હિમેશ રેશમિયાની કારનો અકસ્માત, સિંગરે કહ્યું, 'હું કારમાં...'

આ એક્સિડન્ટ થયો ત્યારે હિમેશ રેશમીયા કારમાં ન હતો. તેનો ડ્રાઇવર જખમી છે.

આ એક્સિડન્ટ થયો ત્યારે હિમેશ રેશમીયા કારમાં ન હતો. તેનો ડ્રાઇવર જખમી છે.

 • Share this:
  એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડના જાણીતા સિંગર, મ્યૂઝિશિયન હિમેશ રેશમિયાની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માત મુંબઈ-પૂના એક્સપ્રેસ વે પર બની હતી. અકસ્માતમાં હિમેશનાં ડ્રાઈવર રામ રંજનની હાલત ગંભીર છે. ડ્રાઇવર રામ રંજન બિહારનો રહેવાસી છે. હિમેશ રેશમિયાની કારનો અકસ્માત કેવી રીતે થયો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  આ પણ વાંચો-તારક મહેતા... દયાનાં પરત ફરવા પર મેકર્સ અને જેઠાલાલનું રિએક્શન

  આ દૂર્ઘટનાની વાત કરીએ તો હિમેશ તરફથી નિવેદન આપવામાં આવ્યું છે કે, આ એક્સિડન્ટ થયો ત્યારે તે કારમાં ન હતો. તેનો ડ્રાઇવર જખમી છે. ડ્રાઇવર અંગે માહિતી આપતા તેણ કહ્યું કે, તેને સામાન્ય ઇજા થઇ છે તેની સારવાર ચાલુ છે.

  આ પણ વાંચો-પોતાનાં ન્યૂડ ફોટો અને MMS જાતે જ લિક કરાવે છે આ એક્ટ્રેસ

  વર્કફ્રન્ટની વતા કરીએ તો, હાલમાં હિમેશ રિયાલિટી શો 'સુપરસ્ટાર સિંગર શો'માં જજ તરીકે જોવા મળે છે. આ શોમાં હિમેશની સાથે અલકા યાજ્ઞિક તથા જાવેદ અલી પણ છે. આ પહેલાં હિમેશ 'સારેગામાપા લિટલ ચેમ્પ્સ', 'ધ વોઈસ ઓફ ઈન્ડિયા કિડ્સ' જેવા શોમાં જજ તરીકે રહી ચૂક્યો છે.

  આ પણ વાંચો-મુંબઇમાં વરસાદથી ત્રાહિમામ, અમિતાભ બચ્ચને ટ્વિટર પર ઉડાવી પોતાની જ મજાક
  Published by:Margi Pandya
  First published: