Home /News /entertainment /

સિનેમા જગતના 109 વર્ષ, ભારતીય સિનેમાનો પાયો નાંખનાર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર'માં કામ કરવા નહોતી મળતી હિરોઇન

સિનેમા જગતના 109 વર્ષ, ભારતીય સિનેમાનો પાયો નાંખનાર ફિલ્મ 'રાજા હરિશ્ચંદ્ર'માં કામ કરવા નહોતી મળતી હિરોઇન

રાજા હરિશચંદ્ર ફિલ્મ

ભારતીય સિનેમાના અભૂતપૂર્વ દિવસે પહેલીવાર 'રાજા હરિશ્ચંદ્ર' (Raja Harishchandra) રિલીઝ થઈ ત્યારે ઈતિહાસ રચાયો હતો, 50 મિનિટની આ ફીચર ફિલ્મના પોસ્ટર અંગ્રેજી અને મરાઠીમાં બનાવવામાં આવ્યા છે. આ ફિલ્મને પડદા પર બતાવીને દાદાસાહેબે (Dadasaheb) તેમના સપનાને સાકાર કર્યુ

વધુ જુઓ ...
    દાદાસાહેબ ફાળકેએ (Dadasaheb Falke) 3 મે, 1913ના રોજ પહેલીવાર ભારતીય ફિલ્મ (First Indian film) બનાવીને ઈતિહાસ રચ્યો હતો. 109 વર્ષ પહેલાની પરિસ્થિતિ અને સુવિધાની કલ્પના કરો, કલ્પના કરો કે ફિલ્મ બનાવવી કેટલી મુશ્કેલ હશે. દાદાસાહેબ ફાળકેએ તેમની ઈચ્છા પૂરી કરી અને 'રાજા હરિશ્ચંદ્ર' (Raja Harishchandra) ફિલ્મ બનાવીને ભારતીય સિનેમાનો (Indian Cinema History) પાયો નાંખ્યો હતો. પહેલી ફિલ્મની રિલીઝના અવસર પર તમને જણાવી દઈએ કે જ્યારે દાદા સાહેબને ફિલ્મમાં કોઈ મહિલાનો રોલ નહોતો મળ્યો, તો પછી તેમણે ફિલ્મ કેવી રીતે બનાવી હતી. ભારતીય સિનેમાની ગૌરવશાળી વર્ષગાંઠ (Indian Cinema Anniversary) પણ 3 મેના રોજ માનવામાં આવે છે. આ દિવસે દાદાસાહેબ ફાળકે ભારતીય પાત્ર રાજા હરિશ્ચંદ્રની વાર્તાને પડદા પર લાવવામાં સફળ રહ્યા હતા. 'રાજા હરિશ્ચંદ્ર' પહેલી ભારતીય મૂંગી ફિલ્મ હતી એટલે કે આ ફિલ્મમાં કોઈ અવાજ નહોતો. તેથી, તેના દ્રશ્યની માહિતી હિન્દી, મરાઠી અને અંગ્રેજીમાં લખીને સમજાવવામાં આવી હતી. ફિલ્મના તમામ કલાકારો મરાઠી હતા.

    ભારતીય સિનેમાનો ઉદય એટલે ‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મ

    ભારતીય સિનેમાના અભૂતપૂર્વ દિવસે પહેલીવાર 'રાજા હરિશ્ચંદ્ર' રિલીઝ થઈ ત્યારે ઈતિહાસ રચાયો હતો. ગિરગાવના કોરોનેશન થિયેટરમાં ભારતીય અને તેમની પોતાની ભાષામાં પ્રથમ ફીચર ફિલ્મની ટિકિટ ખરીદવા લોકોએ આકરી ગરમીની પરવા કરી ન હતી. 50 મિનિટની આ ફીચર ફિલ્મના પોસ્ટર અંગ્રેજી અને મરાઠીમાં બનાવવામાં આવ્યા છે. આ ફિલ્મને પડદા પર બતાવીને દાદાસાહેબે તેમના સપનાને સાકાર કર્યુ હતું.

    15 હજારમાં બની હતી પહેલી ભારતીય ફિલ્મ

    આટલા વર્ષોમાં સિનેમા આજે એક સુંદર અને ગૌરવશાળી સ્થાને પહોંચી ગયું છે. ભારતીય સિનેમા અને ભારતીય ફિલ્મ કલાકારોની લોકપ્રિયતા હવે આખી દુનિયામાં છે, પરંતુ આજથી 109 વર્ષ પહેલા ભારતીયો માટે સિનેમા જેવી કોઈ વસ્તુ નહોતી. જ્યારે દાદાસાહેબ ફાળકેએ 'રાજા હરિશ્ચંદ્ર' બનાવી ત્યારે દેશ આઝાદ પણ નહોતો. આ ફિલ્મ બનાવવામાં 15 હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો, જે તે સમયે ઘણી મોટી રકમ હતી. દાદા સાહેબ ફિલ્મ બનાવવાની ટિપ્સ અને સાધનો માટે વિદેશ ગયા હતા.

    દાદા સાહેબને નહોતી મળી હિરોઇન

    આજે અભિનેત્રી વિના કોઈપણ ફિલ્મની કલ્પના કરી શકાતી નથી.પરંતુ તે જમાનાનું સામાજિક માળખું એવું હતું કે કોઈ મહિલા અભિનેત્રીએ કામ કર્યું ન હતું. આજે એક જાહેરાત આપતા જ લાખો છોકરીઓ ઓડિશન આપવા પહોંચી જાય છે, પરંતુ દાદાસાહેબે જ્યારે અનેક અખબારોમાં તેમની ફિલ્મની જાહેરાત આપી અને બીજી ઘણી રીતે શોધખોળ કરી ત્યારે પણ તેમને કોઈ મહિલા કલાકાર મળી નહોતી. અંતમાં રાણી તારામતીનું પાત્ર પુરૂષ કલાકાર અન્ના સાલુંકે ભજવ્યું હતું. ફિલ્મના હીરો એટલે કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની ભૂમિકા દત્તાત્રેય દામોદર દબકેએ ભજવી હતી. હરિશ્ચંદ્ર અને તારામતીના પુત્રની ભૂમિકા દાદાસાહેબના પુત્ર ભાલચંદ્ર ફાળકેએ ભજવી હતી અને ગજાનન વાસુદેવે વિશ્વામિત્રની ભૂમિકા ભજવી હતી.

    આ પણ વાંચોદિવ્યા ભારતીની કાર્બન કોપી છે તેની બહેન, સુંદરતામાં કોઈ અભિનેત્રીથી જરા પણ ઓછી નથી - Photos

    રાજા હરિશ્ચંદને બનતા લાગ્યા 7 મહિના 21 દિવસ

    આ ફિલ્મનો સેટ મુંબઈના દાદરમાં લગાવવામાં આવ્યો હતો અને ફિલ્મને બનાવવામાં લગભગ 8 મહિનાનો સમય લાગ્યો હતો. જ્યારે ફિલ્મ તૈયાર થઈ, ત્યારે તેનું પ્રીમિયર બોમ્બેના ઓલિમ્પિયા થિયેટરમાં 21 એપ્રિલ, 1913ના રોજ થયું હતું અને 3 મે, 1913ના રોજ લોકો સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati

    આગામી સમાચાર