Home /News /entertainment /Heropanti 2 Trailer : ટાઈગર શ્રોફની 'હીરોપંતી 2' નું ટ્રેલર રિલીઝ, નવાઝુદ્દીન સિદ્દીકી લાગે છે ખતરનાક

Heropanti 2 Trailer : ટાઈગર શ્રોફની 'હીરોપંતી 2' નું ટ્રેલર રિલીઝ, નવાઝુદ્દીન સિદ્દીકી લાગે છે ખતરનાક

હીરોપંતિ 2 ટ્રેલર - ટાઈગર શ્રોફ અને નવાઝુદ્દીન સિદ્દીકી

Heropanti 2 Trailer : 'હીરોપંતી 2' (Heropanti 2) ના ટ્રેલરમાં જ્યાં ટાઈગર શ્રોફ (Tiger Shroff) ફુલ એક્શનમાં જોવા મળી રહ્યો છે, ત્યાં નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) ફુલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે. તારા સુતારિયા (Tara Sutaria) ની સ્ટાઈલ પણ ઘણી સારી લાગી રહી

વધુ જુઓ ...
Heropanti 2 Trailer : ટાઈગર શ્રોફ (Tiger Shroff) ની આગામી ફિલ્મ 'હીરોપંતી 2' (Heropanti 2) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં ફિલ્મ સાથે સંબંધિત તમામ કલાકારોને ખૂબ જ શાનદાર રીતે રજૂ કરવામાં આવ્યા છે. ટ્રેલર રીલિઝ કરતી વખતે, ટાઈગરે કેપ્શનમાં લખ્યું – “બબલુ ધુંડને સે નહીં… કિસ્મત સે મિલા હૈ. ઔર આપકી કિસ્મત અચ્છી હૈ, કારણ કે હું તમને આ ઈદ પર મળીશ.” તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'હીરોપંતી 2'ના ટ્રેલરમાં જ્યાં ટાઈગર શ્રોફ ફુલ એક્શનમાં જોવા મળી રહ્યો છે, ત્યાં નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) ફુલ સ્વેગમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં તે ખલનાયકના રોલમાં ટાઈગર શ્રોફને જબરદસ્ત ટક્કર આપતો જોવા મળે છે. જાદુગરના રોલમાં નવાઝ એટલો ખતરનાક લાગે છે કે તેને જોઈને તમે અવાક થઈ જશો. ટ્રેલરમાં નવાઝનું નામ લૈલા અને ટાઈગરનું નામ બબલુ છે. તો, તારા સુતારિયા (Tara Sutaria) ની સ્ટાઈલ પણ ઘણી સારી લાગી રહી છે.

" isDesktop="true" id="1189914" >

ટ્રેલરમાં, તારાના મનમોહક પાત્રનું નામ ઇનાયા છે, જે એક સુંદર એક્શન-ડોઝ બ્યુટી જેવી લાગે છે. ટ્રેલરમાં બબલુ અને લૈલાની લડાઈ દર્શકોનો ઉત્સાહ વધારવા માટે પૂરતી છે. આ ટ્રેલરમાં તમને એક્શન જોવા મળશે. કોમેડી સાથે રોમાન્સ પણ જોવા મળશે. તો, વીડિયોમાં નવાઝ અને ટાઈગરની ડાયલોગ ડિલિવરી ખૂબ જ શાનદાર લાગે છે.

આ પણ વાંચોTMKOC ફેમ નિધિ ભાનુશાલીએ સર્ફિંગ દરમ્યાન કર્યો સેક્સી હેરફ્લિપ, જુઓ Nidhi Bhanushali ના સર્ફિંગ શોટ્સ

તમને જણાવી દઈએ કે, સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શનમાં બનેલી હીરોપંતી 2 ફિલ્મનું નિર્દેશન કોરિયોગ્રાફર અને દિગ્દર્શક અહેમદ ખાન કરી રહ્યા છે, જેમણે અગાઉ બાગી 2 અને બાગી 3માં ટાઇગર સાથે કામ કર્યું છે. ફિલનું સંગીત એઆર રહેમાને આપ્યું છે, જ્યારે આ જ ફિલ્મની વાર્તા રજત અરોરાએ લખી છે. તમને જણાવી દઈએ કે ટ્રેલર રિલીઝ થતા પહેલા મેકર્સે દર્શકો માટે ફિલ્મના કલાકારોની ઘણી પોસ્ટ શેર કરીને બધાની ધડકન વધારી હતી.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Movie Trailer, Nawazuddin siddiqui, Tiger Shroff, Trailer, Trailer out

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો