Home /News /entertainment /

Bigg Boss 15: ગીતા કપૂર પર કેમ હિમાંશી ખુરાના ગુસ્સે થઈ? ઉમર રિયાઝના પ્રોફેશન પર શું કરી હતી ટિપ્પણી?

Bigg Boss 15: ગીતા કપૂર પર કેમ હિમાંશી ખુરાના ગુસ્સે થઈ? ઉમર રિયાઝના પ્રોફેશન પર શું કરી હતી ટિપ્પણી?

હિમાંશી ખુરાના ઉમર રિયાઝ અને ગીતા કપૂર

ઉમર રિયાઝ (Umar Riaz) પર ગીતા કપૂર (Geeta Kapoor) ની ટિપ્પણી પર હિમાંશી (himanshi khurana) એ પણ નિશાન સાધ્યું હતું. હિમાંશીએ કહ્યું કે, ગીતાએ કોઈની આજીવિકા પર ટિપ્પણી કરવી જોઈતી ન હતી

    મુંબઈ: ઉમર રિયાઝ (Umar Riaz) આ અઠવાડિયે બિગ બોસ 15 (Bigg Boss 15) ના ઘરમાંથી બહાર કરવામાં આવનાર સૌથી નવો સ્પર્ધક બન્યો છે. પ્રતીક સહજપાલ (pratik sehajpal) સાથે શારીરિક લડાઈ કરવા બદલ ઉમર રિયાઝને ઘરની બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે. પ્રતિક સહજપાલ સાથેની ઝપાઝપી માટે ઉમર રિયાઝને બિગ બોસ દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો હતો અને પછી સલમાન ખાન (Salman Khan) દ્વારા પણ તેને વીકેન્ડ કા વાર (Weekend Ka Vaar) માં ઠપકો આપ્યો હતો. તો, વીકેન્ડ કા વારના એપિસોડ દરમિયાન, કોરિયોગ્રાફર ગીતા કપૂર (Geeta Kapur) પણ એક પેનલનો ભાગ બની હતી. આ દરમિયાન ઉમરના ગુસ્સા પર વાત કરતી વખતે ગીતા કપૂરે તેના પ્રોફેશન વિશે પણ કમેન્ટ કરી હતી.

    ગીતા કપૂરે શું કોમેન્ટ કરી હતી?

    ઉમર રિયાઝની વર્તણૂકનો જવાબ આપતા, ગીતા કપૂર કહ્યું હતું કે, તેની આક્રમકતા સર્જન તરીકેની તેની કારકિર્દી માટે સારી નથી. ઘરની બહાર આવ્યા બાદ ગીતા કપૂરના આ વર્તન પર પ્રતિક્રિયા આપતા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં તેણે ગીતા કપૂર પર તેના પ્રોફેશન વિશે ટિપ્પણી કરવા બદલ નારાજગી વ્યક્ત કરી છે.

    ઉમર રિયાઝે શું નારાજગી દર્શાવી?

    ગીતા કપૂર (Geeta Kapoor)ની ટિપ્પણીનો જવાબ આપતા ઉમર રિયાઝે પોતાના ટ્વીટમાં લખ્યું- 'તમે એક રિયાલિટી શોમાં મારા ડોક્ટર તરીકેના પ્રોફેશન અને મારા વર્તનને જોડી દીધું છે અને મને જજ કર્યો છે. મારી પ્રતિક્રિયા હંમેશા મારા પ્રત્યેની એવી કાર્યવાહી રહી છે જેને તમે સમજવામાં નિષ્ફળ રહ્યા છો.' ઉમરે ગીતાની ટિપ્પણીને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવી છે. તે કહે છે કે, ગીતા કપૂરે એક વાર્તા બનાવવા માટે નેશનલ ટેલિવિઝન પર તેની નિંદા કરી હતી.

    ઉમર રિયાઝ ટ્વીટ (ફોટો ક્રેડિટ - @realumarriaz)


    ઉમર રિયાઝની હકાલપટ્ટી બાદ બિગ બોસના ફેન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. બિગ બોસના ઘણા દર્શકો ઉમર રિયાઝને શોમાંથી હટાવવા પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો, પૂર્વ બિગ બોસ 15 સ્પર્ધક રાજીવ અડતિયાએ પણ ઇન્સ્ટાગ્રામ લાઇવ દરમિયાન ઓમરની હકાલપટ્ટી પર પ્રતિક્રિયા આપી હતી. આ લાઈવ સેશન દરમિયાન બિગ બોસ 13 ની સ્પર્ધક અને ઉમર રિયાઝની ગર્લફ્રેન્ડ હિમાંશી ખુરાના પણ સામેલ થઈ હતી.

    આ પણ વાંચોસલમાન ખાનની ભત્રીજી અલીજેહ અગ્નિહોત્રી પર કેટરીનાએ પ્રેમ વરસાવ્યો, ગ્લેમરસ તસવીર પર કરી કોમેન્ટ



    હિમાંશી ખુરાના કેમ ગુસ્સે થઈ?

    આવી સ્થિતિમાં હિમાંશી (himanshi khurana) એ પણ ઉમર રિયાઝ (Umar Riaz) પર ગીતા કપૂર (Geeta Kapoor) ની ટિપ્પણી પર પણ નિશાન સાધ્યું હતું. હિમાંશીએ કહ્યું કે, ગીતાએ કોઈની આજીવિકા પર ટિપ્પણી કરવી જોઈતી ન હતી. હિમાંશી કહે છે- 'મને લાગે છે કે શોમાં કોઈને કોઈ સમયે દરેક વ્યક્તિ શારીરિક બને છે. પરંતુ તેને હાઈલાઈટ કરવામાં આવ્યું ન હતું. જ્યારે ઉમરના વ્યવસાયને નિશાન બનાવવામાં આવ્યું ત્યારે મને સૌથી ખરાબ લાગ્યું. તે બહાર આવશે અને પોતાનો વ્યવસાય ચાલુ રાખશે અને કોઈ તેમની 'રોજી-રોટી' પર ટિપ્પણી કરે તે ન ચાલે. તેની અસર તેમના વ્યવસાય પર પડે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bigg Boss 15, Bollywood Latest News, Bollywood News in Gujarati, Umar Riyaz

    આગામી સમાચાર