રાનૂ મંડલને એક ગીત માટે મળ્યાં આટલા લાખ રૂપિયા, હિમેશે બનાવી સ્ટાર

News18 Gujarati
Updated: August 28, 2019, 9:41 AM IST
રાનૂ મંડલને એક ગીત માટે મળ્યાં આટલા લાખ રૂપિયા, હિમેશે બનાવી સ્ટાર
રાનૂ, હિમેશ

હિમેશની ફિલ્મમાં ગીત ગાવા માટે રાનૂને કેટલી કિંમત મળી છે તેની કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

  • Share this:
રેલવે સ્ટેશન પર લતા મંગેશકરના ગીતો ગાઈને ભીખ માંગતી રાનૂ મંડલ હવે પોતાની ટેલેન્ટથી સ્ટાર બની ચુકી છે. હિમેશ રેશમિયાએ પોતાની ફિલ્મ 'હેપી હાર્ટી એન્ડ હીર'માં રાનૂ પાસે 'તેરી મેરી કહાની' ગીત ગવડાવ્યું છે. હિમેશે રાનૂ સાથેના ગીતનું રેકોર્ડિંગ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યું હતું. જે બાદમાં ઇન્ટરનેટ પર હિમેશ રેમશિયાના આ કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. ગીત રિલીઝ થતા જ દરેક લોકો રાનૂના અવાજના દીવાના થયા છે. આ સમાચારોની વચ્ચે રાનૂને ગીત ગાવા બદલ મળેલી ફીની પણ ચર્ચા થઈ રહી છે. પોતાના ફિલ્મ માટે ગીત ગાવા માટે હિમેશે રાનૂને સારી એવી રકમ આપી છે.

હિમેશની ફિલ્મમાં ગીત ગાવા માટે રાનૂને કેટલી કિંમત મળી છે તેની કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે. અલગ અગલ રિપોર્ટનું માનીએ તો 'તેરી મેરી કહાની' ગીત માટે હિમેશે રાનૂ મંડલને રૂ. 6થી 7 લાખ રૂપિયાની ઓફર કરી છે. જોકે, તમને નવાઈ લાગશે કે રાનૂએ પોતાના ડેબ્યૂ ગીત માટે કોઈ પણ ફી લેવાનો ઇન્કાર કરી દીધો છે. એવા પણ સમાચાર છે કે રાનૂની ના પછી હિમેશે પરાણે રાનૂને પૈસા આપ્યા હતા અને એવું પણ કહ્યું હતું કે તેને સુપરસ્ટાર બનતા કોઈ નહીં રોકી શકે. 

કોણ છે રાનૂ મંડાલ?

રાનૂ મંડલ (Ranu Mandal) પહેલા રેલવે સ્ટેશન પર ગાતી હતી. ગીતના બદલામાં તે લોકો પાસેથી રોકડ કે જે પણ વસ્તુ મળતી હતી તેનાથી તે પોતાનું ગુજરાન ચલાવતી હતી. મ્યુઝિક કમ્પોઝર અને ગાયક હિમેશ રેશમિયાએ રાનૂને પ્રથમ બ્રેક આપ્યો અને તેની પાસે ફિલ્મનું એક ગીત ગવડાવ્યું હતું. ગત અઠવાડિયે હિમેશે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટુડિયોમાં રેકોર્ડિંગની એક ક્લિપ પણ શેર કર કરી હતી.
રાનૂ મંડલ


રાનૂને મુંબઈ પહોંચાડવામાં અતિન્દ્ર ચક્રવર્તીનો સિંહફાળો

રાનૂ મંડલને રાતોરાત સ્ટાર બનાવવા પાછળ એક યુવકનો સિંહફાળો રહ્યો છે. આ વ્યક્તિ રાનૂ મંડલ માટે દેવદૂત સાબિત થયો છે. આ એ વ્યક્તિ છે જેણે રાનૂ મંડલનો વીડિયો બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. આ વ્યક્તિનું નામ અતિન્દ્ર ચક્રવર્તી છે. અતિન્દ્રએ કોલકાતાના રાનાઘાટ સ્ટેશન પર રાનૂને જોઈ હતી અને તેનો વીડિયો બનાવ્યો હતો. રાનૂ મંડાલ આ રેલવે સ્ટેશન પર ગીતો ગાતી હતી અને જે કોઇ વ્યક્તિ તેના બદલામાં ખાવાનું કે રોકડા આપે તેનાથી પોતાનું જીવન ગુજારતી હતી. અતિન્દ્ર વ્યવસાયે એન્જીનિયર છે અને રાનાઘાટમાં જ રહે છે.
First published: August 28, 2019
વધુ વાંચો
अगली ख़बर