટ્ટ (Sawai Bhatt Song)નાં એલિમિનેશન પર તેનાં ફેન્સ દુખી છે. તેણે શોની બહાર થતા જ ટ્વિટર પર સવાઇ ભટ્ટનું નામ ટ્રેન્ડ થવા લાગ્યું છે. ફેન્સે તેનાં શોમાંથી એલિમિનેટ થવા પર ગુસ્સો પણ જાહેર કર્યો છે. ફેન્સે તેનાં શોમાંથી બહાર આવવા પર ગુસ્સો જાહેર કર્યો છે. પણ હવે તેનાં ફેન્સ માટે એક ખુશ ખબર છે.

આ પણ વાંચો-  B'day: Taarak Mehta માં કામ કરી ચુક્યો છે MALHAR THAKAR, જાણો તેની અજાણી વાતો

હિમેશ રેશમિયા (Himesh Reshammiya)એ સવાઇ ભટ્ટની સાથે તેનું મ્યૂઝિક આલબમ લાવવાની જાહેરાત કરી છે. બે બ્લોકબસ્ટર આલબમની સફળતા બાદ હવે રોકસ્ટાર હિમેશ રેશમિયાએ ઇન્ડિયન આઇડલનાં સનસની સવાઇ ભટ્ટની સાથે તેનું આલબમ 'હિમેશ કે દિલ સે'ની જાહેરાત કરી છે. જેમાં સવાઇની એક તસવીર શેર કરતાં ફેન્સને આ ખુશખબરી આપી છે.


તેણે તેની પોસ્ટમાં લખ્યું છે કે, 'કંપોઝર તરીકે મારું પહેલું અને નવું આલબમ 'હિમેશ કે દિલ સે' મારા મ્યૂઝિક મેલોડીઝ પર રિલીઝ થશે. આ સોન્ગ્સ સવાઇ ભટ્ટ ગાશે. અને હાલમાં તેણે તેનું પહેલું સોન્ગ રેકોર્ડ કર્યું છે. અને આ આલબમનાં પહેલાં સોન્ગની રિલીઝ ડેટ આપની સાથે જલદી જ શેર કરીશ. આ એક સુંદર રોમેન્ટિક સોન્ગ છે. અને આફ સૌને આ ગીત અને ગીતમાં સવાઇનો અવાજ પસંદ આવશે. તેણે ધુનને ખુબજ સાવધાનીથી ગાઇ છે. ભલે આ તેનાં માટે એક ડેબ્યૂ જેવું હોય. '

આ પણ વાંચો-ANUPAMAA એ જ્યારે 'કાવ્યા'ના સસરા મિથુન ચક્રવર્તી સાથે કર્યો હતો રોમેન્સ

હિમેશ વધુમાં લખે છે કે, 'તેને આપનો સંપૂર્ણ પ્રેમ આપો. જે રીતે આપે સુરુર 2021 ટાઇટલ ટ્રેક અને મૂડ્સ વિથ મેલોડીઝનાં તેરે બગેર..ને આપ્યો હતો. બંને આલબમની બ્લોકબસ્ટર સફળતા મને વિશ્વાસ અપાવે છે કે, આ ગીત દરેક મ્યૂઝિક લવરની પ્રાયોરિટી હતાં.. સૂરુર 2021નાં ટાઇટલ ટ્રેકને આટલો પ્રેમ આપવા માટે આભાર. કેટલાંક દિવસોમાં 55 મિલિયન+ વ્યૂઝ અને 11 મિલિયન + ઓડિયો સ્ટ્રીમ માટે આપનો આભાર. આવો જ પ્રેમ 'હિમેશ કે દિલ સે'ને પણ આઆપજો જેને સવાઇ ગાઇ રહ્યો છે. આપ સૌને પ્રેમ'
First published:

Tags: Entertainment news, Gujarati news, Himesh reshammiya, Indian Idol, News in Gujarati, Sawai Bhaatt, Tv news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો