Heropanti 2 review: થીએટરોમાં છવાઇ ટાઇગર શ્રોફની ‘હીરોપંતી’, ફેન્સ પણ કરી રહ્યા છે વાહવાહી
Heropanti 2 review: થીએટરોમાં છવાઇ ટાઇગર શ્રોફની ‘હીરોપંતી’, ફેન્સ પણ કરી રહ્યા છે વાહવાહી
હિરોપંતી 2 રીવ્યૂ
Heropanti 2 review : ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ (Tiger Shroff) એક્શન, કોમેડી, રોમાન્સ, ડાન્સ બધું જ કરતો જોવા મળી રહ્યો છે. ટાઇગર જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે તેણે પોતાના એક્શનથી બધાને ચોંકાવી દીધા હતા
Heropanti 2 review : ટાઈગર શ્રોફે (Tiger Shroff) વર્ષ 2014માં ફિલ્મ 'હીરોપંતી'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તે સમયે ટાઇગર ટીનએજર હતો અને હવે વર્ષો પછી અભિનેતા સિનેમાઘરોમાં ફરી 'હીરોપંતી' (Film Heropanti) સાથે તે પરત ફર્યો છે. છેલ્લા કેટલાક સમયથી થિયેટરોમાં મસાલા ફિલ્મોનો યુગ પાછો ફર્યો છે. દર્શકોને 'એક્શન બિયોન્ડ ટ્રુથ' પણ પસંદ આવી રહી છે. જો કે મસાલા હોય કે એક્શન એ અલગ વાત છે કે સાઉથની ફિલ્મોનો જાદુ દર્શકો પર વધુ ચાલે છે. આવી સ્થિતિમાં નિર્માતા સાજિદ નડિયાદવાલા ફરી એકવાર ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દીકી અને તારા સુતરિયા સાથે ફુલ-ઓન મસાલા એન્ટરટેઈનર એટલે કે 'હીરોપંતી 2' (Heropanti 2 Movie Review) લઈને આવ્યા છે. આ ફિલ્મ સાજીદ નડીયાદવાલાએ લખી પણ છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
વાર્તા વિશે વાત કરીએ તો હીરો બબલુ રનૌત (ટાઈગર શ્રોફ) છે જે એક હેકર છે. વિલન લૈલા (નવાઝુદ્દીન સિદ્દીકી) છે, જે 'પલ્સ' નામની એક એવી હેકિંગ સિસ્ટમ બનાવવાનું સપનું જુએ છે, જેના દ્વારા તે 31મી માર્ચે દેશમાં ટેક્સના નામે જમા કરાયેલા તમામ પૈસા લૂંટી શકે. પહેલા પૈસાના લોભમાં ફસાયેલ બબલુ લૈલાને મદદ કરે છે. પરંતુ તેનો અંતરાત્મા ત્યારે જાગી જાય છે, જ્યારે તે એક માતાને આ છેતરપિંડીનો શિકાર બનતી અને અપમાનીત થતી જુએ છે. પછી બબલુ જ આ વિલનને બરબાદ કરે છે. લૈલાની બહેન ઈનાયા (તારા સુતરિયા) છે, જેને બબૂલ સાથે પ્રેમ થઇ જાય છે.
ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ એક્શન, કોમેડી, રોમાન્સ, ડાન્સ બધું જ કરતો જોવા મળી રહ્યો છે. ટાઇગર જ્યારે ફિલ્મોમાં આવ્યો ત્યારે તેણે પોતાના એક્શનથી બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ ઘણી ફિલ્મો પછી પણ ન તો ટાઈગરની સ્ટાઈલ જૂની થઈ છે અને ન તો તેની એક્શનનો જાદુ ધીમો પડ્યો છે. આ ફિલ્મમાં પણ ટાઇગર કેટલાક એવા એક્શન-સીન્સ કરતો જોવા મળે છે, જે તમને પૂરતો રોમાંચ આપશે. ટાઇગર આ ફિલ્મમાં ફૂલ પૈસા વસૂલ છે.
કહેવાય છે કે હીરો એટલો જ મજબૂત દેખાય છે, જેટલો તેની સામે ઊભેલો વિલન ખતરનાક હોય છે. પરંતુ હીરોપંતી ફિલ્મમાં હેકિંગ દ્વારા દેશને બરબાદ કરવાનો ઈરાદો ધરાવનાર વિલનનું નામ 'લૈલા' છે. આ પાત્રને નવાઝુદ્દીન સિદ્દીકીથી વધુ સારી રીતે બીજું કોઈ ભજવી શકે તેમ નથી. શરૂઆતના કેટલાક સીનમાં સ્ટોરી અચાનક જમ્પ લેતી હોય તેવું લાગે છે. ઘણી વાર એવું લાગે છે કે શું થયું પણ પછી થોડા સમય પછી તમને સમજાય કે આ 'શું થયું' પાછળનું કારણ શું છે.
ટૂંકમાં કહીએ તો હિરોપંતી 2 ફૂલ ઓન મસાલા અને એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. ક્યાંક તમને વચ્ચે સ્ટોરીમાં થોડી ગરબડ લાગી શકે છે, પરંતુ મસાલા ફિલ્મોમાં તો ઘણીવાર આવું ચાલ્યા કરે છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર