Home /News /entertainment /

સારા અલી ખાને છોડી ટાઇગરની ફિલ્મ 'બાગી 3', આ છે કારણ

સારા અલી ખાને છોડી ટાઇગરની ફિલ્મ 'બાગી 3', આ છે કારણ

સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે કામ કરવાની ના પાડી દીધી છે

સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે કામ કરવાની ના પાડી દીધી છે

    ન્યૂઝ18 ગુજરાતી: બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન તેની ફિલ્મ 'સિમ્બા'ને લઇને ચર્ચામાં છે. સારાની ફિલ્મ 'સિમ્બા' વર્ષ 2018ની સૌથી મોટી ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ હતો. ફિલ્મની રીલિઝ બાદ એવી વાત સામે આવી હતી કે સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે 'બાગી 3' માટે એપ્રોચ કરવામાં આવ્યો છે. પરંતુ હવે તેણે ટાઇગર સાથે કામ કરવાની ના પાડી દીધી છે.

    ઝુમના રિપોર્ટ પ્રમાણે, સારા અલી ખાને ટાઇગર શ્રોફ સાથે કામ કરવાની ના પાડી દીધી છે. તે આ નિર્ણય ફિલ્મમાં તેના રોલને જોતાં લીધો છે. કહેવાય છે કે, ફિલ્મમાં સારાનો રોલ નાનકડો જ હતો. જેના કારણે સારાએ આ ફિલ્મ ન કરવાનું નક્કી કર્યું છે.

    આ પણ વાંચો: વિરાટની પત્ની અનુષ્કાની ડુપ્લિકેટ છે આ સિંગર, જોઈને તમે શોક થઈ જશો

    ઉલ્લેખનીય છે કે, ટાઇગરની ફિલ્મ 'બાગી 2'એ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. સારા અલી ખાન આજકાલ 'સિમ્બા'ની સક્સેસ એન્જોય કરી રહી છે. હવે જોવાનું રહ્યું કે, સારા આગામી કઇ ફિલ્મમાં જોવા મળશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Details, Left, Sara ali khan, Tiger Shroff

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन