Himani Bundela in KBC 13: આ પ્રશ્નનો જવાબ આપીને રૂ.50 લાખ જીતી હિમાની બુંદેલા, જુઓ video

હિમાની બુંદેલા કેબીસી 13માં

Himani Bundela in KBC 13: અમિતાભ બચ્ચનના ટીવી શો (Amitabh bachchan tv show) કૌન બનેગા કરોડપતિ 13નો (kaun banega crorepati 13) આ વર્ષનો પહેલો કરોડપતિ કંટેસ્ટેન્ટ મળી ગયો છે. હિમાની બુંદેલા (Himani Bundela) આ વર્ષની પહેલી કરોડપતિ (coroepati) બની ચુકી છે. પરંતુ હજી સુધી તેઓ 50 લાખ સુધી પહોંચી શક્યા છે.

  • Share this:
    kaun banega crorepati 13: બોલીવૂડના મહાનાયક (Bollywood mahanayak) અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) સૌથી પ્રખ્યાત ટીવી શો કૌન બનેગા કરોડપતિ 13નો (kaun banega crorepati 13) આ વર્ષનો પહેલો કરોડપતિ કંટેસ્ટેન્ટ મળી ગયો છે. હિમાની બુંદેલા (Himani Bundela) આ વર્ષની પહેલી કરોડપતિ બની ચુકી છે. પરંતુ હજી સુધી તેઓ 50 લાખ સુધી પહોંચી શક્યા છે.

    કાલે રવિવારે હિમાની સામે એક કરોડ રૂપિયાનો પ્રશ્ન હશે. જેમાં આપણે બધાએ જાણ્યું કે હિમાની એક કરોડ રૂપિયા જીતી ચુકી છે. આ વાતની જાણકારી ખુદ સોનીએ પોતાના ઈસ્ટા પોસ્ટ થકી આપી હતી. પરંતુ રવિવારના એપિસોડમાં હિમાનીની સામે એક કરોડનો પ્રશ્ન કયો હશે. એ હજી સુધી કન્ફ્યૂઝન યથાવત છે. હિમાની 7 કરોડના પ્રશ્નનો જવાબહ આપશે કે નહીં એ રવિવારના એપિસોડમાં જાણવા મળશે.

    જોકે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે આજના શનિવારના શોમાં હિમાનીએ કેવી રીતે 50 લાખ રૂપિયા કેવી રીતે જીત્યા. ઉલ્લેખનીય છે કે 25 લાખ રૂપિયા સુધી હિમાનીએ શાનદાર ગેમ રમી હતી. જ્યારે તે 50 લાખ રૂપિયાના સવાલ સુધી પહોંચી તો એ સમયે તેમની પાસે 3 લાઈફ લાઈન બચી હતી. પરંતુ 50 લાખ જીતવા માટે તેમણે ત્રણેય લાઈફ લાઈન ગુમાવવી પડી હતી.




    હવે રવિવારની રમાનારી રમતમાં હિમાની લાઈફ લાઈન વગર રમતમાં કેવી રીતે આગળ વધશે.

    હિમાનીએ આ પ્રશ્નનો જવાબ આપીને જીત્યા રૂ.50 લાખ
    વર્ષ 1952માં ભારતના પહેલી સામાન્ય ચુંટણી દરમિયાન નેહરુ-ગાંધી પરિવારના કયા સભ્યએ રાયબરેલી લોકસભાની સીટ પરથી જીત નોંધાવી હતી?

    A- જવાહરલાલ નેહરુ
    B-વિજય લક્ષ્મી પંડિત
    C-ફિરોજ ગાંધી
    D-ઇન્દિરા ગાંધી

    આ પણ વાંચોઃ-Virushka personal bodyguard: કોણ છે અનુષ્કા-વિરાટનો બોડીગાર્ડ? આટલા કરોડ છે પગાર

    ઉલ્લેખનીય છે કે હિમાની નેત્રહીન છે પરંતુ તેમની અંદર હૌસલાની બિલકુલ પણ કમી નથી. તે એક જિંદાદિલ યુવતી છે. અને ખુબ જ બિંદાસ પણ છે. તે કહે છે કે કેબીસીમાં આવવાનો સૌથી મોટો ટાર્ગેટ છે જે દિવ્યાંગ બાળકો માટે અવેરનેસ પ્રોગ્રામ પોતાના સ્કૂલમાં ચલાવે છે. આવો જ પ્રોગ્રામ દરેક કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં ચલાવવામાં આવે.
    Published by:ankit patel
    First published: